- Entertainment
- ઈશા દેઓલને તેના સાસરિયામાં શોર્ટ્સ અને વેસ્ટ પહેરવાની નહોતી છૂટ
ઈશા દેઓલને તેના સાસરિયામાં શોર્ટ્સ અને વેસ્ટ પહેરવાની નહોતી છૂટ
ધર્મેન્દ્ર અને હેમા માલિનીની મોટી દીકરી અને બોલિવુડ અભિનેત્રી ઈશા દેઓલ આજકાલ પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. 12 વર્ષના સંબંધ પછી 2024મા તેણે પોતાના પતિ અને ઉદ્યોગપતિ ભરત તખ્તાનીથી અલગ લેવાનો નિર્ણય લીધો. 2011મા ઈશા અને ભરતે લગ્ન કર્યા. આ એક ગ્રાન્ડ લગ્ન હતા જેમાં અભિનેતા માતા-પિતાએ કોઈ કસર છોડી ન હતી. પરંતુ લગ્ન પછી, જ્યારે ઈશા સાસરે પહોંચી ત્યારે બદલાયેલી સંસ્કૃતિ તેના માટે આઘાતજક હતી. તે પોpતાની પસંદગીના ટૂંકા કપડા પહેરી શકતી ન હતી.
શોર્ટ્સ નહોતી પહેરી શકતી ઈશા
ઈશાએ આ વાતનો ઉલ્લેખ તેના પુસ્તક અમ્મા મિયામાં કર્યો છે જે 2020મા લોન્ચ થયું હતું. તેણે લખ્યું કે જ્યારે તે ભરતના સંયુક્ત પરિવારના ઘરમાં રહેવા લાગી, ત્યારે તેણે સૌથી પહેલા પોતાનો પહેરવેશ બદલવો પડ્યો. ઈશાએ કહ્યું 2012મા લગ્ન પછી જ્યારે અમે ઘરે આવ્યા, ત્યારે બધુ બદલાઈ ગયું. હું પહેલાની જેમ શોર્ટ્સ અને વેસ્ટ પહેરીને ઘરમાં ફરી શકતી નહોતી. જોકે, કપડાની ઓછી સ્વતંત્રતા હોવા છતા, ઈશાએ સ્વીકાર્યું કે તેના સાસરિયાઓ ખૂબ પ્રેમાળ હતા અને તેઓ તેને પરિવારમાં ઘણો પ્રેમ આપતા હતા.
તખ્તાની પરિવારની સ્ત્રીઓ
ઈશાએ એ પણ ખુલાસો કર્યો હતો કે તખ્તાની પરિવારની સ્ત્રીઓ તેમના પતિઓ માટે લંચબોક્સ પેક કરતી હતી, જ્યારે તે ભરતને મળી ત્યાં સુધી તેણે ક્યારેય ભોજન બનાવ્યું ન હતું. તેણીએ મજાકમાં કહ્યું કે તેના સાસરિયાના ઘરની સ્ત્રીઓ કિચન ક્વિન્સ હતી. તેની સાસુની પ્રશંસા કરતા, ઈશાએ લખ્યું, વહુ હોવાના નામે મને ક્યારેય રસોડામાં જવાની કે રૂઢિચુસ્ત કાર્યો કરવા મજબુર નથી કરી. મારી સાસુએ મને તેમના ત્રીજા પુત્રની જેમ માની છે. ચોકલેટ બ્રાઉની અને ફ્રુટ વીથ ક્રીમ ઘણીવાર મને મોકલવામાં આવતા હતા. હું તો પહેલી વહુ તરીકે ખુબ લાડ-પ્રેમ થી બગડી ગઈ.
ભરતને મળી એક નવી સાથી
ભરત અને ઈશાને આ લગ્નથી બે દીકરીઓ છે, રાધ્યા અને મીરાયા. ઈશા બંનેનો ઉછેર કરી રહી છે. લગ્નના 11 વર્ષ પછી, બંનેએ 2014મા દુનિયાને તેમના અલગ થવા વિશે જણાવ્યું. હવે ભરત તેના જીવનમાં આગળ વધી ગયો છે. અહેવાલો અનુસાર, તે મેઘના લાખાણી સાથેના સંબંધમાં છે.

