ક્યારે થશે દયાબેનની વાપસી, પ્રશ્ન સાંભળીને ઐયર થયો ઈરિટેટ, કહ્યું- સંસદ ભવનમાં...

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્ટાર કાસ્ટને ચાહકો તેમના ઓન-સ્ક્રીન નામોથી વધુ ઓળખે છે. શોમાં ઐયરનું પાત્ર ભજવનાર તનુજ મહાશબ્દેએ ખુલાસો કર્યો કે આ શોએ તેમનું જીવન બદલી નાખ્યું. તેમણે ક્યારેય કામ મળવાની અપેક્ષા નહોતી રાખી, પરંતુ દિલીપ જોશીએ તેમને આ તક આપી. તેમણે દયાબેનના વાપસીની પણ ચર્ચા કરી.

dayaben
koimoi.com

'જેઠાલાલ' સાથેનો આપ્યો પહેલો શોટ

તનુજે શેર કર્યું કે તે શોની સ્ટાર કાસ્ટ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી લાંબા સમયથી શોમાંથી ગેરહાજર હોવા છતાં, તે તેમના કોન્ટેક્ટમાં છે. સ્ક્રીન સાથેની વાતચીતમાં તનુજે તેની કારકિર્દી વિશે ચર્ચા કરી અને કહ્યું કે તે ઇચ્છે છે કે લોકો ઐયર ઉપરાંત તેમના સાચા વ્યક્તિત્વને પણ જાણે. સાથે જ તેમણે જેઠાલાલ એટલે કે દિલીપ જોશી વિશે પણ વાત કરી.


તેમણે કહ્યું, "દિલીપજી ખૂબ જ સિનિયર અભિનેતા છે, અને હું તેમનો ખૂબ આદર કરું છું. તેમણે મારા પાત્રને વિકસાવવામાં મને ઘણી મદદ કરી છે. મેં તેમની સાથે 'યે દુનિયા હૈ રંગીન'માં મારો પહેલો શોટ પણ શૂટ કર્યો હતો. સ્ક્રીન પર જે પણ લાઈવલરી દેખાય છે, તે ફક્ત મનોરંજન માટે હોય છે, અને લોકો હજુ પણ તેને યાદ કરે છે."

dayaben2
timesofindia.indiatimes.com

દિશા વાકાણી સાથે છે તેનો ગાઢ સંબંધ 

દિશા વાકાણીને યાદ કરતાં, તનુજે કહ્યું કે તે હજુ પણ તેની સાથે વાત કરે છે. "મારો દિશા વાકાણી સાથે ખૂબ જ સારો સંબંધ હતો. તે હજુ પણ કોન્ટેક્ટમાં છે. તે મારા માટે બહેન જેવી છે. જ્યારે મારી માતાનું અવસાન થયું, ત્યારે તેણે મને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો. તે હંમેશા મારી સાથે ખૂબ જ પ્રેમ અને આદરથી વર્તે છે. અમે તેમને ખૂબ જ યાદ કરીએ છીએ."

તનુજે વધુમાં ઉમેર્યું, "તે ખૂબ મોટી સ્ટાર હતી, છતાં ખૂબ જ સરળ હતી. તે બધાને સમાન માનતી હતી. તે ઘરે બનાવેલું જમવાનું લાવતી અને ખાસ કરીને એકલા રહેતા લોકોનું ધ્યાન રાખતી. ગુરુચરણ સિંહ અને હું બંને કુંવારા છીએ, તેથી તે અમારા માટે જમવાનું લાવતી. તે પહેલી વાત પૂછતી, 'તમે નાસ્તો કર્યો છે?' પછી તે અમને બેસાડીને ખવડાવતી. તે ખૂબ જ પ્રેમાળ વ્યક્તિ છે. તેનો સ્વભાવ તેના ઓન-સ્ક્રીન પાત્ર જેવો જ છે - ખુશી ફેલાવનારો."

દયાબેન ક્યારે પાછા આવશે?

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તમને ખબર છે કે દયાબેન ક્યારે શોમાં પાછા ફરશે, ત્યારે તનુજે હસીને કહ્યું, "દયાબેનના પાછા ફરવાનો મુદ્દો અત્યાર સુધીમાં સંસદમાં ઉઠાવવો જોઈએ. મને બિલકુલ ખબર નથી કે તે ક્યારે પાછા ફરશે. અમે બધા પણ તમારી જેમ તેમની રાહ જોઈ રહ્યા છીએ. ફક્ત અસિત કુમાર મોદી જ જાણે છે કે તે ક્યારે પાછા આવશે."

 

 

About The Author

Related Posts

Top News

ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ટાટા ગ્રુપે રાજકીય પાર્ટીઓને મોટા પ્રમાણમાં ફંડ આપ્યું હતું. કુલ 914 કરોડ રૂપિયાના ફંડમાંથી ભાજપને...
Politics 
ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં
Copyright (c) Khabarchhe All Rights Reserved.