અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

શિક્ષણ દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે, શિક્ષણ દરેક વ્યક્તિના  ઘડતરનો પાયો છે, શિક્ષણ થકી જ વ્યક્તિ પોતાના જીવનમાં પ્રગતિ કરે છે. તો તેના માટે સરકાર મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. સારું અને હાઇક્વાલિટીનું શિક્ષણ મળે તેની જવાબદારી શિક્ષકોના માથે તો હોય જ છે, પરંતુ સરકારે પણ તેની પાછળ ઘણા પાસા પર ધ્યાન આપવું પડે, કે સરકારી શાળાઓમાં ક્યાં કમી રહી જાયા છે. સરકારી શાળાઓ ખાનગી શાળાઓ જેટલું પ્રદર્શન કેમ કરી શકતી નથી? તેણે વધુ સરકારી શાળા ખોલવાની જરૂર છે કે પછી વધુ શિક્ષકોની? અંગ્રેજી માધ્યમ કે ગુજરાતી માધ્યમની કેટલી નવી શકાઓ ઊભી કરવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે એ તમામ તમામ મુદ્દાઓ પર સરકારે ધ્યાન આપવું પડે, પરંતુ ગુજરાતનું શિક્ષણ વિભાગ રાજ્યની ખાનગી શાળાઓ પર મહેરબાન થયું હોય તેમ લાગી રહ્યું છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓનો રાફડો ફાટી નીકળ્યો છે. રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળતા ઠેર-ઠેર અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓ ખૂલી રહી છે અને તેની સામે અંગ્રેજી માધ્યમની એક પણ સરકારી શાળાને મંજૂરી આપવામાં આવી નથી, જેથી અનેક સવાલ થાય છે.

school1
deshgujarat.com

ગુજરાતમાં અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાએને લઈને આંતરિક સવાલોની લિસ્ટમાં વિગત બહાર આવી છે તે મુજબ ગુજરાતમાં તાજેતરમાં 135 અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓ છે, જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની એકપણ સરકારી શાળા આવેલ નથી. વર્ષ 2020-23 દરમિયાન અંગ્રેજી માધ્યમની 51 પ્રાથમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી હતી. અંગ્રેજી માધ્યમની શાળાઓને લાઇન એવી માહિતી મળી રહી છે કે છેલ્લા 3 વર્ષમાં અંગ્રેજી માધ્યમની એકપણ સરકારી શાળાની મંજૂરી આપવામાં આવી નથી. તો રાજ્ય સરકાર કેમ અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ મામલે નિરસ વલણ રાખી રહી છે?

સામાન્ય રીતે અગાઉ લોકોના મનમાં સરકારી શાળાઓને લઈને એક એવી છાપ પડી ગઈ હતી. જેમાં જૂના રૂમ, બગડેલી હાલતમાં પડેલા પંખા, તૂટેલી બેન્ચ અને શિક્ષકોમાં પણ ગેરશિસ્ત અને અનિયમિતતા જોવા મળતી હતી, પરંતુ છેલ્લા 9 વર્ષમાં સરકારી શાળાઓની છબી બદલાય છે અને સરકારી શાળાઓની કાયાપલટ થઈ ગઈ છે.

school
educationworld.in

મીડિયા રીપોર્ટ મુજબ છેલ્લા ઘણા સમયથી ખાનગી શાળાઓ છોડી વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં પ્રવેશ લઈ રહ્યા છે. સરકારી શાળાઓની કાયાપલટ થતાં તે સ્માર્ટ સ્કૂલો બની ગઈ છે અને એટલે જ રાજકોટ તેમજ સુરતમાં વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી રહ્યા છે. રાજકોટમાં ખાનગીશાળામાંથી 2,339 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ લીધો હતો. જ્યારે તાજેતરમાં સુરતમાં પણ અનેક લોકો સરકારી શાળામાં એડમિશન લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા જોવા મળ્યા હતા.

અંગ્રેજી માધ્યમની શાળાઓમાં જંગી ફી વસૂલવામાં આવતી હોય છે અને  તેમાં પણ શિક્ષણ સિવાય બિનજરૂરી પ્રવૃત્તિઓ કરવવામાં આવતી હોવાથી વાલીઓ હતાશ થઈને હવે સરકારી શાળાઓ તરફ વળ્યા છે. સરકારી શાળાઓમાં દરેક બાળક સારું ભણે એવા આશય સાથે ગુણવત્તાયુક્ત ફ્રી શિક્ષણ આપવામાં આવે છે તેમજ સરકાર અભ્યાસલક્ષી કાર્યક્રમો કરે છે. અને એટલે જ સરકારી શાળાઓ વિદ્યાર્થીઓ સાથે વાલીઓને આકર્ષી રહી છે. એ છતા રાજ્ય સરકાર અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ ખોલવામાં નિરસ વલણ અપનાવી રહી છે. શું સરકારને અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલવામાં જરાય રસ નથી? શું સરકારને બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણીને આગળ વધે, ગુજરાતનું ગૌરવ વધારે એ નથી ગમતું?

About The Author

Top News

'શું તમે ભારતીય છો? તો બહાર નીકળો!' વિયેતનામમાં થઈ રહ્યો છે દુર્વ્યવહાર

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીયોમાં વિદેશ પ્રવાસનું વલણ નોંધપાત્ર રીતે વધ્યું છે. લોકો દુબઈથી લઈને બાલી સુધી અસંખ્ય યાત્રાઓ કરી રહ્યા...
Travel 
'શું તમે ભારતીય છો? તો બહાર નીકળો!' વિયેતનામમાં થઈ રહ્યો છે દુર્વ્યવહાર

AI ડીપફેકથી કંટાળીને ગૌતમ ગંભીર પહોંચ્યા દિલ્હી હાઈકોર્ટ, આ મોટી કંપનીઓને ઘેરી

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ અને ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા ગૌતમ ગંભીરે પોતાની ઓળખના કથિત દુરુપયોગને લઈને દિલ્હી હાઈકોર્ટનો દરવાજો...
Sports 
AI ડીપફેકથી કંટાળીને ગૌતમ ગંભીર પહોંચ્યા દિલ્હી હાઈકોર્ટ, આ મોટી કંપનીઓને ઘેરી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-03-2026 વાર- શુક્રવાર મેષ -  પાણીજન્ય રોગમાં ધ્યાન રાખવું,  બચતની ચિંતા છોડી પુષ્કળ ભક્તિમાં આજે હનુમાનજીને મીઠી વસ્તુ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રેમ, લગ્ન અને વિદેશમાં સ્થાયી થવાની લાલચ... વકીલને કંગાળ કરી નાંખ્યા

સાયબર ક્રાઇમના કેસ સતત વધી રહ્યા છે, અને છેતરપિંડી કરનારાઓ હવે લોકોને ફસાવવા માટે નવી નવી પદ્ધતિઓનો ઉપયોગ કરી...
Gujarat 
પ્રેમ, લગ્ન અને વિદેશમાં સ્થાયી થવાની લાલચ... વકીલને કંગાળ કરી નાંખ્યા

Opinion

કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક
(ઉત્કર્ષ પટેલ) સુરત ભારતનું ટેક્સટાઇલ કેપિટલ અહીં અનેક ઉદ્યોગપતિઓએ પોતાની મહેનત અને દૂરંદેશીથી વિશ્વમાં નામના મેળવી છે. આવા જ સફળ...
છેવાડાના આદિવાસી ગામડાઓ: વિકાસના દીવા તળે અંધારું જ્યાં દીવો પ્રગટાવવો જરૂરી છે
શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
Copyright (c) Khabarchhe All Rights Reserved.