આ કંપની દૂધ વગર હવામાંથી માખણ બનાવે છે, શું છે ફોર્મ્યુલા? બિલ ગેટ્સનું સમર્થન

On

તમે સફેદ માખણ અને પીળા માખણ વિશે ઘણું સાંભળ્યું હશે, પરંતુ હવે બજારમાં એવું માખણ આવવાનું છે, જે હવામાંથી બનાવવામાં આવશે. આ માખણ હવામાંથી બનાવવામાં આવશે અને તેને બનાવવામાં દૂધ નહીં, પરંતુ હવાનો ઉપયોગ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે, જે કંપનીએ આ ખાસ માખણ બનાવવાનો દાવો કર્યો છે, તેનું કનેક્શન વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક બિલ ગેટ્સ સાથે પણ છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે, આ કંપની કયા ફોર્મ્યુલાથી હવામાંથી માખણ બનાવવા જઈ રહી છે અને તેનું બિલ ગેસ્ટ સાથે શું જોડાણ છે.

આ દાવો કેલિફોર્નિયાની સેવર નામની કંપનીએ કર્યો છે. આ એક સ્ટાર્ટઅપ છે અને કંપની દાવો કરે છે કે તે ડેરી ફ્રી બટર બનાવી રહી છે, જેનો સ્વાદ અસલ માખણ જેવો જ છે. આ કંપનીએ દૂધ અને ડેરી ઉત્પાદનો વિના આઈસ્ક્રીમ, ચીઝ વગેરેનો વિકલ્પ બનાવ્યો છે અને હવે તેમાં માખણનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કંપની હવે ડેરી ઉત્પાદનો વિના માખણ બનાવવાનો દાવો કરી રહી છે અને તેનો સ્વાદ અસલ માખણ જેવો જ હશે.

તમે પણ વિચારી રહ્યા હશો કે આ કેવી રીતે શક્ય બનશે, તો ચાલો જાણીએ કેવી રીતે કંપની દૂધ વગર બટર બનાવી રહી છે. આ માખણ બનાવવા માટે કંપની થર્મોકેમિકલ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે, જેના દ્વારા કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને ઓક્સિજનને જોડીને માખણ બનાવી શકાય છે. એટલે કે, તેને બનાવવામાં ફક્ત તે જ ઘટકોનો સમાવેશ કરવામાં આવશે, જે હવામાં મળી શકે છે. કંપની માત્ર અસલ સ્વાદ સાથે માખણ જ બનાવતી નથી, પરંતુ તે પર્યાવરણીય દૃષ્ટિકોણથી પણ ખૂબ ફાયદાકારક છે.

કંપનીના જણાવ્યા અનુસાર, તેમના ઉત્પાદનોમાં ડેરી-આધારિત માખણ કરતાં ઘણી ઓછી કાર્બન ફૂટપ્રિન્ટ હશે, જે માત્ર 0.8 ગ્રામ પ્રતિ કિલોગ્રામ છે. તેનાથી વિપરીત, 80 ટકા ચરબીવાળા એક કિલોગ્રામ અનસોલ્ટેડ બટરમાં 16.9 કિલોગ્રામની ફૂટપ્રિન્ટ હોય છે.

આ બટરને માર્કેટમાં લોન્ચ કરવા અંગે કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ કેથલીન એલેક્ઝાન્ડર કહે છે કે, હજુ તેનું વેચાણ શરૂ કરવામાં આવ્યું નથી અને તેને વેચવાની મંજૂરી મેળવવાના તબક્કામાં છે. અત્યારે અમે તેને 2025 સુધી વેચવાની આશા નથી રાખી રહ્યા અને તે પછી જ તે માર્કેટમાં આવી શકશે. હવે તેના ટેસ્ટ વગેરેને લઈને એક પેનલ બનાવવામાં આવી છે, જે તેના પર કામ કરી રહી છે. આવી સ્થિતિમાં અત્યારે બજારમાં આવવાની આશા નથી.

બિલ ગેટ્સ સાથેના જોડાણની વાત કરીએ તો, આ સ્ટાર્ટઅપને બિલ ગેટ્સનો સપોર્ટ છે અને બિલ ગેટ્સે પણ આ વિચારને સમર્થન આપ્યું છે. બિલ ગેટ્સનું કહેવું છે કે, લેબમાં બનેલી ચરબી અને તેલ પર સ્વિચ કરવું પહેલા થોડું વિચિત્ર લાગે છે, પરંતુ તેનાથી મોટા પ્રમાણમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડી શકાય છે. કેટલીક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આપણે પર્યાવરણ પ્રત્યેના આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકીએ છીએ. આના કારણે ગ્રીનહાઉસ ગેસ છોડવામાં આવશે નહીં અને ન તો ખેતીની જમીનનો ઉપયોગ થશે અને પાણીનો વપરાશ પણ ઓછો થશે.

Top News

મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

રાજસ્થાનના ઉદયપુરના પૂર્વ રાજ પરિવારના સભ્ય અને મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ મેવાડનું 16 માર્ચ, રવિવારે નિધન થયું છે. તેમની...
National 
મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે, ચૂંટણી પંચે મતદાર યાદીમાં ગેરરીતિઓના આરોપોનો કાયમી અને વૈજ્ઞાનિક ઉકેલ શોધવાનો...
National 
શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ હિન્દુઓ ખુબ મોટી સંખ્યામાં રહે છે. જેના કારણે હિન્દુ તહેવારો નિમિત્તે ત્યાંથી વીડિયો આવતા રહે...
World 
પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

PM નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન વચ્ચેની વાતચીતના પોડકાસ્ટમાં PM મોદીએ ઘણા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી....
National 
હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.