AM/NS Indiaએ CSIR-CRRIની સ્ટીલ સ્લેગ એગ્રીગેટ્સ ટેકનોલોજી લાઈસન્સ મેળવનાર પ્રથમ કંપની બની

હજીરા- સુરત, જુલાઈ 25, 2025 : આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India)એ કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) – સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CRRI) સાથે ભાગીદારી કરી છે, જે ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની દિશામાં પરિવર્તનશીલ નેતૃત્વ કરે છે અને રોડ નિર્માણમાં કુદરતી સ્ત્રોતના બદલે પ્રોસેસ્ડ સ્ટીલ સ્લેગ એગ્રીગેટ્સના ઉપયોગ માટે ટેક્નોલોજી પર ભાર મૂકે છે. AM/NS India દેશમાં એવી પ્રથમ કંપની બની છે જેને CSIR–CRRI તરફથી સ્ટીલ સ્લેગ વેલ્યુરાઇઝેશન ટેક્નોલોજીનો લાયસન્સ મેળવ્યું છે. આ સંસ્થા વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય હેઠળ કાર્યરત રાષ્ટ્રીય સ્તરની અગ્રણી સંસ્થા છે. આ લાયસન્સ AM/NS Indiaને સ્ટીલ સ્લેગ એગ્રીગેટ્સ રોડ નિર્માણ માટે ઉત્પાદન કરવા માટે સત્તાધિકૃત બનાવે છે.

AM/NS Indiaએ ‘Steel Slag Valorization Technology for Development of Processed EAF Steel Slag Aggregates at AM/NS India plant in Hazira for Utilization in Road Construction’ માટે સર્ટિફિકેટ ઓફ લાયસન્સ મેળવ્યું છે, જેનો અર્થ એ છે કે કંપની હજીરા, ગુજરાતમાં આવેલા પોતાના ફ્લેગશિપ પ્લાન્ટમાં CSIR-CRRI દ્વારા વિકસિત ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સ્ટીલ સ્લેગ એગ્રીગેટ્સને વૈજ્ઞાનિક રીતે પ્રોસેસ કરી શકે છે, જેનો ઉપયોગ રોડ બાંધકામમાં થઈ શકે છે.

AM/NS India હાલમાં ‘AM/NS આકાર’ નામના બ્રાન્ડ હેઠળ ખાસ ડિઝાઇન કરેલા સ્લેગનું ઉત્પાદન કરે છે, જે CSIR-CRRIના કડક ટેક્નિકલ માર્ગદર્શિકા, સ્પેસિફિકેશન અને ગુણવત્તા નિયંત્રણના માપદંડોને અનુસરે છે. ટેક્નોલોજી લાઇસન્સ હેઠળ AM/NS India દ્વારા તૈયાર કરવામાં આવતા પ્રોસેસ્ડ સ્ટીલ સ્લેગ એગ્રીગેટ્સ રસ્તા અને હાઈવે બાંધકામમાં ઉપયોગ થતી કુદરતી સામગ્રી કરતાં વધુ મજબૂત અને ઓછા ખર્ચાળ છે. AM/NS India દર વર્ષે આશરે 1.70 મિલિયન ટન સ્ટીલ સ્લેગ ઉત્પન્ન કરે છે, જેને હવે CSIR-CRRIની ટેક્નોલોજી મુજબ પ્રોસેસ કરી શકાય છે.

સતીષ પાંડે, સિનિયર પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ, CSIR-CRRIના અને ટેક્નોલોજીના શોધકર્તાના જણાવ્યાનુસાર, “સ્ટીલ સ્લેગ રોડ ટેક્નોલોજી ભારતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક ગેમ ચેન્જર છે. દેશમાં દર વર્ષે 19 મિલિયન ટનથી વધુ સ્ટીલ સ્લેગ ઉત્પન્ન થાય છે અને પ્રોસેસ વિના સ્ટીલ સ્લેગનો ઉપયોગ કરવાથી તેને આધારીત બાંધકામ સામગ્રીની યાંત્રિક કામગીરી અને દીર્ઘકાળીન સ્થાયિત્વ જોખમમાં આવે છે. આ લાયસન્સ સાથે, AM/NS India કે જેણે હજીરામાં ભારતનો પહેલો ‘ઓલ સ્ટીલ સ્લેગ રોડ’ બનાવવા માટે અમારું સહયોગ મેળવ્યુ છે, તે હવે ખાસ ડિઝાઇન કરેલા પ્રોસેસ્ડ સ્ટીલ સ્લેગ એગ્રીગેટ્સનું ઉત્પાદન, માર્કેટિંગ અથવા વેચાણ, રોડ બાંધકામ માટે કરી શકે છે.”

surat
Khabarchhe.com

રંજન ધર, ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ, સેલ્સ અને માર્કેટિંગ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India)એ જણાવ્યું છે કે, “અમે આ વિશિષ્ટ ટેક્નોલોજી માટે લાયસન્સ મેળવવા માટે ખૂબ ગર્વ અનુભવી રહ્યા છીએ.  આ વિકાસ સર્ક્યુલર ઈકોનોમી પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાનું પુનઃપુષ્ટિકરણ કરે છે અને  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વેસ્ટ ટુ વેલ્થ’ વિઝન સાથે સુસંગત પણ છે. AM/NS Indiaએ દુનિયાનો પહેલો સ્ટીલ સ્લેગ રોડ હજીરામાં સફળતાપૂર્વક બનાવ્યો છે, જેને 'ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ' અને 'એશિયા બુક ઑફ રેકોર્ડ્સ'માં સ્થાન મળ્યું છે.”

વૈજ્ઞાનિક રીતે પ્રોસેસ કરેલા સ્ટીલ સ્લેગ રોડ પારંપરિક બાંધકામ સામગ્રી કરતાં વધુ લાભ આપે છે. સ્ટીલ સ્લેગ રોડ સામાન્ય રીતે 30 થી 40 ટકા વધુ ખર્ચ અસરકારક અને સામાન્ય બીટુમિન રોડ કરતાં ત્રણ ગણો વધુ ટકાઉ હોય છે, જેના કારણે રોડના સમારકામ અને જાળવણીની જરૂરિયાત ઓછી રહે છે. તેની મજબૂતાઈ તેને તટીય વિસ્તારમાંથી લઈ ખડકાળ પ્રદેશો સુધીની વિવિધ પરિસ્થિતિઓ માટે યોગ્ય બનાવે છે.

અનપ્રોસેસ્ડ સ્ટીલ સ્લેગનો સીધો ઉપયોગ રોડ નિર્માણ કરવાની પ્રક્રિયામાં ઘણાં પડકારનું સર્જન કરે છે અને પર્યાવરણીય અસરો પણ ઉભી કરે છે. આ મુદ્દાના સુખદ ઉકેલ માટે, સ્ટીલ મંત્રાલય દ્વારા CSIR-CRRIને સ્ટીલ સ્લેગના રોડ નિર્માણ હેતુ ઉપયોગમાં લેવા અંગે વૈજ્ઞાનિક સંશોધન માટે રાષ્ટ્રીય પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો. જેમાં AM/NS Indiaએ ભાગીદારી કરી હતી. પરિણામે, હજીરામાં CSIR-CRRIના સહયોગથી ભારતનો પહેલો ‘ઓલ સ્ટીલ સ્લેગ રોડ’ બનાવવામાં આવ્યો હતો. જેમાં દરેક લેયરમાં કુદરતી સ્ત્રોતના સ્થાને ખાસ રીતે ડિઝાઈન થયેલા સ્ટીલ સ્લેગ એગ્રીગેટ્સનો ઉપયોગ થયો છે. જેનું ઉદ્ઘાટન માનનીય રામચંદ્ર પ્રસાદ સિંહ, તત્કાલીન કેન્દ્રીય સ્ટીલ મંત્રી દ્વારા વર્ષ 2022માં કરાયું હતું.

તાજેતરમાં જ, વિશ્વનો પહેલો તટીય સ્ટીલ સ્લેગ રોડ હજીરાના એક ખાનગી પોર્ટમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યો છે. વધુમાં, સુરતના ‘NH-53 ડાયમંડ બુર્સ’ રોડમાં પણ ‘AM/NS આકાર’નો ઉપયોગ થયો છે. ભારતની સ્ટીલ ઉત્પાદકો દ્વારા નાણાંકીય વર્ષ 2030-31 સુધીમાં સ્ટીલ ઉત્પાદન ક્ષમતામાં વધારો કરીને 300 મિલિયન ટન સુધી પહોંચવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે, ત્યારે તેની અસર અંતર્ગત નાણાંકીય વર્ષ 2030 સુધીમાં સ્ટીલ સ્લેગના ઉત્પાદનનું પ્રમાણ 60 મિલિયન ટન સુધી પહોંચે તેવો અંદાજ છે. સ્ટીલ મંત્રાલય સ્ટીલ સ્લેગ રોડ ટેક્નોલોજી અપનાવવા માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય તથા માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય સાથે સહયોગ કરી રહ્યું છે, જેથી આ ઔદ્યોગિક બાયપ્રોડક્ટનો વ્યાપક ઉપયોગ કરવાની દિશામાં કામ થઈ શકે. આ પહેલ ભારતના સર્ક્યુલર ઈકોનોમિના ઉદ્દેશને વધુ ગતિ આપશે, જે થકી વર્ષ 2050 સુધીમાં 2 ટ્રિલિયન ડોલરથી વધુનું માર્કેટ ઊભું કરવાની તથા લગભગ 1 કરોડ રોજગારીનું સર્જન થવાની શક્યતા છે.

 

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.