- Entertainment
- થલાપતિ વિજયના બાઉન્સરે રેમ્પ પરથી ઉઠાવીને ફેનને ફેંક્યો, વીડિયો વાયરલ
થલાપતિ વિજયના બાઉન્સરે રેમ્પ પરથી ઉઠાવીને ફેનને ફેંક્યો, વીડિયો વાયરલ
સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયની અધ્યક્ષતામાં 21 ઑગસ્ટના રોજ તેમની પાર્ટી તમિલગા વેતરી ષગમ (TVK)ની બીજી રાજ્ય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કંઈક એવું થયું, જેના કારણે વિજય અને તેના 10 બાઉન્સર્સ વિરુદ્ધ કેસ નોંધાયો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વિજય રેમ્પ પર જોવા મળે છે. રેમ્પ નીચે ફેંસની વિશાળ ભીડ જોવા મળી રહી છે. ત્યારે કેટલાક લોકો વિજયને મળવાનો પ્રયત્ન કરે છે. તે વીડિયોમાં જોઇ શકાય છે કે બાઉન્સર એક વ્યક્તિને રેમ્પ પરથી નીચે ફેંકી દે છે. આ જ મામલાને લઈને કેસ નોંધાયો છે. કેસ દાખલ કરનાર વ્યક્તિનું નામ શરત કુમાર છે.
શરત કુમાર પરમ્બલુર જિલ્લાનો રહેવાસી છે. શરત અને તેની માતાએ કુન્નમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે બાઉન્સરોએ તેના પર હુમલો કર્યો હતો. તેની ફરિયાદ પર વિજય અને તેના 10 બાઉન્સર્સ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પાછળથી આ કેસને મદુરાઇમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો. પોતાની ફરિયાદમાં શરતે આરોપ લગાવ્યો છે કે બાઉન્સરોએ તેની સાથે મારામારી કરી. તેણે બાઉન્સર્સ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. તે સમયનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
https://twitter.com/ANI/status/1958615606884008441
વીડિયોમાં જોઇ શકાય છે કે જ્યારે બાઉન્સર વ્યક્તિને રેમ્પની નીચે ફેંકે છે, ત્યારે તે રેલિંગ પકડી લે છે અને નીચે પડતો બચી જાય છે. થલાપતિ વિજયની પાર્ટી દ્વારા આયોજિત આ બીજી રાજ્ય પરિષદ હતી. ગયા વર્ષે, પ્રથમ સોમમોન વિલુપુરમ જિલ્લાના વિક્રવંડીમાં યોજાયો હતો.
વિજયે ગયા વર્ષે માત્ર રાજનીતિમાં પ્રવેશ કર્યો છે. ફેબ્રુઆરી 2024માં, તેણે તમિલગા વેત્રી કષગમ (TVK) નામથી પોતાની પાર્ટીની રચના કરી હતી. તેણે એવી જાહેરાત પણ કરી હતી કે તે એક્ટિંગની દુનિયાને અલવિદા કહી દેશે. જન નાયગન તેની છેલ્લી ફિલ્મ હશે. આ ફિલ્મ 9 જાન્યુઆરી 2026ના રોજ થિયેટરોમાં રીલિઝ થશે.

