સંજય કપૂરની 30000 કરોડની સંપત્તિ કેસમાં કરિશ્માના બાળકોએ દાવો કર્યો કે...

દિવંગત ઉદ્યોગપતિ અને બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિની 30,000 કરોડની સંપત્તિ પર ચાલી રહેલા વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે. હકીકતમાં, દિલ્હી હાઈકોર્ટમાં તાજેતરમાં થયેલી સુનાવણીમાં, અભિનેત્રીના વકીલે દાવો કર્યો હતો કે, વસિયતનામાની અંદર અસંખ્ય ભૂલો છે, જે તેના અસલી હોવા પર અનેક સવાલો ઉભા કરે છે. એટલું જ નહીં, તેમણે વસિયતનામાને જ બનાવટી જાહેર કરીને બધાને ચોંકાવી દીધા હતા.

કરિશ્મા કપૂરના બાળકો, સમાયરા અને કિયાન વતી વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણી કોર્ટમાં હાજર થયા હતા. તેમણે દાવો કર્યો હતો કે, વસિયતનામુ ખોટું છે અને કરિશ્મા અને સંજયના બાળકોને મિલકતમાંથી બહાર રાખવા માટે તે બનાવવામાં આવ્યું હતું.

Sunjay-Kapur3
bollywood.punjabkesari.in

આ ઉપરાંત વકીલે એ પણ બતાવ્યું હતું કે, તેમની પુત્રીનું સરનામું ખોટું લખાયેલું હતું. સંજય કપૂર તેમની પુત્રીનું સરનામું જાણતા હતા, આ તો ખરેખર કરિશ્મા કપૂરની ઓફિસનું સરનામું હતું. આવી ભૂલો સંજય કપૂર કરી જ ન શકે. તેમના બાળકો સાથે તેમના ખૂબ સારા સંબંધો હતા. તો પછી તેઓ પોતાની પુત્રીનું સરનામું અને પોતાના પુત્રના નામનો અક્ષર ઘણી જગ્યાએ ખોટી રીતે કેવી રીતે લખી શકે?

વકીલ જેઠમલાણીએ એવો પણ દાવો કર્યો હતો કે, આ વસિયત સંજય કપૂરે ન તો તૈયાર કરી છે, નથી તેને વાંચી, કે નથી તેને બનાવી. તેમણે કહ્યું, આવી વસિયત ફક્ત તે વ્યક્તિ દ્વારા જ બનાવી શકાય છે જેને તેનો લાભ મળવાનો હોય, જેથી કોઈ તેને પડકારી ન શકે. આનાથી ફક્ત એક જ વ્યક્તિને ફાયદો થયો છે. જો આ વસિયત બનાવટી હોય, તો તે તે જ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવી હશે જેને તેનો લાભ મળ્યો છે.'

Sunjay-Kapur1
ndtv.in

વકીલે સમજાવ્યું કે સંજય કપૂર સંપૂર્ણ સ્વસ્થ હતા અને તેમની સંપત્તિ એક મજબૂત ટ્રસ્ટ દ્વારા સુરક્ષિત હતી. જેઠમલાણીએ કહ્યું, 'પરિસ્થિતિઓ સંપૂર્ણપણે વિરોધાભાસી છે, જે એવું માનવા માટે કારણ આપે છે કે વસિયતની આ માહિતી સાચી નથી. હું આ નિવેદન તેમના બાળકોને કરેલા ફોન કોલ્સ પર આધારિત આપી રહ્યો છું, જેમને વસિયતના વારસામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.'

હાલનો કેસ સંજય કપૂરના વસિયતનામાના અમલમાં યથાસ્થિતિ માટે તેમની બીજી પત્ની પ્રિયા સચદેવ કપૂર દ્વારા દાખલ કરાયેલી અરજીનો છે. સમાયરા અને કિયાને દાવો કર્યો છે કે, પ્રિયાએ જૂનમાં UKમાં તેમના મૃત્યુ પછી સંજય કપૂરનું વસિયતનામુ બનાવટી રીતે બનાવ્યું અને તેમની સંપત્તિ પર સંપૂર્ણ નિયંત્રણ હડપ કરી લીધું. આ વસિયતનામાને સંજયનું છેલ્લું અને માન્ય વસિયતનામુ કહેવામાં આવે છે, જે તેમની પોતાની સંપત્તિ પ્રિયાને વારસામાં આપે છે.

Sunjay-Kapur
hindi.news18.com

આ દરમિયાન, સમાયરા અને કિયાન જ એકમાત્ર એવા લોકો નથી જે આવો દાવો કરે છે કે પ્રિયાએ સંજયની સંપત્તિ 'કબ્જે' કરી લીધી છે; સંજયની માતા, રાની કપૂરે પણ વસિયતનામાને પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું, 'મારા માટે પણ કંઈ બચાવવામાં આવ્યું નથી.'

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.