- Entertainment
- શું રાહા કપૂરને મળવાનો છે નાનો ભાઈ કે બહેન,ફરી પ્રેગ્નન્ટ છે આલિયા ભટ્ટ?
શું રાહા કપૂરને મળવાનો છે નાનો ભાઈ કે બહેન,ફરી પ્રેગ્નન્ટ છે આલિયા ભટ્ટ?
રણબીર કપૂર અને આલિયા ભટ્ટે એપ્રિલ 2022મા લગ્ન કર્યા હતા, જેના બે મહિના પછી અભિનેત્રીએ જાહેર કરી દીધું હતું કે તે માતા બનવાની છે. આલિયાએ તેની સંપૂર્ણ ગર્ભાવસ્થા દરમિયાન કામ કર્યું હતું અને નવેમ્બર 2022મા અભિનેત્રીએ C સેક્શન દ્વારા તેની દીકરી રાહા કપૂરને જન્મ આપ્યો હતો. અહીં તમને જણાવી દઈએ કે 6 જાન્યુઆરી, 2023ના રોજ, રણબીર અને આલિયાની દીકરી બે મહિનાની થઈ ગઈ છે અને કપલે હજી સુધી દીકરીનો ચહેરો રિવીલ નથી કર્યો. હવે શું આલિયા ભટ્ટ ફરી પ્રેગ્નન્ટ છે?, શું અભિનેત્રી ડિલિવરીના બે મહિના પછી, એકવાર ફરી માતા બનવાની છે? આલિયાની નવી પોસ્ટથી ફેન્સને થઈ શંકા...

શું રાહાને મળવાનો છે નાનો ભાઈ કે બેન?
આલિયા ભટ્ટ આજકાલ તેના કામની સાથે સાથે તેની દીકરીને લઈને પણ ચર્ચામાં રહે છે. અભિનેત્રીની નાનકડી પરી રાહા કપૂર કેવી દેખાય છે, તે શું કરે છે અને તેને શું પસંદ નાપસંદ છે, ચાહકો બધું જાણવા માંગે છે. પરંતુ શું ચાહકોનું ધ્યાન હવે રાહા કરતાં વધુ કોઈ અન્ય તરફ જઈ રહ્યું છે? શું આલિયા તેને ફરીથી સારા સમાચાર આપવાની છે? આલિયાની દીકરીને શું એક નાની બહેન કે ભાઈ મળવાનો છે?

ફરી ગર્ભવતી છે અભિનેત્રી આલિયા ભટ્ટ?
અહીં તમને જણાવી દઈએ કે, આલિયાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર આ નવી પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે તેના ચહેરાની સામે એક સુંદર ફૂલ પકડ્યું છે જેની બે દાંડી છે. તે 'ટૂ'ને સિમ્બોલાઇઝ કરી રહ્યા છે. આ સાથે, અભિનેત્રીએ કેપ્શનમાં પણ લખ્યું છે 2.0 સ્ટે ટ્યૂન્ડ (2.0 Stay Tuned). આ પોસ્ટ પરથી ચાહકોને એવું લાગી રહ્યું છે કે, આલિયા કદાચ ફરી એકવાર માતા બનવાની છે અને ફરી ગર્ભવતી થઈ શકે છે. આ કૅપ્શનના ઘણા મતલબ હોઈ શકે છે જેમાંથી એક આ પણ છે.

કોના જેવી દેખાય છે રાહા કપૂર?
અહીં તમને જણાવી દઈએ કે, આલિયા અને નીતુ કપૂરે જ્યારે પેપરાજીને રાહાના ફોટા બતાવ્યા હતા ત્યારે મીડિયાનું એમ કહેવું હતું કે, કપૂર ખાનદાનની આ નાની સભ્ય તેના પિતા રણબીર કપૂર જેવી દેખાય છે, જો કે આલિયાએ કહ્યું હતું કે તે તેના જેવી પણ દેખાય છે. કપલનો એ નિર્ણય છે કે, તેઓ ત્યાં સુધી રાહાને લોકોની સામે નહીં લાવશે જ્યાં સુધી તે બે વર્ષની નહીં થઈ જાય. તેના પછી મીડિયા તેના ફોટો લઈ શકે છે.

