- Entertainment
- 15 વર્ષની ઉંમરે જ્યારે ઉર્ફીનો ફોટો ગંદી સાઇટ પર થયો હતો અપલોડ, પછી શું થયું
15 વર્ષની ઉંમરે જ્યારે ઉર્ફીનો ફોટો ગંદી સાઇટ પર થયો હતો અપલોડ, પછી શું થયું

એક્ટ્રેસ ઉર્ફી જાવેદ આજના સમયમાં સોશિયલ મીડિયા સેન્સેશન છે. તેની અતરંગી ફેશન સ્ટાઈલ ચર્ચામાં બનેલી રહે છે. જોકે ઘણી વખત તે વોર્ડરોબ માલફંક્શનના કારણે ટ્રોલર્સના નિશાના પર પણ આવે છે પરંતુ એક્ટ્રેસને તેનાથી કોઈ ફરક પડતો નથી. તેનું મન જે કહે ઉર્ફી તે જ કરવાનું પસંદ કરે છે. ઘણી યંગ એજમાં તે સ્લટ શેમ થઈ ચૂકી છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં ઉર્ફી જાવેદે આ ઘટના અંગે વાત કરી હતી.
ઉર્ફીએ કહ્યું હતું કે તે જ્યારે 15 વર્ષની હતી તો તેનો ફોટો પોર્ન સાઈટ પર કોઈએ અપલોડ કરી દીધો હતો. જેના પછી તેના જ પરિવારે તેને સ્લટ શેમ કરી હતી. સિટીના લોકો પણ તેમાં સામેલ થયા હતા. લખનૌમાં આ ઘટના ઘટી હતી. આરજે અનમોલ અને અમૃતા રાવ સાથે વાત કરતી વખતે ઉર્ફી જાવેદે કહ્યું હતું કે, હું લખનૌમાં હતી અને 15 વર્ષની હતી. મેં ઓફ શોલ્ડર ટોપ પહેર્યું હતું. તે જમાનામાં લખનૌમાં કોઈ આ રીતના કપડાં પહેરતા ન હતા અને મળતા પણ ન હતા. તેવામાં મેં મારા એક ટોપને ઉપરથી કાપીને તેને ઓફ શોલ્ડર બનાવ્યું હતું. મેં ફેસબુક પર આ ટોપ પહેરીને ફોટો અપલોડ કર્યો હતો અને કોઈએ આ ફોટો પોર્ન સાઈટ પર અપલોડ કરી દીધો હતો.
ઉર્ફી જાવેદે આગળ કહ્યું હતું કે, તે એક સાધારણ ટ્યૂબ ટોપ હતું. તેમાં કંઈ જ ખરાબ કે ખોટું ન હતું. પરંતુ લોકોએ મને ઘણી ખરાબ વાતો કહી હતી. આખું શહેર, ટાઉન અને મારા પરિવારના લોકો પણ તેમાં સામેલ હતા. તેમણે કહ્યું કે તે આ શું પહેર્યું છે, તારી ભૂલ છે. એક તો તું છોકરી છે અને આવું પહેર્યું છે અને તારામાં આટલી હિંમત ક્યાંથી આવી કે તેને પહેરીને તેણે ફેસબુક પર ફોટો પણ અપલોડ કરી દીધો. અમૃતા રાવ અને આરજે અનમોવે ઉર્ફી જાવેદને પૂછ્યું હતું કે, તેણે આ સ્થિતિને કેવી રીતે હેન્ડલ કરી હતી.
તેની પર ઉર્ફીએ જવાબ આપ્યો કે મને ખબર નહીં હતી કે હું કેવી રીતે આ સ્થિતિનો સામનો કરું. હું આ બધાને કેવી રીતે ફેસ કરીશ. તમને ખબર નથી હોતી કે તમે કેટલાં મજબૂત છો, જ્યાં સુધી આવી કોઈ સ્થિતિમાં નથી આવતા. આવી સ્થિતિમાં તમારી પાસે બે જ ઓપ્શન હોય છે. યા તો લડો યા મરો. મારી અંદર મરવાની હિંમત ન હતી આથી મેં તેમની સામે લડવાનું પસંદ કર્યું હતું અને આજે પણ હજુ એ જ કરી રહી છું.
Related Posts
Top News
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ
હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?
લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’
Opinion
