શિક્ષિકા અને સગીર વિદ્યાર્થી વચ્ચે સંબંધ ઘોર અનૈતિક: હદો નક્કી કરવાનો સમય આવી ગયો

તાજેતરમાં સુરતમાં એક ખૂબ જ હચમચાવનારી ઘટના સામે આવે — જ્યાં 23 વર્ષની એક મહિલા શિક્ષિકા અને 13 વર્ષના વિદ્યાર્થી વચ્ચે શારીરિક સંબંધ બંધાયા. ત્યારપછી શિક્ષિકા ગર્ભવતી થઈ — આ આપણા સમાજ માટે અતિ ગંભીર અને ચિંતાનો વિષય છે. આ ઘટના માત્ર એક કાનૂની મુદ્દો નથી, પણ તેની પાછળ માનસિક, સામાજિક અને શૈક્ષણિક અનેક પ્રશ્નો છુપાયેલા છે જે અંગે હવે ગંભીર વિચાર કરવો જરૂરી બની ગયો છે. 

સૌપ્રથમ તો 13 વર્ષનો વિદ્યાર્થી કાનૂની રીતે બાળક ગણાય છે. ભારતીય કાનૂન અનુસાર, 18 વર્ષથી નીચેના વ્યકિત સાથે થતી કોઈ પણ જાતની શારીરિક સંબંધ—એકબીજાની મરજીથી હોય તો પણ—અપરાધ ગણાય છે. આ કિસ્સામાં વિદ્યાર્થીની સંમતિ હોવા છતાં શિક્ષિકા પર પોક્સો (POCSO – Protection of Children from Sexual Offences) કાયદા હેઠળ કેસ ચલાવાઇ રહ્યો છે. આ કાયદો બાળકના શારીરિક અને માનસિક રક્ષણ માટે લાવવામાં આવ્યો છે. આ કિસ્સામાં શિક્ષિકા સામે ગંભીર કાનૂની કાર્યવાહી થશે. જો આરોપ સિદ્ધ થાય, તો તેને લાંબી સજા થઈ શકે છે. જોકે, બીજી બાજુ એક વાત અંગે પણ વિચાર કરવાની જરૂર છે કે બાળક ભલે સામાજિક કે માનસિક રીતે પુખ્ત નથી પરંતુ તે શરીર સંબંધ બાંધવા અંગે તો પુખ્ત થઇ જ ગયો છે. આ વાતને ધ્યાને લેતા જાતિય પુખ્તતા અને કાયદાની જોગવાઇ અંગે ફેર વિચારણા કરવાની જરૂર તમને નથી લાગતી?

આવી ઘટનાના કારણો સમજવા માટે આપણે કાયદા ઉપરાંત માનસિક અને સામાજિક પરિપ્રેક્ષ્ય પર પણ ધ્યાન આપવું પડશે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ ખાસ હોય છે અને તે વિશ્વાસ પર આધારિત હોય છે. શિક્ષકનો ધ્યેય માત્ર જ્ઞાન આપવો નહીં, પણ શિસ્ત, નૈતિકતા અને સંસ્કાર આપવા પણ હોય છે. જ્યારે શિક્ષક પોતે જ પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે, ત્યારે આ આખા વ્યવસાયને કલંકિત કરે છે. અહીં શિક્ષિકા દ્વારા બાળકના ભવિષ્ય તરફ જોયા વગર તેમની ઉપર મૂકેલા વિશ્વાસને તોડ્યો છે. સત્તાનો અત્યંત ઘાતકી દુરુપયોગ કર્યો છે. આવી ઘટનાઓ દીકરીઓ સાથે તો સતત બનતી હોય છે પરંતુ દીકરા સાથે બની એટલે સમાજ એકાએક જાગ્યો છે. 

આવા બનાવો પાછળ ઘણાબધા કારણો જવાબદાર હોય છે પરંતુ એક મુખ્ય કારણ છે સોશિયલ મિડિયાનો દુરૂપયોગ. ઘણી વાર શાળાની બહાર પણ શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે "ફ્રેન્ડલી" સંબંધ બાંધવામાં આવે છે. જે બાદમાં દિશા ભટકી શકે છે. હવે સમય આવી ગયો છે કે શિક્ષકો માટેના કોર્સમાં નૈતિક ગાઇડલાઇન લાગુ કરવામાં આવે.  બાળકો સાથે વ્યવહારની સીમાઓ અંગે નિયમો બનાવવા આવશ્યક બની ગયા છે.

આ ઘટનાની સમાજ પર પણ મોટી અસર થાઇ છે. માતા-પિતા હવે શાળાઓમાં પોતાના બાળકોની સુરક્ષાને લઈને ચિંતિત થઈ રહ્યા છે. શિક્ષણ વ્યવસ્થાની પ્રતિષ્ઠા પર પણ મોટો ડાઘ લાગ્યો છે. આથી શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓએ વધુ જાગૃત અને જવાબદાર બનવાની જરૂર છે. બાળકોના મનોવૈજ્ઞાનિક વિકાસ માટે સલામત અને નૈતિક વાતાવરણ પૂરું પાડવું એ આજે સમયની સૌથી મોટી માગ છે.

05

આ ઘટનાને આપણે માત્ર એક "સંવેદનશીલ સમાચાર" તરીકે નહીં, પણ બાળક સુરક્ષા, શિક્ષણ વ્યવસ્થા અને સમાજના નૈતિક તાણાવાણાની ઊંડી સમસ્યા તરીકે જોવી જોઈએ. આવા કિસ્સાઓથી આપણું ધ્યાન એક મોટા પ્રશ્ન તરફ જાય છે: શું આપણે આપણા શિક્ષકોને યોગ્ય રીતે પસંદ કરી રહ્યા છીએ? શું શિક્ષકોને યોગ્ય મનોવૈજ્ઞાનિક અને નૈતિક તાલીમ આપવામાં આવી રહી છે?

જવાબદારી હવે માત્ર કાનૂન પર નહીં, પણ દરેક શૈક્ષણિક સંસ્થા, માતાપિતા અને સમગ્ર સમાજ પર છે — બાળકોની સુરક્ષા અને વિકાસને સૌથી પહેલાં રાખીને આપણે તત્કાળ જાગૃત થવાની જરૂર છે. અગાઉના સમયમાં કોમ્યુનિકેશનના સાધનો ઓછા હોવાથી આવી ઘટનાઓ બનવાની શક્યતાઓ ઓછી હતી. પરંતુ હવે તે વધી ગઇ છે.  ભવિષ્યમાં તે વધવાની પૂરેપૂરી શક્યતા છે. વાલીઓએ એ ખાસ ધ્યાન આપવાની જરૂર છે કે જ્યારે તમારૂં સંતાન શિક્ષક કે શિક્ષિકા સાથે લાગણીશીલ બનીને વર્તતું હોય ત્યારે તમારે તરત જ તેને અટકાવવાના ઉપાય કરવા પડશે.  બધાએ સાથે મળીને આ અંગેની કોઇ ગાઇડલાઇન નક્કી કરવી જોઇએ જો આવું કરીએ તો શિક્ષક અને વિદ્યાર્થી બન્ને માટે ભવિષ્યમાં મોટા પ્રશ્નો ઊભા નહીં થાય.

About The Author

Dr. Dipti Patel Picture

Dr. Dipti Patel is a senior gynecologist and obstetrician based in Surat, Gujarat, with over 34 years of experience. She co-founded *Love N Care Hospital* in 1990 and specializes in maternity care, IVF, laparoscopic surgery, and cosmetic gynecology. An alumna of Government Medical College, Surat, she has pursued advanced training in Germany and the U.S. Known for her compassionate approach and clinical expertise, Dr. Patel is a trusted name in women’s healthcare.

Related Posts

Top News

મંત્રી પ્રતિભા શુક્લા પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેસી ગયા, જનતાનું શું થતું હશે?

ઉત્તર પ્રદેશમાં કાનપુરના અકબરપુર પોલીસ સ્ટેશનમાં ત્યારે હોબાળો મચી ગયો હતો જ્યારે રાજ્ય સરકારના મહિલા કલ્યાણ મંત્રી પ્રતિભા શુક્લા પોતે...
National  Politics 
મંત્રી પ્રતિભા શુક્લા પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેસી ગયા, જનતાનું શું થતું હશે?

AM/NS Indiaએ CSIR-CRRIની સ્ટીલ સ્લેગ એગ્રીગેટ્સ ટેકનોલોજી લાઈસન્સ મેળવનાર પ્રથમ કંપની બની

હજીરા- સુરત, જુલાઈ 25, 2025 : આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India)એ કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) –...
Gujarat 
AM/NS Indiaએ CSIR-CRRIની સ્ટીલ સ્લેગ એગ્રીગેટ્સ ટેકનોલોજી લાઈસન્સ મેળવનાર પ્રથમ કંપની બની

સુરતના બીલીપત્ર જ્વેલ્સે લોન્ચ કર્યું તેનું અનોખું જેમ્સસ્ટોન કલેક્શન ‘રિવાયત’

ડાયમંડના કેન્દ્રમાં - તેની અદભુત જ્વેલરી માટે જાણીતા બીલીપત્ર જ્વેલ્સે રિવાયત નામનું એક અદભુત નવું જેમ્સસ્ટોન કલેક્શન રજૂ કર્યું છે....
Lifestyle 
સુરતના બીલીપત્ર જ્વેલ્સે લોન્ચ કર્યું તેનું અનોખું જેમ્સસ્ટોન કલેક્શન ‘રિવાયત’

રાહુલે એમ કેમ કહ્યું કે- 'મેં ભૂલ કરી, હું OBCને સમજી શક્યો નહીં...'

કોંગ્રેસ પાર્ટીએ રાજધાની દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં OBC ભાગીદારી મહા સંમેલનનું આયોજન કર્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટકના CM ...
National 
રાહુલે એમ કેમ કહ્યું કે- 'મેં ભૂલ કરી, હું OBCને સમજી શક્યો નહીં...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.