એમ.ટી.બી.આર્ટ્સ કોલેજે કોલેજમાંથી નિવૃત્ત સારસ્વતોનું સન્માન અને પૂજન કર્યું

એમ.ટી.બી. આર્ટ્સ કોલેજ, સુરતમાં સેન્ટ્રલ હોલમાં 'ગુરુપૂર્ણિમા' ના પાવન પ્રસંગે કોલેજમાંથી નિવૃત્ત 11- સારસ્વતોનું સન્માન-પૂજનનું આયોજન થયું હતું.

કોલેજમાંથી નિવૃત્ત થયેલ મનોવિજ્ઞાન વિભાગના પૂર્વ અધ્યક્ષ, આચાર્ય તથા વીર નર્મદ યુનિ.ના પૂર્વ કુલપતિ ડો. બી.એ. પરીખ તથા પ્રા.ડો. ભારતીબેન વ્યાસ, ઈતિહાસ વિભાગના પૂર્વ અધ્યક્ષ પ્રા. ડો. મોહનભાઈ મેઘાણી, અંગ્રેજી વિભાગના પૂર્વ અધ્યક્ષ તથા એમ.ટી.બી. આર્ટ્સ કોલેજના પૂર્વ આચાર્ય ડો. ઘનશ્યામ સનાઢયા તથા પ્રા.ડો. સ્વાતિ મહેતા, ગુજરાતી વિભાગના પૂર્વ અધ્યક્ષઓ પ્રા.ગીતાબેન કિકાણી, ડો. વિજય શાસ્ત્રી, ડો. શરીફા વીજળીવાળા, ડો. રેખા ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતાં. આ સર્વ પૂજનીય ગુરુજનોનું કોલેજના વર્તમાન સમયના અધ્યાપકઓએ શાલ ઓઢાડી, વંદન કરી સન્માન કર્યુ હતું.

surat
Khabarchhe.com

કોલેજના ઈ.ચા. આચાર્ય ડો.રુદ્રેશભાઈ વ્યાસે સર્વ પૂજય ગુરુજનોને ઉમળકાથી આવકારી, ભારતીય સંસ્કૃતિમાં ગુરુ-શિષ્ય પરંપરાનું મહાત્મ્ય સદ્રષ્ટાંત દર્શાવ્યું હતું.
આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થિની કુ. રાજલક્ષ્મીએ 'પ્રાર્થના ગાન' અને કોલેજના મનોવિજ્ઞાન વિભાગના સંશોધનાર્થી દિવ્યેશ એ.પટેલે મધુર સૂરમાં 'ગુરુવંદના'નું ભાવગીત રજૂ કર્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ પ્રા. ડો. ભાવનાબહેન ચાંપાનેરીએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન કોલેજના પૂર્વ વિદ્યાર્થિની રશ્મિ ઝા એ કર્યું હતું. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. એમ.ટી.બી. આર્ટ્સ કોલેજ પરિવારના સર્વ સભ્યઓની સક્રિયતાથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.