વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2024ની યાદી જાહેર, 10માંથી 8 સંસ્થા USની અને ભારત...

ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કીંગ 2024ની યાદી 11 વિષયો માટે જારી કરવામાં આવી છે. જેમાં આર્ટ્સ એન્ડ હ્યુમિનિટીઝ, બિઝનેસ એન્ડ ઇકોનોમિક્સ, ક્લિનિકલ એન્ડ હેલ્થ, કમ્પ્યુટર વિજ્ઞાન, શિક્ષણ, એન્જિનિયરિંગ, કાયદો, જીવન વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, મનોવિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનો સમાવેશ થાય છે. તમને એ જાણવામાં રસ પડશે કે આ યાદીમાં ભારતની કોઇ યુનિવર્સિટીનું નામ છે કે નહીં. પરંતુ 11 વિષયો વાળી આ યાદીમાં ભારતનું નામ ક્યાંય નથી.

આજે જાહેર કરવામાં આવેલી ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2024ના ડેટા અનુસાર, વિશ્વભરની યુનિવર્સિટીઓ વિવિધ વિષયોમાં સારું પ્રદર્શન કરી રહી છે, તેમ છતાં તેઓ રેન્કિંગમાં UK અને US સંસ્થાઓ કરતાં ઘણી પાછળ છે. 11 વિષયો માટે જાહેર થનારી ટોચના 10 દેશોની યાદીમાં ઓસ્ટ્રેલિયા, ચીન અને સિંગાપોર, કેનેડા, સ્વિટ્ઝર્લેન્ડ, હોંગકોંગ, યુકે અને અમેરિકા સામેલ છે.

આપણે વિષય વાઇઝ નંબર વન સંસ્થાની યાદી જોઇએ તો આર્ટસ એન્ડ હ્યુમિનિટીઝમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી- અમેરિકા, બિઝનેસ એન્ડ ઇકોનોમિક્સમાં મેસાચુસેટ્સ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી- અમેરિકા, ક્લિનિકલ એન્ડ હેલ્થ ઓક્સફોર્ડ યુનિવર્સિટી- UK, કમ્પયુટર સાયન્સ ઓક્સફોર્ડ યુનિવર્સિટી- UK, શિક્ષણમાં યુનિવર્સિટી ઓફ કેલિર્ફોનિયા, એન્જીનિયરીંગ હાર્વડ યુનિવર્સિટી, કાયદો હાવર્ડ યુનિવર્સિટી, લાઇફ સાયન્સ હાવર્ડ યુનિવર્સિટી, ભૌતિક વિજ્ઞાન કેલિર્ફોનિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી, સાયકોલોજી સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, સોશિયલ સાયન્સ સ્ટેનફોર્ડ યુનિવર્સટી. શિક્ષણથી શરૂ કરીને સોશિલ સાયન્સ સુધીની બધી યુનિવર્સિટી અમેરિકામાં છે.

2024ની આ રેન્કિંગ લિસ્ટમાં પાંચ દેશ અમેરિકા, બ્રિટન, હોંગકોંગ, ચીન અને કેનેડા છેલ્લા ત્રણ વર્ષથી ટોપ 10માં છે, જ્યારે ઓસ્ટ્રિયા, બ્રાઝિલ, રશિયા, દક્ષિણ આફ્રિકા, સ્પેન અને તુર્કી 6 નવા દેશ ટોચની 100 સંસ્થાઓની યાદીમાં સામેલ થયા છે.

જો કે QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કીંગમાં IIM બેંગ્લોરના MBA પ્રોગ્રામને વિશ્વના ટોપ 48માં સ્થાન આપવામાં આવ્યું છે. ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી MBA અને બિઝનેસ માસ્ટર્સ રેન્કિંગ્સ 2024 બુધવારે લંડનમાં બહાર પાડવામાં આવી હતી. જેમાં IIM બેંગ્લોરે IIM અમદાવાદને પાછળ છોડીને એશિયામાં પરફોર્મન્સ, ઈન્વેસ્ટમેન્ટ અને રિટર્ન ઓફ ઈન્વેસ્ટમેન્ટનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે.

ગયા વર્ષની જેમ, અમેરિકાની સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ બિઝનેસે MBA અને બિઝનેસ માસ્ટર્સ રેન્કિંગ 2024માં નંબર વન ટાઇટલ મેળવવામાં સફળતા મેળવી છે. અમેરિકાની વૉર્ટન સ્કૂલ ઑફ ધ યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયા બીજા ક્રમે છે, જ્યારે બ્રિટનની હાર્વર્ડ બિઝનેસ સ્કૂલને ત્રીજું અને લંડન બિઝનેસ સ્કૂલને ચોથું સ્થાન મળ્યું છે. જ્યારે, ભારતની IIM બેંગ્લોરે ટોપ-50માં સ્થાળ મેળવ્યું છે.

About The Author

Related Posts

Top News

Oppo લાવી રહ્યો છે iPhone જેવો દેખાતો હતો એક સસ્તો ફોન , લોન્ચ પહેલા લીક થઈ તસવીર

Oppo Reno 13 પછી, ચીની કંપની વધુ એક સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ ફોનના કેમેરા અને ડિઝાઇન...
Tech and Auto 
Oppo લાવી રહ્યો છે iPhone જેવો દેખાતો હતો એક સસ્તો ફોન , લોન્ચ પહેલા લીક થઈ તસવીર

સેહવાગ કેમ ઇચ્છતો હતો કે BCCI ધોનીને IPLમાંથી કરી દે પ્રતિબંધિત?

મહેન્દ્ર સિંહ ધોનીની  હાલમાં કોઈને પરિચય આપવાની જરૂર નથી. IPLમાં કેપ્ટન તરીકે તેનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે, પરંતુ શું...
Sports 
સેહવાગ કેમ ઇચ્છતો હતો કે BCCI ધોનીને IPLમાંથી કરી દે પ્રતિબંધિત?

બસ આ જ સત્ય હશે કે... રાજકારણીઓના નિવેદનો થશે, સોશિયલ મીડિયામાં ચર્ચા થશે અને દુઃખદ ઘટનાઓ ભુલાઈ જશે

ભારત આપણો દેશ જેની ગરિમા અને વૈવિધ્ય વિશ્વભરમાં વખણાય છે. આજે એક પેચીદા પ્રશ્નના ચોકઠામાં ઊભો છે. શું આપણે બુદ્ધની...
Opinion 
બસ આ જ સત્ય હશે કે... રાજકારણીઓના નિવેદનો થશે, સોશિયલ મીડિયામાં ચર્ચા થશે અને દુઃખદ ઘટનાઓ ભુલાઈ જશે

સીમા હૈદર કહે હું ભારતની વહુ છું, પાકિસ્તાન પાછું તેને નથી જવું

પહેલગામની ઘટના પછી ભારતે પાકિસ્તાન સામે જે 5 પગલાં લીધા તેમાં પાકિસ્તાની નાગરિકોના ભારતીય વિઝા રદ કરવાનો નિર્ણય પણ મહત્ત્વનો...
National 
સીમા હૈદર કહે હું ભારતની વહુ છું, પાકિસ્તાન પાછું તેને નથી જવું
Copyright (c) Khabarchhe All Rights Reserved.