લોકો તૈયાર છે 'બાહુબલી-ધ એપિક' માટે, બનશે એક અલગ રેકોર્ડ!

દિગ્દર્શક SS રાજામૌલી દ્વારા 'બાહુબલી'ના દસ વર્ષની ઉજવણી કરવાની પહેલને લોકોની મંજૂરી મળવા લાગી છે. રાજામૌલીએ તેમની બંને 'બાહુબલી' ફિલ્મોને એક જ ફિલ્મ, 'બાહુબલી-ધ એપિક'માં ફરીથી સંપાદિત કરી છે. તે 31 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

ભારતીય સિનેમાની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક 'બાહુબલી'નો આ નવો દેખાવ જોવા માટે લોકો પણ ઉત્સાહિત છે. 'બાહુબલી-ધ એપિક'ને લગતી ચર્ચા પહેલાથી જ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે, પરંતુ હવે આ ઉત્સાહ એડવાન્સ બુકિંગમાં પણ પરિવર્તિત થઈ રહ્યો છે.

Baahubali-The-Epic.jpg-2

જ્યારે એક બાજુ 'બાહુબલી-ધ એપિક'ની ટીમ સ્ક્રીન ગોઠવવા માટે દોડધામ કરી રહી છે, ત્યારે બીજી બાજુ હૈદરાબાદમાં ફિલ્મના હિન્દી અને તેલુગુ વર્ઝન માટે એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મનો ક્રેઝ એટલો હતો કે, રવિવાર સવારથી જ હૈદરાબાદમાં શો હાઉસફુલ થવા લાગ્યા હતા.

સોમવારે આ સમાચાર લખાય છે ત્યાં સુધી, 'બાહુબલી-ધ એપિક'ના ચારેય શો ઘણા સિંગલ-સ્ક્રીન થિયેટરોમાં વેચાઈ ગયા હતા. ઘણા મલ્ટિપ્લેક્સ થિયેટરોમાં, જ્યાં દિવસ દરમિયાન 9-10 શો ઉપલબ્ધ હોય છે, ત્યાં પણ ઘણા શો હાઉસફુલ થઇ ગયા છે. મોટાભાગના શો 60 ટકાથી 70 ટકા બુક થઇ ચુક્યા છે અને ઝડપથી ભરાઈ રહ્યા છે. બેંગલુરુમાં શો હજુ ખુલી જ રહ્યા છે, અને ખુલે ખુલે ત્યાં સુધીમાં તો ઘણા સ્થળોએ પહેલાથી જ શો હાઉસફુલ થઇ ચુક્યા છે.

Baahubali-The-Epic.jpg-3

દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈ જેવા ઘણા મોટા શહેરોમાં હજુ 'બાહુબલી-ધ એપિક' માટેની બુકિંગ હજુ સુધી ખુલી જ નથી. એવી અપેક્ષા છે કે, રિલીઝ તારીખ નજીક આવતા જ અહીં બુકિંગ ખુલશે. જોકે, રિસ્પોન્સના આધારે, તે સ્પષ્ટ છે કે 'બાહુબલી'ની વાર્તા રિલીઝ થયા પછી ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવાની છે.

પ્રભાસ અને રાણા દગ્ગુબાતીની 'બાહુબલી'એ 2015માં કમાણીના ઘણા શાનદાર રેકોર્ડ બનાવ્યા હતા. પરંતુ આ ફિલ્મનો અંત એવો હતો કે, લોકો તેની સિક્વલની આતુરતાથી રાહ જોતા હતા. 2017માં જ્યારે 'બાહુબલી 2' રિલીઝ થઈ, ત્યારે તેણે એટલી બધી ચર્ચા જગાવી કે, ઘણા શહેરોમાં થિયેટરો 24 કલાક ખુલ્લા રહ્યા. જેના પરિણામે 'બાહુબલી 2' આજે પણ ભારતીય સિનેમાની ટોચની ત્રણ ફિલ્મોમાંની એક રહી.

Baahubali-The-Epic.jpg-4

જો 'બાહુબલી-ધ એપિક'ની બુકીંગ ને જેવો શરૂઆતનો રિસ્પોન્સ મળી રહ્યો છે, જો તેવો જ રિસ્પોન્સ અન્ય શહેરોમાંથી પણ મળ્યો તો ફરી એકવાર રેકોર્ડ તૂટી શકે છે. હાલમાં ભારતીય સિનેમામાં ફરીથી રિલીઝ થનારી ફિલ્મ 'સનમ તેરી કસમ' સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મનો રેકોર્ડ ધરાવે છે. 2016માં રિલીઝ થયેલી આ ફિલ્મ, જ્યારે આ વર્ષે ફરીથી રિલીઝ થઇ તો આ ફિલ્મે વિશ્વભરમાં 41 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ કમાણી ફિલ્મની મૂળ રિલીઝ કરતા અનેક ગણી વધારે હતી.

Baahubali-The-Epic.jpg-5

જો 'બાહુબલી-ધ એપિક'નો ક્રેઝ આમ જ ચાલુ રહ્યો, તો તે ફરીથી રિલીઝ થયા પછી 100 કરોડને વટાવી જનારી પહેલી ફિલ્મ બની શકે છે. 'શોલે' પછી, 'બાહુબલી'માં સૌથી વધુ લોકો જોવા આવ્યા. ફિલ્મના અદભુત દ્રશ્યો, વિસ્ફોટક એક્શન અને હૃદયસ્પર્શી ભાવનાત્મક વાર્તા દર્શકોની યાદોમાં તાજી છે. જો જૂની યાદો જાદુ ચલાવશે, તો 'બાહુબલી'ની એપિક વાર્તા જોવા માટે થિયેટરોમાં ફરી એકવાર ભીડ જમા થઇ જશે અને બોક્સ ઓફિસ કલેક્શન જોઈને આ ધંધાના નિષ્ણાતો આશ્ચર્યચકિત થઈ જશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.