BLO કે જે SIRના કામથી કંટાળી ગયા છે, તેમની પાસે કેટલું કામ છે? જાણો તેમને દર મહિને કેટલા પૈસા વધારાના મળે છે

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા 12 રાજ્યોમાં ચાલી રહી છે. આ દરમિયાન, રાજસ્થાન અને કેરળમાં બે BLOએ આત્મહત્યા કરી હોવાના અહેવાલો આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં, એક BLOનું પણ મગજના સ્ટ્રોકથી મૃત્યુ થયું હતું, અને હવે તેના પરિવારનું કહેવું છે કે તે ભારે કામના ભારણને કારણે માનસિક તણાવમાં હતી. BLOના કામના દબાણની હવે વ્યાપક ચર્ચા થઈ રહી છે. તો, ચાલો આપણે જાણીએ કે આ SIR પ્રક્રિયામાં BLOને કેટલું કામ કરવાનું છે અને તેઓએ શું કામ કરવાનું છે...

BLOની પાસે કેટલું કામ છે તે શોધતા પહેલા, ચાલો એક નજર કરીએ કે SIR પ્રક્રિયા દરમિયાન BLO કેટલા મતદારો માટે જવાબદાર છે અને BLOને કેટલા લોકો માટે કામ કરવા પડે છે. એક ભૂતપૂર્વ નાયબ મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, દરેક બૂથ પર એક BLO હોય છે. દરેક બૂથ પર જેટલા મતદારો છે તેટલા મતદારો માટે BLO જવાબદાર છે. ઘણા બૂથ પર 600 જેટલા ઓછા મતદારો છે, જ્યારે કેટલાકમાં 1,000 જેટલા પણ મતદારો હોય છે. ચૂંટણી પંચના મતે, એક બૂથ પર હવે મહત્તમ 1,200 મતદારો સમાવી શકાય છે.

BLO-Honorarium2
samastipurtown.com

એવું કહી શકાય કે કોઈપણ BLO પાસે વધારેમાં વધારે 1,200 મતદારોની જવાબદારી છે. જો કે, કેટલાક અહેવાલો સૂચવે છે કે, ભારતમાં સરેરાશ, એક BLO પાસે 970 મતદારો છે, અને ચૂંટણી પંચ આ સરેરાશ ઘટાડવા માટે બૂથની સંખ્યા વધારવાની તૈયારી કરી રહ્યું છે.

BLOને સામાન્ય રીતે એક બૂથની કામગીરી સોંપવામાં આવે છે અને તેમને તે વિસ્તારની મતદાર યાદી આપવામાં આવે છે. ત્યારપછી તેઓ સમયાંતરે યાદીને અપડેટ કરતા રહે છે, કે કોણ તેના વિસ્તારમાં નવા રહેવા આવ્યા છે, કોણ ત્યાંથી બીજા સ્થળે રહેવા ગયા છે, મૃત્યુ પામેલા લોકો, બીજા શહેરમાં રહેવા ગયેલા અથવા કોઈ બાળકો 18 વર્ષના થઈ ગયેલા હોય તેની ઓળખ કરી શકાય. કોઈ પણ સરકારી કર્મચારીને BLO તરીકે નિયુક્ત કરવામાં આવે છે, અને તેમની નિમણૂક જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા નક્કી કરવામાં આવે છે.

BLO-Honorarium1
amarujala.com

SIRના કામ કાજ વિશે વાત કરીએ તો, હાલમાં SIR પ્રક્રિયા પર કામ કરતા એક BLOએ સમજાવ્યું કે, દરેકને ચૂંટણી પંચ તરફથી છાપેલ ગણતરી ફોર્મ મળે છે. આ ફોર્મ દરેક મતવિસ્તારમાં એક નિયુક્ત સ્થળે પહોંચે છે, જ્યાં BLO તેમને એકત્રિત કરે છે. ત્યારપછી BLO તેમને દરેક ઘરમાં વહેંચે છે અને ખાલી જગ્યાઓમાં માહિતી લખે છે. BLOએ સમજાવ્યું કે ઘણા મતદારો ફોર્મ જાતે ભરે છે, તેમના ફોટા જોડે છે, અને 2002ની મતદાન યાદીમાં તેમના જૂના નામો પણ શોધે છે. જો કે, કેટલાક આમ કરી શકતા નથી. આવા કિસ્સાઓમાં, તેમને ફોર્મ ભરવામાં સહાયની જરૂર હોય છે.

આ ફોર્મ એકત્રિત કર્યા પછી, ડેટા ઓનલાઈન પ્લેટફોર્મમાં દાખલ કરવો આવશ્યક છે, જેમાં માતાપિતાના નામથી લઈને ફોર્મની સ્કેન કરેલી નકલ સુધીનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે આ કામકાજમાં મદદ કરવા માટે વધારાના સ્ટાફ નિયુક્ત કર્યા છે, જેથી BLO પર વધુ પડતું કામ ન પડે. જો કે, જ્યારે આ સ્ટાફ પર પણ વધુ પડતું કામ હોય છે, ત્યારે BLOને આ કામ કરવું પડે છે, જેના કારણે પ્રક્રિયા ઘણી લાંબી બને છે.

BLOએ જણાવ્યું કે આ ઝુંબેશ 4 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. બધા BLO4 ડિસેમ્બર સુધીમાં બધા મતદાર ફોર્મ ભરવાના રહેશે, આ પ્રક્રિયા 4 નવેમ્બરથી શરૂ થઈ હતી. આનો અર્થ એ કે BLO પાસે લગભગ એક મહિનાનો સમય છે. આ પછી, એક ડ્રાફ્ટ યાદી બહાર પાડવામાં આવશે, અને જેમના નામ રહી ગયા હોય અથવા તેમાં કંઇક અપડેટ કરવાની જરૂર છે, તેમના માટે પ્રક્રિયા શરૂ થશે. અંતિમ મતદાન યાદી 7 ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવશે.

BLO-Honorarium3
thehindu.com

શું BLOsને ચૂંટણી પંચના કામ સિવાય અન્ય કોઈ કામ કરવાની જરૂર છે? જવાબમાં, BLOsએ જણાવ્યું કે તેઓ હાલમાં સરકાર માટે કામ કરી રહ્યા નથી અને ફક્ત ચૂંટણી પંચના કામમાં જ રોકાયેલા છે.

BLOsએ જણાવ્યું કે, તેઓને તેમના આ SIRના કામ માટે કોઈ વધારાના પૈસા નથી મળી રહ્યા. તેઓ આ હેતુ માટે સરકાર તરફથી જે માનદ વેતન મળે છે તે લઇ રહ્યા છે. હાલમાં, તેઓને દર વર્ષે ફક્ત રૂ. 6,000 અથવા દર મહિને રૂ. 500 જ મળતા હતા, જેમાં ચૂંટણી પંચે તાજેતરમાં જ વધારો કરીને 12000 રૂપિયા કર્યા છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.