PM મોદી જોશે નંદમુરી બાલાકૃષ્ણની ‘અખંડા 2’, જાણો શું છે આ ફિલ્મમાં ખાસ

દક્ષિણ ભારતીય ફિલ્મોના મોટા સ્ટાર નંદમુરી બાલકૃષ્ણની ફિલ્મ અખંડા 2’ કાયદાકીય દાવપેંચમાં ફસાયા બાદ રીલિઝ કરી દેવામાં આવી છે. ફિલ્મના પહેલા ભાગને સારો પ્રતિસાદ મળ્યો હતો, અને હવે બીજા ભાગને પણ ફેન્સ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. તેની કમાણીના આંકડા આવી ગયા છે. તો નિર્માતાઓ આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તો ડિરેક્ટર બોયાપતિ શ્રેણુએ એક મોટી જાહેરાત કરી દીધી છે.

અખંડા 2’ના ડિરેક્ટર બોયાપતિ શ્રેણુ તાજેતરમાં હૈદરાબાદમાં ફિલ્મની સક્સેસ મીટનો હિસ્સો હતા. આ દરમિયાન જ તેમણે ફિલ્મને લઈને એક એવી જાહેરાત કરી છે, જેણે ફેન્સમાં ઉત્સાહને વધુ વધારી દીધો છે. બોયાપતિ શ્રેણુએ કહ્યું કે તેમણે ફિલ્મ માટે એક સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેને જોવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં સનાતન ધર્મના ગુણગાન છે, એવામાં નિર્માતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ફિલ્મ બતાવવાની તક ગુમાવવા માંગતા નથી.

akhanda 2
etvbharat.com

અગાઉ આ ફિલ્મ રણવીર સિંહની ધુરંધર સાથે થિયેટરોમાં રીલિઝ થવાની હતી અને એડવાન્સ બુકિંગના મામલે રણવીર સિંહની ફિલ્મથી પણ આગળ નીકળતી નજરે પડી રહી હતી. જોકે, લીગલ કારણોસર તેને થોડા દિવસો બાદ રીલિઝ કરવામાં આવી હતી. હવે, રીલિઝના પહેલા સપ્તાહમાં જ ફિલ્મ ધૂમ મચાવી રહી છે અને કલેક્શનના મામલે ધૂમ મચાવે તેવી અપેક્ષા છે.

ફિલ્મને હવે મોટો ફાયદો મળી શકે છે. જો આ ફિલ્મ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુએ છે તો ઉત્તર ઝોનમાં ફેન્સનો ઉત્સાહ હજી વધી શકે છે, જેની સીધી અસર તેના કલેક્શન પર પડી શકે છે. ફિલ્મ અત્યારે પણ સારું પ્રદર્શન કરી રહી છે, પરંતુ તેને હિન્દી દર્શકો તરફથી વિશેષ ફાયદો મળતો નજરે પડી રહ્યો નથી. એવામાં ફિલ્મને સ્પેશિયલ સ્ક્રીનિંગ બાદ હિન્દી દર્શકો તરફથી પણ સકારાત્મક પ્રતિસાદ મળી શકે છે.

અખંડા 2’ના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો, ફિલ્મ વિશ્વભરમાં ઘણી સારી કમાણી કરી રહી છે. તેણે માત્ર 3 દિવસમાં 80 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે, જે દર્શાવે છે કે તેની કમાણીમાં ધાર છે.

akhanda 2
thehansindia.com

અખંડા 2’ની કહાની

અખંડાપાર્ટ-1ની નાનકડી જનની (હર્ષાલી મલ્હોત્રા) હવે 18 વર્ષની થઈ ચૂકી છે. તે એક પ્રતિભાશાળી યુવાન વૈજ્ઞાનિક છે. તે તેની ટીમ સાથે મળીને ભારતીય સેના માટે બાયો-શીલ્ડનામની ટેકનોલોજીકલ સુરક્ષા કવચ તૈયાર કરી રહી છે, જે સીમા પર તૈનાત સૈનિકોને કઠોર કુદરતી પરિસ્થિતિઓથી બચાવી શકેછે. પરંતુ, મહાકુંભ મેળામાં જ્યારે કોઈ દુશ્મન દેશ દ્વારા એક ઘાતક વાયરસ ભેળવી દેવામાં આવે છે, ત્યારે જનની અને તેની ટીમ એ ખતરનાક વાયરસનો એન્ટિડોટ બનાવવા લાગે છે.

બીજી તરફ શત્રુ જનાની અને એન્ટિડોટ બંનેનો નાશ કરવાનો પ્રયાસ કરે છે. એવામાં નિર્ણાયક સમયમાં અખંડા રુદ્ર સિકંદર અઘોરા (નંદમુરી બાલકૃષ્ણ)ની કહાનીમાં એન્ટ્રી થાય છે. પોતાની સાધના,  આધ્યાત્મ અદ્ભુત ઊર્જાથી અખંડા જનનીને મદદ કરે છે અને આ વિનાશક વાયરસનો એન્ટિડોટ તૈયાર કરવાની જંગમાં માર્ગદર્શન આપે છે.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.