- Education
- NCERT પુસ્તકમાંથી દૂર કરાયા મુઘલો અને દિલ્હી સલ્તનત પરના પ્રકરણ, મહાકુંભને મળ્યું સ્થાન
NCERT પુસ્તકમાંથી દૂર કરાયા મુઘલો અને દિલ્હી સલ્તનત પરના પ્રકરણ, મહાકુંભને મળ્યું સ્થાન

દિલ્હીના NCERT ના નવા પાઠ્યપુસ્તકોમાં, ધોરણ 7 ના પુસ્તકોમાંથી મુઘલો અને દિલ્હી સલ્તનતના પ્રકરણો દૂર કરવામાં આવ્યા છે. આ ફેરફારો હેઠળ, નવા પ્રકરણો ભારતીય રાજવંશો, 'પવિત્ર ભૂગોળ', મહાકુંભ અને સરકારી યોજનાઓ પર જોર આપવામાં આવ્યું છે. આ પગલાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા (NCFSE) 2023 સાથે સુસંગત છે જે ભારતીય પરંપરાઓ, ફિલસૂફી, શિક્ષણ પ્રણાલીઓ અને સ્થાનિક સંદર્ભ પર ભાર મૂકે છે.
NCERT અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પાઠ્યપુસ્તકનો પહેલો ભાગ છે અને બીજો ભાગ આગામી મહિનાઓમાં પ્રકાશિત કરવામાં આવશે. જોકે, તેમણે પુષ્ટિ કરી ન હતી કે અગાઉ દૂર કરાયેલા ભાગો પાછા ઉમેરવામાં આવશે કે નહીં.

મુઘલ અને દિલ્હી સલ્તનત પર આધારિત ભાગો ઘટાડવામાં આવ્યા
કોવિડ-19 મહામારી દરમિયાન 2022-23 માં NCERT એ પહેલા જ મુઘલ અને દિલ્હી સલ્તનત પર આધારિત ભાગો ઘટાડી દીધા હતા, પરંતુ હવે નવા પાઠ્યપુસ્તકમાંથી તેમને સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 'એક્સપ્લોરિંગ સોસાયટી: ઇન્ડિયા એન્ડ બિયોન્ડ' નામના સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તકમાં નવા પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જો પ્રાચીન ભારતીય રાજવંશો જેવા કે મગધ, મૌર્ય, શુંગ અને સાતવાહન પર ધ્યાન કેન્દ્રિત છે.

મહાકુંભનો ઉલ્લેખ
નવા પાઠ્યપુસ્તકમાં 'પવિત્ર ભૂગોળ' નામના પ્રકરણો પણ શામેલ છે, જેમાં ભારતના પવિત્ર સ્થળો અને તીર્થસ્થાનો વિશે વિગતવાર જણાવવામાં આવ્યું છે. તેમાં 12 જ્યોતિર્લિંગ, ચાર ધામ યાત્રા અને શક્તિપીઠોનું વર્ણન કરવામાં આવ્યું છે.
મહાકુંભ , જે આ વર્ષે પ્રયાગરાજમાં યોજાયો હતો, તેને પણ પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે લગભગ 660 મિલિયન એટલે કે 66 કરોડ લોકોએ તેમાં ભાગ લીધો હતો.
સરકારી યોજનાઓને પણ પુસ્તકમાં શામેલ કરવામાં આવી
પાઠ્યપુસ્તકમાં સરકારી યોજનાઓ જેવી કે, 'મેક ઇન ઇન્ડિયા', 'બેટી બચાવો, બેટી પઢાઓ' અને 'અટલ ટનલ'નો પણ ઉલ્લેખ છે. ભારતના બંધારણના એક પ્રકરણમાં સમજાવવામાં આવ્યું છે કે કેવી રીતે 2004 માં સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રધ્વજ ફરકાવવાના અધિકારને નાગરિકોના મૂળભૂત અધિકાર તરીકે સમાવિષ્ટ કર્યો.
અભ્યાસક્રમમાં કરવામાં આવેલા આ ફેરફારોનો વિરોધ પણ વિપક્ષ કરી રહ્યો છે, જ્યાં પુસ્તકોના 'ભગવાકરણ'ના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. NCERT ના ડિરેક્ટર દિનેશ પ્રસાદ સકલાનીએ ગયા વર્ષે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે રમખાણો વિશે શીખવવાથી બાળકો નકારાત્મક બની શકે છે.
Related Posts
Top News
લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ
શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!
'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોકડ નાણાંને ખતરો કેમ ગણાવી રહ્યા છે, આપી ચેતવણી
Opinion
