શાહરુખ ખાને જે કંપનીમાં 300 કરોડ રૂપિયા લગાવ્યા છે, જાણો તે કરે શું છે

શાહરૂખ ખાન માત્ર બોલિવુડ જ નહીં, પણ ઈન્વેસ્ટમેન્ટની દુનિયાનો પણ કિંગ છે. અને જો તે કોઈ બ્રાન્ડ સાથે જોડાઈ ગયો તો તેની બલ્લે-બલ્લે થઈ જાય છે. એવો જ ફાયદો ફંડ્સ મેનેજ કરતી કંપનીને પણ થયો છે. વાત થઈ રહી છે આશિકા ગ્રુપની, જેમાં શાહરૂખે કો-ઇન્વેસ્ટ કર્યું છે. મતલબ ઘણા લોકોએ સાથે મળીને પૈસા લગાવ્યા છે.

ફાઇનાન્સિયલ એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, આશિકા ગ્રુપ ફંડ્સ મેનેજ કરે છે. પોતાની ફાઈનાન્શિયલ પ્રોડક્ટ પણ લોન્ચ કરે છે. શાહરૂખ આશિકા ગ્રુપમાં પોતાની ફેમિલી ઓફિસના મધ્યમથી રોકાણ કરી રહ્યો છે. આ સિવાય 28 વધુ ફેમિલી ઓફિસો (શાહરુખ ખાન ફેમિલી ઓફિસ) આશિકા ગ્રુપમાં પૈસા લગાવી રહી છે. આશિકા ગ્રુપની બધી ફેમિલી ઓફિસોએ મળીને 1 બિલિયન ડોલર (લગભગ 8600 કરોડ)નું રોકાણ કર્યું છે, એટલે કે સરેરાશ 35 મિલિયન ડોલર (લગભગ 300 કરોડ રૂપિયા).

shah rukh
https://www.facebook.com/IamSRK

 

શું કરે છે આશિકા ગ્રુપ?

આશિકા ગ્રુપ સ્ટોક બ્રોકિંગથી લઈને અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ, ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને ફેમિલી ઓફિસ એડવાઈઝરીનું કામ કરે છે. આ કંપનીમાં પૈસા લગાવનારાઓના પૈસાથી આજ બધા કામ થશે. તેનાથી જે પણ પ્રોફિટ થશે તેનો એક ટકા આશિકા ગ્રુપ પોતાની ફીસ તરીકે લેશે. બાકી બીજા પોર્ટફોલિયો મેનેજર્સ અને હેજ ફંડ્સની તુલનમાં આ ફીસ ખૂબ ઓછી છે. આ ગ્રુપના પ્રમોટર્સ પવન જૈન અને દોલત જૈન છે. ગ્રુપની એક કંપની આશિકા ક્રેડિટ કેપિટલ પણ બજારમાં લિસ્ટેડ છે. તેના શેર 23 જૂન સોમવારે BSE પર 0.8 ટકા ઘટીને 387 પર બંધ થયા હતા.

તો, શાહરૂખ ખાનની ગણતરી પણ બોલિવુડના સૌથી અમીર એક્ટર્સમાં થાય છે. એસ્ક્વાયર્સની ફેબ્રુઆરી 2025ની લિસ્ટ મુજબ, તેમની કુલ નેટવર્થ 876 મિલિયન ડોલર (7549 કરોડ રૂપિયા) છે. શાહરૂખે બોલિવુડ પ્રોડક્શન હાઉસ- ડ્રીમ્સ અનલિમિટેડ અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ, IPL ફ્રેન્ચાઇઝ કોલકાતા નાઈટ રાઇડર્સ અને ગ્લોબલ ઇન્ડોર થીમ પાર્ક કિડજાનિયામાં રોકાણ કર્યું છે. શાહરૂખ ઘણી બ્રાન્ડસનો ચહેરો પણ છે. તેણે ઘણી રિયલ એસ્ટેટ અને એન્ટરટેનમેન્ટ કંપનીઓમાં પણ પૈસાનું રોકાણ કરી રાખ્યું છે.

shah rukh
https://www.facebook.com/IamSRK

 

શાહરૂખનું પોતાનું ઘર મન્નત તો છે જ, તે ઉપરાંત તેની પાસે દુબઈ, લંડન અને અમેરિકામાં પણ પ્રોપર્ટી છે. અલીબાગમાં એક ફાર્મહાઉસ અને દિલ્હીમાં એક આલીશાન ઘર છે. શાહરુખે નુમી એપમાં પણ રોકાણ કરી રાખ્યું છે. આ એપ બધાને વ્યક્તિગત ન્યૂટ્રિશન એડવાઈઝ આપે છે. શાહરુખે હાલમાં જ 10 કરોડ રૂપિયા શ્રી લોટસ ડેવલપર્સમાં રોકાણ કર્યા છે. આ કંપની ફિલ્મ પ્રોડ્યૂસર અને ઉદ્યોગસાહસિક આનંદ પંડિતની કંપની છે. તેમની ફેમિલી ઓફિસે આ વર્ષની શરૂઆતમાં ફ્રીચાર્જના CEO જેસન કોઠારીની મીડિયા ટેક ફર્મ મિથિકીમાં પણ રોકાણ કર્યું હતું.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.