ભૂમિએ ઉઠાવ્યું હતું તેની પહેલી ફિલ્મમાં મોટું જોખમ

18 જુલાઈ,1989માં જન્મેલી ભૂમિએ બાળપણમાં દુઃખોનો સામનો ત્યારે કરવો પડ્યો જ્યારે 2011માં તેના પિતા સતીશ પેડનેકરનું ઓરલ કેન્સરથી મોત થઈ ગયું હતું. ભૂમિ જ્યારે 15 વર્ષની હતી ત્યારે જ તેના માતાપિતાએ તેને એક્ટિંગ સ્કૂલમાં તેનું એડમિશન કરાવી દીધુ હતું. પરંતુ ભૂમિની એક ભૂલના કારણે બધું મહેનત પર પાણી ફરી ગયું હતું.

 

રિપોર્ટ અનુસાર ભૂમિની સ્કૂલમાં હાજરી ખૂબ જ ઓછી હતી,જેના કારણે સ્કૂલમાંથી તેની છુટ્ટી કરી દેવામાં આવી હતી. માતાપિતાએ સ્કૂલમાં એડમિશન કરાવવા માટે એજ્યુકેશન લૉન પણ લીધી હતી.

ત્યારબાદ ભૂમિએ યશરાજ ફિલ્મ્સ સાથે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરવાનું શરુ કર્યું હતું, અને તેનાથી થતી કમાણીથી લૉન ચૂકવી હતી. ભૂમિ માત્ર ફિલ્મોમાં એક મોકો મેળવવા ઈચ્છતી હતી, જેથી તે પોતાનો અભિનય કૌશલ્ય બતાવી શકે. 2015માં તેને યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ દમ લગા કે હઇસામાં કામ કરવાનો મોકો મળ્યો હતો. તેને હજારો છોકરીઓ વચ્ચે ઓડીશનના માધ્યમથી પસંદ કરવામાં આવી હતી. અને ત્યારબાદ ભૂમિએ પાછળ ફરીને નથી જોયું.

હેરાનીની વાત એ છે કે ભૂમિ તેની પહેલી ડેબ્યુ ફિલ્મમાં જ જોખમ લેવામાં બિલકુલ ગભરાઈ ન હતી, અને તેણે મેકર્સના કહેવા પર 12 કિલો વજન વધારી 92 કિલો કરી દીધો હતો. ફિલ્મમાં ભૂમિના કામના ખૂબ જ વખાણ થયા હતા, અને તેને બોલિવુડમાં હવે સીધેસીધી લેવામાં આવે છે.

ભૂમિએ કઈક હટકે ફિલ્મ કરવા માટે જાણવામાં આવે છે. તેની વધારે ફિલ્મ જેવી કે ટોઇલેટ એક પ્રેમકથા, બાલા, શુભ મંગલ સાવધાન વગેરે ફિલ્મ સામાજિક મુદ્દાને ઉઠાવે છે.

Related Posts

Top News

શેરી કૂતરાઓ પર સુપ્રીમ કોર્ટના આદેશ પર મહિલા વકીલે રડતા રડતા કહ્યું, 'તેમણે કેટલો કડક નિર્ણય આપ્યો છે...'

રખડતા કૂતરા કરડવાના કેસોમાં 'ચિંતાજનક હદે વધારા' અંગે સુપ્રીમ કોર્ટના આદેશથી ઘણા 'ડોગ લવર્સ' નિરાશ થયા....
National 
શેરી કૂતરાઓ પર સુપ્રીમ કોર્ટના આદેશ પર મહિલા વકીલે રડતા રડતા કહ્યું, 'તેમણે કેટલો કડક નિર્ણય આપ્યો છે...'

મહારાષ્ટ્રમાં દાવ થઈ ગયો! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઠાકરે-શિંદે જૂથ સાથે આવશે; BJP વિરુદ્ધ મળાવ્યા હાથ

રાજકારણ શક્યતાઓનો ખેલ છે. કોણ કોનો મિત્ર બની જાય, કહી ન શકા. દેશભરમાં આવા ખેલ ચાલતા રહે છે. આ...
Politics 
મહારાષ્ટ્રમાં દાવ થઈ ગયો! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઠાકરે-શિંદે જૂથ સાથે આવશે; BJP વિરુદ્ધ મળાવ્યા હાથ

શ્રીજી ગ્લોબલ FMCG લિમિટેડ કંપનીએ રૂ. 85 કરોડના IPOની જાહેરાત કરી

નવી દિલ્હી [ભારત], 6 નવેમ્બર: અગ્રણી એગ્રો-પ્રોસેસિંગ અને એફએમસીજી કંપની, શ્રીજી ગ્લોબલ એફએમસીજી લિમિટેડએ NSE ઇમર્જ પ્લેટફોર્મ પર તેની પ્રારંભિક...
Gujarat 
શ્રીજી ગ્લોબલ FMCG લિમિટેડ કંપનીએ રૂ. 85 કરોડના IPOની જાહેરાત કરી

સુરત ચેમ્બર અને ઉદ્યોગપતિઓનું પ્રતિનિધિ મંડળ બોટ્સ્વાના જશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનું સુરતના જાણીતા ઉદ્યોગપતિઓ સાથેનું બિઝનેસ પ્રતિનિધિ મંડળ આગામી તા. ૧૧થી ૧૪ નવેમ્બર...
Business 
સુરત ચેમ્બર અને ઉદ્યોગપતિઓનું પ્રતિનિધિ મંડળ બોટ્સ્વાના જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.