- Entertainment
- મિસ યૂનિવર્સ હરનાઝ સંધૂથી નારાજ ઉપાસના સિંહ, કોર્ટમાં કર્યો કેસ
મિસ યૂનિવર્સ હરનાઝ સંધૂથી નારાજ ઉપાસના સિંહ, કોર્ટમાં કર્યો કેસ

મિસ યૂનિવર્સ હરનાઝ કૌર સંધૂ પોતાની પહેલી ફિલ્મને લઈને વિવાદમાં ફસાઈ ગઈ છે. ફિલ્મની પ્રોડ્યુસર ઉપાસના સિંહનો દાવો છે કે હરનાઝે ફિલ્મ બાઈ જી કુટ્ટન ગૈ ના પ્રમોશન માટે તારીખ આપવા ના કહી દીધી છે. જ્યારે તેણે ફિલ્મ પ્રમોટ કરવા માટે એગ્રીમેન્ટ સાઈન કર્યું હતું.
પોતાની બ્યૂટી અને શોકિંગ ટ્રાન્સફોર્મેશનને લઈને હંમેશા ચર્ચામાં રહેનાર મિસ યૂનિવર્સ 2021 હરનાઝ સંધૂ વિવાદમાં ફસાઈ ગઈ છે. ધી કપિલ શર્મા શોની બુઆ જી એટલે કે અભિનેત્રી ઉપાસના સિંહે હરનાઝ સંધૂ વિરુદ્ધ કોન્ટ્રેક્ટ તોડવાનો આરોપ લગાવ્યો છે.
કાનૂની વિવાદમાં ફસાઈ હરનાઝ
દરેકને જાણ છે કે હરનાઝ ફિલ્મ બાઈ જી કુટ્ટન ગૈ થી પંજાબી ઈન્ડસ્ટ્રીમાં પગલું મુકવા જઈ રહી છે. આ ફિલ્મને લઈને વિવાદ થઈ રહ્યો છે. અભિનેત્રી અને પ્રોડ્યુસર ઉપાસના સિંહે કોર્ટનો સહારો લીધો છે. તેનો આરોપ છે કે હરનાઝ સંધૂએ ફિલ્મના પ્રમોશનને લઈને જે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો તેનું સમ્માન કર્યું નથી. જ્યારે હરનાઝ મિસ યૂનિવર્સ બની નહીં હતી ત્યારે તેણે હરનાઝને પોતાની ફિલ્મમાં તક આપી હતી. પરંતુ હરનાઝ પોતાના કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કરી રહી છે. ઉપાસનાએ ચંડીગઢ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં સિવિલ સૂટ દાખલ કર્યો છે.
ઉપાસના સિંહના ગંભીર આરોપ
ઉપાસના સિંહે ફિલ્મ બાઈ જી કુટ્ટન ગૈ ના પ્રમોશન માટે તારીખ ન આપીને કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કરવા બદલ હરનાઝ સંધૂ પાસે નુકશાનની રકમ માંગી છે. ઉપાસનાએ કોર્ટની બહાર કહ્યું કે મેં હરનાઝને પોતાની ફિલ્મમાં એક્ટિંગની તક આપી. એ જ નહીં મેં Yaara Diyan Poo Baran પણ બનાવી જેમાં પણ હરનાઝ હિરોઈન છે. મેં હરનાઝને ત્યારે તક આપી જ્યારે તે મિસ યૂનિવર્સ નહીં બની હતી. આ ફિલ્મ પર મેં ઘણી મોટી રકમ ખર્ચ કરી છે. આ નાના બજેટની ફિલ્મ નથી.
પ્રોડક્શન હાઉસના ફોન અવગણી રહી છે હરનાઝ
હરનાઝ સંધૂ પ્રોડક્શન હાઉસના ફોન ઉઠાવી નથી રહી. મેસેજનો ઉત્તર પણ આપી રહી નથી. ફિલ્મના સ્ટેકહોલ્ડર્સને પણ હરનાઝ ટાળી રહી છે. આ કારણથી ફિલ્મને ડિસ્ટ્રીબ્યૂટર્સ નથી મળી રહ્યાં. ફિલ્મની રીલિઝ તારીખ પણ બદલવી પડી છે. પહેલા આ ફિલ્મ 27 મે 2022 ના રોજ રીલિઝ થવાની હતી. હવે તેને 19 ઓગસ્ટે રીલિઝ કરવામાં આવશે.
ઉપાસનાએ કહ્યું હરનાઝ કૌર પ્રોડ્યુસર તરીકે પોતાની પહેલી ફિલ્મ પંજાબીમાં ઈચ્છતી હતી કારણકે પંજાબી તેની માતૃભાષા છે. પરંતુ હરનાઝને હવે લાગે છે કે અમે પંજાબી નાના માણસો છીએ. હરનાઝ વિચારે છે કે તે બોલિવુડ અને હોલિવુડ પ્રોજેક્ટ માટે બની છે.
દુખી છે ઉપાસના
ઉપાસનાએ જણાવ્યું કે તેણે હરનાઝને એક્ટિંગ શીખવી હતી. અને ખાતરી કરી હતી કે દરેક શોટમાં પરફેક્ટ લાગે. આવું તેણે એટલા માટે કર્યું કારણકે તે હરનાઝને પ્રેમ કરતી હતી. પરંતુ હરનાઝે તેની સાથે જે કર્યું તે દિલ તોડવાનું કાર્ય છે. આ જ વર્તનને કારણે તેણે કાનૂની કાર્યવાહી કરવા પર મજબૂર થવું પડ્યું.
Related Posts
Top News
આર્મીનો યુનિફોર્મ પહેરી 3 લૂંટારું SBIમાં આવ્યા 20 કિલો સોનું ઉડાવી ગયા
સોનાના ભાવમાં ઉછાળો... શું શેરબજારમાં કડાકો બોલવાની શક્યતા છે? 'નિક્સન શોક' જેવી આપત્તિ આવવાના સંકેતો
એવું શું છે અદાણી અંગેના 138 વીડિયોમાં કે રવિશ કુમાર, ધ્રૂવ રાઠી બધાને સરકારે ડિલીટ કરવા કહી દીધું
Opinion
