શ્રીજી ગ્લોબલ FMCG લિમિટેડ કંપનીએ રૂ. 85 કરોડના IPOની જાહેરાત કરી

નવી દિલ્હી [ભારત], 6 નવેમ્બર: અગ્રણી એગ્રો-પ્રોસેસિંગ અને એફએમસીજી કંપની, શ્રીજી ગ્લોબલ એફએમસીજી લિમિટેડએ NSE ઇમર્જ પ્લેટફોર્મ પર તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO) લોન્ચ કરવાની યોજના જાહેર કરી છે. આ જાહેર ઇશ્યૂમાં 68 લાખ ઇક્વિટી શેરનો નવો ઇશ્યૂ શામેલ છે. આ IPO મારફતે કંપની, ભારત અને વિદેશમાં સ્થિત તેની મુખ્ય વિસ્તરણ યોજનાઓ માટે આવશ્યક ભંડોળ એકત્રિત કરવાનું લક્ષ્ય ધરાવે છે.

શ્રીજી ગ્લોબલ, એક ટ્રેડિંગ ફર્મથી એગ્રો-પ્રોસેસિંગ પાવરહાઉસ તરીકે વિસ્તરી છે. 2018 માં સ્થપાયેલ, શ્રીજી ગ્લોબલ એફએમસીજી, રાજકોટ અને મોરબીમાં બે સંપૂર્ણ સંકલિત ઉત્પાદન સુવિધાઓ સાથે નાના ટ્રેડિંગ યુનિટથી એક મજબૂત એન્ટરપ્રાઇઝમાં ઝડપથી વિકસિત થઈ છે. તેની મુખ્ય બ્રાન્ડ “SHETHJI” એફએમસીજી માર્કેટમાં એક વિશ્વસનીય નામ બની ગયું છે, જે એગ્રો-પ્રોસેસ્ડ પ્રોડક્ટની વિવિધ શ્રેણી ઓફર કરે છે.

કંપનીના પોર્ટફોલિયોમાં આખા મસાલા, પીસેલા મસાલા, બીજ, કઠોળ, અનાજ અને લોટ (આટા)નો સમાવેશ થાય છે. જીરું, ધાણા, તલ, વરિયાળી, મગફળી, કલોંજી અને મરચાં, હળદર અને ધાણાના પાવડર જેવા લોકપ્રિય ઉત્પાદનો કડક ગુણવત્તા ધોરણો હેઠળ બનાવવામાં આવે છે. આ દરેક ઉત્પાદનોના તેની બનાવટ, સુગંધ અને શેલ્ફ લાઇફમાં એકરૂપતા સુનિશ્ચિત કરવા માટે નિર્ધારિત ગુણવત્તા પરિમાણો હેઠળ તૈયાર કરવામાં આવે છે. આ સંકલિત પ્રક્રિયા પ્રવાહ તેમને પોતાના “SHETHJI” બ્રાન્ડ હેઠળ અને વ્હાઇટ-લેબલ પેકેજિંગ દ્વારા કાચા, પ્રક્રિયા કરેલ અને મૂલ્યવર્ધિત કૃષિ ઉત્પાદનો પ્રદાન કરવા માટે સક્ષમ બનાવે છે.

શ્રીજી ગ્લોબલ એફએમસીજી કંપનીએ ટૂંકા ગાળામાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે. નાણાકીય વર્ષ 2022 અને નાણાકીય વર્ષ 2025 વચ્ચે પરિચાલન કામગીરીમાંથી આવક રૂ. 25,781.91 લાખથી બમણી થઈને રૂ. 64,892.12 લાખ થઈ છે. આ ઉપરાંત, 25 ઓગસ્ટ સુધીમાં, કંપનીએ 25,039.47 લાખ રૂપિયાની આવક મેળવી હતી. ઓગસ્ટ-2025 સુધીમાં, શ્રીજી ગ્લોબલ એફએમસીજી લિમિટેડે ચાલુ નાણાકીય વર્ષના માત્ર પાંચ મહિનામાં ₹9.20 કરોડનો ચોખ્ખો નફો હાંસલ કર્યો છે, જે તેની કાર્યકારી કાર્યક્ષમતા, બ્રાન્ડની મજબૂતી તેમજ સ્થાનિક અને નિકાસ બજારોમાં સતત વધતી જતી ગ્રાહક માંગનું મજબૂત પ્રમાણ છે.

પ્રતિ શેર ₹125 ના ઉપલા પ્રાઈસ બેન્ડ પર, આ ઇશ્યૂ આકર્ષક ભાવે ઉપલબ્ધ છે, જે રોકાણકારોને 12.89 ના નીચા પ્રાઈઝ-ટુ-અર્નિંગ (P/E) પર પ્રવેશ આપે છે, જે તેને અન્ય લિસ્ટેડ FMCG કંપનીઓની તુલનામાં સારી મૂલ્યાંકન તક બનાવે છે.

બજાર વિશ્લેષકો અને શરૂઆતના રોકાણકારો, શ્રીજી ગ્લોબલ એફએમસીજીને સંભવિત ભવિષ્યના મલ્ટિબેગર સ્ટોક તરીકે જુએ છે, જે સતત આવક વૃદ્ધિ, વ્યૂહાત્મક વિસ્તરણ અને મજબૂત ફંડામેન્ટલ્સ દ્વારા સમર્થિત છે.

કંપનીનું મજબૂત બિઝનેસ મોડેલ, ડાઇવર્સફાઇડ પ્રોડક્ટ પોર્ટફોલિયો અને સ્કેલેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેને ટૂંકા ગાળાના લાભ અને લાંબાગાળાના સંપત્તિ સર્જન બંને માટે આશાસ્પદ તક બનાવે છે. આજે, કંપની 25 થી વધુ દેશોમાં નિકાસ કરે છે, જે તેની અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓ દ્વારા સમર્થિત છે અને વૈશ્વિક માંગને કાર્યક્ષમ રીતે પૂર્ણ કરવામાં તેના પ્રદર્શનમાં નોંધપાત્ર યોગદાન આપે છે. માર્ચ-2025 માં જ્યારે “SHETHJI” બ્રાન્ડને પ્રતિષ્ઠિત ઉદ્યોગ પુરસ્કાર મળ્યો ત્યારે સુસંગત ઉત્પાદન ગુણવત્તા તરફના તેના પ્રયાસોને પણ માન્યતા આપવામાં આવી હતી.

કંપનીના IPO નો ઉદ્દેશ વિસ્તરણ યોજના, કામગીરી વધારવા અને માળખાગત સુવિધાને મજબૂત બનાવવા માટે ભંડોળ એકત્ર કરવાનો છે. આ ભંડોળનો ઉપયોગ નિમ્ન દર્શાવવામાં આવેલા કાર્યો કરવામાં આવશે:

•    ઉત્પાદન વધારવા માટે નવા ફેક્ટરી પરિસરનું સંપાદન
•    આધુનિક કોલ્ડ સ્ટોરેજ સાથે અદ્યતન પ્લાન્ટ અને મશીનરી સ્થાપિત કરવી
•    ઊર્જા કાર્યક્ષમતા માટે 1000 KWP રૂફટોપ સોલાર પાવર સિસ્ટમની સ્થાપના કરવી
•    સતત વિકાસને ટેકો આપવા માટે કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવી

કંપનીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, “આ પહેલો દ્વારા કંપનીની ક્ષમતામાં વધારો થશે, ખર્ચ ઘટાશે અને કાર્યદક્ષતામાં પણ વધારો થશે. આની સાથે જ, તેના ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર (D2C) ફૂટપ્રિન્ટનો પણ વિસ્તાર થશે.”

શ્રીજી ગ્લોબલ એફએમસીજી કંપનીનું નેતૃત્વ અને વિઝન હંમેશા વિકાસલક્ષી રહ્યું છે. કંપનીની સફળતા પાછળનું પ્રેરક બળ મેનેજિંગ ડિરેક્ટર જિતેન્દ્ર તુલશીદાસ કક્કડ છે, જેઓ કંપનીના સંસ્થાપક છે. તેમણે શરૂઆતથી જ ઊંડી ઉદ્યોગ કુશળતા અને વ્યવસાયિક સૂઝબૂઝ સાથે કંપનીની વ્યૂહરચનાને માર્ગદર્શન આપ્યું છે. સાથે જ, ડિરેક્ટર વિવેક તુલશીદાસ કક્કડએ ઓપરેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં અને સ્કેલેબલ બિઝનેસ મોડેલને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

IPO ની જાહેરાત અંગે મેનેજિંગ ડિરેક્ટર જિતેન્દ્ર તુલશીદાસ કક્કડે જણાવ્યું હતું કે, “આ IPO શ્રીજી ગ્લોબલ એફએમસીજી માટે એક સીમાચિહ્નરૂપ ઐતિહાસિક ઘટના છે. એકત્ર કરાયેલી મૂડી અમને અમારા વ્યૂહાત્મક વિકાસને વેગ આપવા, ગુણવત્તા અને ટેકનોલોજીમાં રોકાણ કરવા અને અમારી બજાર પહોંચને વિસ્તૃત કરવા માટે સક્ષમ બનાવશે. અમારો વિશ્વાસ છે કે, આ પગલું અમારા શેરધારકો માટે લાંબાગાળાના મૂલ્યનું સર્જન કરશે. આ ઉપરાંત, આનાથી વિશ્વભરના ગ્રાહકોને પ્રીમિયમ એગ્રો-પ્રોસેસ્ડ ઉત્પાદનો પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતાને મજબૂતી મળશે.”

કંપની વિશે માહિતી: ગુજરાતના રાજકોટમાં મુખ્ય મથક ધરાવતી, શ્રીજી ગ્લોબલ એફએમસીજી લિમિટેડ “SHETHJI” બ્રાન્ડ હેઠળ મસાલા, બીજ, કઠોળ, અનાજ અને લોટ સહિત કૃષિ-પ્રક્રિયાવાળા ઉત્પાદનોની વિશાળ શ્રેણીનું ઉત્પાદન અને માર્કેટિંગ કરે છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂત હાજરી સાથે, કંપનીએ ભારતના એફએમસીજી ક્ષેત્રમાં એક વિશ્વસનીય અને ઝડપથી વિકસતી કંપની તરીકે પોતાની ઓળખ ઉભી કરી છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.