4 ખેડૂત ભાઈઓએ શાળા માટે દાન કરી દીધી 30 લાખ રૂપિયાની કિંમતવાળી જમીન

તમે દાનવીર કર્ણનું નામ સાંભળ્યું હશે. પરંતુ કળયુગમાં ભાગલપુરના ચાર ખેડૂત ભાઈઓ પણ કર્ણથી ઓછા નથી. માત્ર નાનકડી જગ્યા છોડીને 30 લાખની કિંમતવાળી જમીન શાળાના નિર્માણ માટે દાન આપી દીધી. હવે ગ્રામજનો ત્યાં શાળા નિર્માણ કાર્ય કરી રહ્યા છે. એવામાં શિક્ષણનો અલખ જગાડવા માટે આ ભાઇઓના ચારેય તરફ વખાણ થઈ રહ્યા છે. તેઓ નવગછિયાના રંગરા પેટાવિભાગના રહેવાસી છે. ચારેય ખેડૂત છે. બધાએ જમીન શાળા માટે દાન આપી દીધી જેથી શાળાનું નિર્માણ થઈ શકે. હવે ગ્રામજનો ફંડ ભેગું કરીને શાળાનું નિર્માણ કાર્ય કરી રહ્યા છે.

ભાગલપુરના નવગાછિયા પેટાવિભાગ અંતર્ગત બેસી ગામમાં એક પ્રાથમિક શકાય છે જે નદીની બીજી તરફ છે. આ શાળામાં જવામાં બાળકોને પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત બાળકો નદીમાં ડૂબી ચૂક્યા છે. તેને લઈને પરિવારજનો પણ બાળકોને શાળામાં મોકલતા ખચકાય છે. તેને જોતા વર્ષ 2013માં જ બૈસિના રણજીત રાય, જગદેવ રાય, બાલદેવ રાય અને વિવેકાનંદ રાયે પોતાની જમીન દાનમાં આપી દીધી હતી. ત્યારબાદ હવે ગ્રામજનો સરકારી ચક્કર લગાવતા રહ્યા, પરંતુ શાળાનું નિર્માણ ન થઈ શક્યું. અંતે હવે ગ્રામજનો ફંડ એકત્ર કરીને શાળાનું નિર્માણ કરાવવાની પહેલ કરી રહ્યા છે.

હાલમાં વાંસ અને ટિનનો શેડ નાખવામાં આવ્યો છે. ઈંટો પણ ખરીદી દેવામાં આવી છે. જમીન દાન કરનારા બાલદેવ રાયે જણાવ્યું કે, તેમણે જમીન દાન કરી છે, જેની કિંમત અત્યારે 30 લાખ છે. અમારા રહેવા માટે માત્ર થોડી જમીન છે. બાળકો ગામમાં આમ તેમ ફરે છે. ત્યારબાદ અમે ચાર ભાઈઓએ જમીન દાનમાં આપી દીધી. જેથી અહીના બાળકો ભણી શકે. બાજુમાં નદી છે. બાળકોને પરેશાન જોઈને જમીન દાનમાં આપી દીધી. અમે લોકો ફંડ ભેગું કરીને શાળાનું નિર્માણ કરવી રહ્યા છીએ.

તો વિદ્યાર્થી ભાવેશે જણાવ્યું કે, જહાંગીર બૈસી શાળામાં છે. ગામથી જવામાં મુશ્કેલી થાય છે. બાજુમાં નદી છે જેના કારણે અમને પરેશાની થાય છે. વરસાદના સમયમાં શાળાએ પહોંચી શક્યતા નથી. ગામના ઘણા બાળકો ડૂબવાથી મોત થયા છે. અત્યારે શાળાનું નિર્માણ ફંડથી થઈ રહ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય કુમારે કહ્યું કે, કેટલીક જગ્યાઓ પર લોકો પોતાની જમીન પર શાળાનું નિર્માણ કરાવે છે. નવગાછિયાની શાળા માટે અમે લોકો વિભાગ સ્તરથી પણ રાશિ ઉપલબ્ધ કરાવીશું. શાળાનું નિર્માણ પણ કારવીશું. જનપ્રતિનિધિઓને પણ આગ્રહ કર્યો છે. પોતાના ક્ષેત્રમાં કેટલીક શાળાઓને દત્તક લે કેમ કે તેમની પાસે સંસાધન રહે છે. સારો અભ્યાસ થઈ શકે.

Top News

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Business 
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.