- Entertainment
- એ દિવસે સુનિલ લહરી સાથે એ ગાડી ન ટકરાતી તો ન બની શકતા રામાનંદ સાગરના લક્ષ્મણ, ગજબનો છે કિસ્સો
એ દિવસે સુનિલ લહરી સાથે એ ગાડી ન ટકરાતી તો ન બની શકતા રામાનંદ સાગરના લક્ષ્મણ, ગજબનો છે કિસ્સો
જ્યારે રામાનંદ સાગરની ટીવી સીરિયલ 'રામાયણ'ની વાત આવે છે તો દરેક પાત્ર આંખો સામે તરવરી આવે છે. રામના રૂપમાં અરુણ ગોવિલથી લઈને સીતા દીપિકા ચિખલિયા અને લક્ષ્મણ બનેલા સુનિલ લહરી સુધી... દરેક કલાકારે દર્શકોના દિલમાં એવી જગ્યા બનાવી છે, જે કદાચ જ કોઈ બીજું લઈ શકશે... પછી 'રામાયણ' પર ગમે તેટલી ફિલ્મો અને શૉઝ કેમ ન બની જાય. લક્ષ્મણના પાત્રમાં તો સુનિલ લહરીએ એવી જીવંતતા લાવી હતી કે લોકડાઉન દરમિયાન જ્યારે ટીવી પર 'રામાયણ'નું ફરીથી પ્રસારણ થયું, ત્યારે બધા સુનિલ લહરીના ફેન થઈ ગયા. શું તમે જાણો છો કે સુનિલ લહરી પહેલા 'રામાયણ'માં લક્ષ્મણની જગ્યાએ શત્રુઘ્નનો રોલ આપવામાં આવ્યો હતો?
તેમણે શત્રુઘ્નના રોલમાં 2-3 એપિસોડ શૂટ પણ કરી લીધા હતા. પછી એવું શું થયું કે સુનિલ લહરી પાસેથી શત્રુઘ્નનો રોલ લીધા બાદ રામાનંદ સાગરે તેને લક્ષ્મણનો રોલ આપ્યો? તેની પાછળ એક ગજબનો કિસ્સો છે, જે સુનિલ લહરીએ એક વખત પોતે ‘લાફિંગ કલર્સના પોડકાસ્ટમાં કહ્યો હતો. સુનિલ લહરીને જ્યારે પૂછવામાં આવ્યું કે રામાનંદ સાગરની 'રામાયણ'માં લક્ષ્મણનો રોલ કેવી રીતે મળ્યો, તો તેમણે કહ્યું કે, ‘જ્યારે ‘રામાયણ’ માટે ઓડિશન થઈ રહ્યા હતા, તો મને કહ્યું કે, ઓડિશન આપી દો. એ સમયે પહેલાથી જ મારી 2-3 જગ્યાએ ખૂબ સ્ટ્રોંગ વાત ચાલી રહી હતી ફિલ્મો માટે. મેં કહ્યું નહીં, હું ઓડિશન નહીં આપું. તો તેમણે કહ્યું કે આપી દો, નુકસાન શું છે. મેં કહ્યું ઠીક છે અને પછી ઓડિશન આપ્યું. ત્યારબાદ મારું સિલેક્શન શત્રુધ્નના રોલ માટે થયું, લક્ષ્મણ માટે નહીં.’
સુનિલ લહરીએ વધુમાં કહ્યું કે, ‘જો કે, મેં કહ્યું પણ હતું કે જો હું કરીશ, તો લક્ષ્મણની ભૂમિકા જ ભજવીશ. હું ન રામની ભૂમિકા ભજવવા માગતો હતો, ન શત્રુઘ્ન, ન બીજા કોઈ બીજાની... હું ભરતની ભૂમિકા પણ ભજવવા માગતો નહોતો. પરંતુ તેમણે મને લક્ષ્મણમી ભૂમિકા ન આપી. મેં કહ્યું ઠીક છે. પછી પ્રેમજી (પ્રેમ સાગર)એ મને કહ્યું કે યાર, કોઈ ફરક નથી પડતો. પપ્પાજીના નજરમાં આવી જશે.'
સુનિલ લહરીએ કહ્યું કે તેઓ 'રામાયણ'નું શૂટિંગ તો કરી રહ્યા હતા, પરંતુ એ સમયે તેના ટેલિકાસ્ટ પર શંકાના વાદળો મંડરાઈ રહ્યા હતા. કંઈ નક્કી નહોતું. અમે લોકો શૂટિંગ કરી રહ્યા હતા. અમે 2-3 એપિસોડ જ શૂટ કર્યા હતા. ત્યારબાદ, લગભગ એક વર્ષ સુધી અમને ખબર નહોતી કે તે સીરિયલ ટેલિકાસ્ટ થશે કે નહીં. એક દિવસ હું નાગી વિલામાં શૂટિંગ કરી રહ્યો હતો. મેં રસ્તો ક્રોસ કર્યો અને સામેથી એક ગાડી બ્રેક લગાવતી નીકલી... અને પછી આગળ જઈને મેં બ્રેક લગાવી. હું સોરી સોરી કહેતો નાગી વિલા તરફ વધ્યો. ગાડીમાં સાગર સાહેબ હતા.'
તેમણે પોતાનું માથું બહાર કાઢીને કહ્યું –‘ઓઇ દીકરા અહીં આવ, ગાડીમાં બેસ. મેં કહ્યું- નહીં હું શૂટિંગ કરી રહ્યો છું. પછી તેમણે મને ઓફિસમાં બોલાવ્યો. જ્યારે હું ઓફિસ ગયો, તો કહેવા લાગ્યા હું ઈચ્છું છું કે તું લક્ષ્મણની ભૂમિકા ભજવે. તું કહી રહ્યો હતો ને? મેં કહ્યું કે પપ્પાજી, એ ભૂમિકા તો શશિ પુરીજી ભજવી રહ્યા છે, તો હું કેવી રીતે કરી શકું. પપ્પાજીએ કહ્યું કે નહીં, નહીં હું તેને આપી રહ્યો નથી, તું કરી લે. મેં કહ્યું કે અમે તો પહેલા જ શૂટ કરી ચૂક્યા છીએ, તો બોલ્યા કે નહીં હું ઇચ્છું છું કે તમે લક્ષ્મણની ભૂમિકા ભજવો.
ત્યારબાદ સુનિલ લહરીએ રામાનંદ સાગર પાસે 2 દિવસનો સમય માગ્યો અને ઘરે આવીને શશિ પુરીને ફોન કર્યો. તેણે શશિને બધી વાત કહી અને લક્ષ્મણની ભૂમિકા ઓફર બાબતે જણાવ્યું. પછી શશિ પુરીએ સુનીલ લાહિરીને કહ્યું કે તે લક્ષ્મણની ભૂમિકા ભજવી રહ્યો નથી અને આ સીરિયલ છોડી રહ્યો છે કેમ કે તે ક્યારે ટેલિકાસ્ટ થશે એ ખબર નથી.

