પિતા પોલીસ અધિકારી, પુત્રી બની IAS; સ્મૃતિ મિશ્રા દેશમાં ચોથા ક્રમે આવી

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ મંગળવારે સિવિલ સર્વિસીસ 2022 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. બરેલીમાં તૈનાત CO સેકન્ડ રાજકુમાર મિશ્રાની પુત્રી સ્મૃતિ મિશ્રાએ દેશમાં ચોથો રેન્ક મેળવ્યો છે. સ્મૃતિના IAS બનવાના સમાચાર મળતાં પિતા રાજકુમાર મિશ્રા ખુશીથી ઉછળી પડ્યા હતા. પુત્રીની સફળતા બદલ પોલીસ વિભાગના અધિકારીઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમના પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.

રાજકુમાર મિશ્રા, લગભગ બે વર્ષથી બરેલીમાં CO સેકન્ડ પદ પર સેવા બજાવે છે, તે મૂળ પ્રયાગરાજના છે. તેમની પુત્રી સ્મૃતિ મિશ્રા તેની માતા અનિતા મિશ્રા સાથે દિલ્હીમાં રહે છે. સ્મૃતિ મિશ્રાના ભાઈ લોકેશ મિશ્રા સુપ્રીમ કોર્ટમાં વકીલ છે.

સ્મૃતિ મિશ્રા હાલમાં દિલ્હીથી કાયદાનો અભ્યાસ કરી રહી છે. તેણે 12મા સુધીનો અભ્યાસ આગ્રાથી કર્યો હતો. ત્રીજા પ્રયાસમાં તેને સફળતા મળી. રાજકુમાર મિશ્રાને મંગળવારે બપોરે ફોન પર તેમની પુત્રીએ IAS બનવાની જાણકારી આપી હતી. દીકરીની સફળતાથી તેમનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો.

રાજકુમાર મિશ્રાએ જણાવ્યું કે, સ્મૃતિએ દસમા પછી જ નિર્ણય લીધો હતો કે તેણે IAS બનવું છે. દીકરીએ મહેનત અને લગનથી અભ્યાસ કર્યો, જેનું પરિણામ આજે સામે છે. એક પિતા માટે આનાથી મોટી કોઈ ખુશી ન હોઈ શકે. તેને તેની પુત્રી પર ગર્વ છે.

UPSCમાં ચોથો રેન્ક મેળવનાર સ્મૃતિ મિશ્રાએ એક વીડિયો બહાર પડ્યો છે. વીડિયોમાં તેણે જણાવ્યું છે કે, તેણે ત્રીજા પ્રયાસમાં આ પરીક્ષા પાસ કરી છે અને આ મારો પહેલો ઈન્ટરવ્યૂ હતો. તેણે કહ્યું કે, તેણે મેન્સની તૈયારીમાં ખૂબ મહેનત કરી હતી. મારો ઈન્ટરવ્યુ બહુ સારો ગયો. ઘણી સમસ્યાઓ પૂછવામાં આવી હતી. મારી પેનલ ઘણી સારી હતી, જેણે મારો ઈન્ટરવ્યુ લીધો હતો. સ્મૃતિ મિશ્રાએ 12મા ધોરણ સુધીનો અભ્યાસ આગ્રાથી કર્યો હતો. આ પછી દિલ્હીથી B.Sc. હવે દિલ્હીથી જ કાયદાનો અભ્યાસ કરી રહી છે. સ્મૃતિ મિશ્રા તેના પિતા અને માતાને કહેતી હતી કે, તે IAS બનવા માંગે છે. આ માટે તે સાતથી આઠ કલાક નિયમિત અભ્યાસ કરતી હતી.

UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષાના અંતિમ પરિણામમાં કુલ 933 ઉમેદવારોની નિમણૂક માટે પસંદગી કરવામાં આવી છે. તેમાંથી 345 ઉમેદવારો બિનઅનામત છે, 99 EWSમાંથી, 263 OBCમાંથી, 154 SC અને 72 ST કેટેગરીના છે.

IAS પદ માટે પસંદગી માટે 180 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 178 ઉમેદવારોની અનામત યાદી પણ તૈયાર કરવામાં આવી છે.

About The Author

Top News

નિફ્ટી 21000 સુધી ઘટી શકે છે... ક્રૂડ ઓઇલના ઊંચા ભાવના કારણે માર્કેટ પર પ્રેશર, Emkayએ આપી ચેતવણી

ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી ઘણી વધારે અસ્થિરતા જોવા મળી રહી છે. બજારની આ અસ્થિરતા વચ્ચે, બ્રોકરેજ ફર્મ Emkay ...
Business 
નિફ્ટી 21000 સુધી ઘટી શકે છે... ક્રૂડ ઓઇલના ઊંચા ભાવના કારણે માર્કેટ પર પ્રેશર, Emkayએ આપી ચેતવણી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-03-2026    વાર - બુધવાર    મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

દરેક ઈંડા પર લખવી પડશે એક્સપાયરી ડેટ, યોગી સરકાર કડક નિયમો લાગૂ કરવા જઇ રહી છે

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જે હેઠળ ઈંડા ઉત્પાદકોએ આગામી 1 એપ્રિલથી દરેક ઈંડા...
National 
દરેક ઈંડા પર લખવી પડશે એક્સપાયરી ડેટ, યોગી સરકાર કડક નિયમો લાગૂ કરવા જઇ રહી છે

BJPએ એવું તે કયું કયું બિલ રજૂ કર્યું કે ઉદ્ધવ ઠાકરે તેનું સમર્થન કરવા તૈયાર થઇ ગયા; પણ ઓવૈસી નારાજ થઇ ગયા

મહારાષ્ટ્રના રાજકારણમાં ધર્મ પરિવર્તન અંગે ચર્ચા તેજ બની છે. ઉદ્ધવ ઠાકરેએ રાજ્ય વિધાનસભામાં રજૂ કરાયેલા મહારાષ્ટ્ર ધર્મ સ્વતંત્રતા બિલ 2026...
National 
BJPએ એવું તે કયું કયું બિલ રજૂ કર્યું કે ઉદ્ધવ ઠાકરે તેનું સમર્થન કરવા તૈયાર થઇ ગયા; પણ ઓવૈસી નારાજ થઇ ગયા

Opinion

એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે... એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
(ઉત્કર્ષ પટેલ) આપણા ગુજરાતમાં એક સમયે હતો કે સાબરમતીનું પાણી ટ્રેનમાં ભરીને સૌરાષ્ટ્ર પહોંચાડવું પડતું. 1986માં જ્યારે સૌરાષ્ટ્ર પર અવિરત...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
પરાક્રમસિંહ જાડેજા: સાહસથી સિદ્ધિ અને સિદ્ધિથી #makeinindia નું ગૌરવ
Copyright (c) Khabarchhe All Rights Reserved.