KBCના ઈતિહાસમાં પહેલીવાર કોઈ સ્પર્ધકે શો અધવચ્ચે છોડ્યો, આ સાંભળી અમિતાભ ચોંક્યા

'કૌન બનેગા કરોડપતિ' 2000થી ચાહકોની પસંદ બની રહ્યો છે. લોકો પોતાની જાણકારીના આધારે ક્વિઝ શોમાંથી ઘણા પૈસા લઈ ગયા છે. કેટલાક કરોડપતિ પણ બન્યા, જ્યારે કેટલાક શોમાંથી કરોડપતિ તરીકે બહાર આવ્યા. પરંતુ શોની આ સિઝન 16માં કંઈક એવું થયું, જે છેલ્લા 24 વર્ષમાં ક્યારેય બન્યું ન હતું.

શોનો એક પ્રોમો શેર કરવામાં આવ્યો છે, જેમાં સ્પર્ધકે અમિતાભ બચ્ચનને પોતાના અનોખા પરાક્રમથી ચોંકાવી દીધા છે. અન્ય સ્પર્ધકોને તક આપવા માટે કોલકાતાથી આવેલા ડૉ. નીરજ સક્સેનાએ પોતાની રમત અધવચ્ચે જ છોડી દીધી હતી. તેમણે અમિતાભ બચ્ચનને રમત છોડી દેવા વિનંતી કરી. સ્પર્ધકની આ વાત સાંભળીને ત્યાં હાજર રહેલા દર્શકો પણ દંગ રહી ગયા હતા.

સ્પર્ધક નીરજ સક્સેના JSI યુનિવર્સિટીના PRO ચાન્સેલર છે. તેમની સિદ્ધિઓ સાંભળીને બિગ B પણ પ્રભાવિત થયા હતા. તેમણે જણાવ્યું કે, તેઓ એ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. A.P.J. અબ્દુલ કલામ સાથે પણ કામ કર્યું છે. અબ્દુલ કલામ તેમના બોસ રહી ચૂક્યા છે, જેમની સાથે તેમણે ઘણા પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું છે.

આ શોમાં નીરજ સક્સેના ખૂબ જ સારું રમી રહ્યા હતા. તેમણે 6,40,000 રૂપિયાની રકમ જીતી લીધી હતી, પરંતુ તે દરમિયાન તેમણે એક ચોંકાવનારો નિર્ણય લીધો. સ્પર્ધક નીરજ સક્સેનાએ બિગ Bને અધવચ્ચે જ આ શો છોડવાના નિર્ણય વિશે જણાવ્યું. તેઓ આવું એટલા માટે કરે છે કે, ગેમ શોમાં આવનાર અન્ય સ્પર્ધકોને પણ એકવાર રમવાનો મોકો મળે.

નીરજ સક્સેનાએ કહ્યું, 'સર, મારી એક વિનંતી છે, હું આ ક્ષણે આ શો છોડવા માંગુ છું. હું ઈચ્છું છું કે, બાકી બચેલા સ્પર્ધકોને પણ તક મળે. અહીં દરેક વ્યક્તિ મારા કરતાં નાના છે, અહીં જે કંઈ પ્રાપ્ત થયું છે તે પૂરતું છે. સ્પર્ધકની આ વાત સાંભળીને હોસ્ટ અમિતાભ બચ્ચન થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગયા.

બિગ Bએ કહ્યું, 'સર, આવું ઉદાહરણ અમે પહેલાં ક્યારેય જોયું નથી. આ તમારી મહાનતા અને મોટું હૃદય છે અને અમે આજે તમારી પાસેથી ઘણું શીખ્યા છીએ. અમે અમારી જનતાને જણાવવા માંગીએ છીએ કે, 20 વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી આ સમગ્ર રમતમાં આવું પહેલીવાર બન્યું છે. કોઈપણ સ્પર્ધકે તેના સાથી સ્પર્ધકો માટે આ રમત છોડી નથી.'

નીરજનો આ સ્વભાવ જોઈને ત્યાં હાજર દર્શકોએ પણ તેમના કામની ખૂબ પ્રશંસા કરી હતી.

About The Author

Related Posts

Top News

આજે આકાશમાં જુઓ દુર્લભ બ્લુ મૂન; ચુકી ગયા તો આવો જ ચંદ્રમા 2028માં દેખાશે

31 મે એ જ્યોતિષીઓ અને આકાશ પ્રેમીઓ માટે એક અદ્ભુત દિવસ બનવાનો છે. આ દિવસે દુર્લભ બ્લુ મૂનની ઘટના બનવાની...
Astro and Religion 
આજે આકાશમાં જુઓ દુર્લભ બ્લુ મૂન; ચુકી ગયા તો આવો જ ચંદ્રમા 2028માં દેખાશે

બાપે જ દીકરાને ઉશ્કેર્યો હતો, કહેલું- આજે સૂર્યાની કહાની ખતમ કરી દે, પોલીસે અસદને ઠાર કર્યો, બાપને પકડ્યો

ગાઝિયાબાદના ખોડા કોલોનીમાં ખેલાયેલા લોહિયાળ ખેલમાં એક નવો વળાંક આવ્યો છે. ઘટનાના મુખ્ય સાક્ષી અને મૃતક સૂર્યાનો મિત્ર વિક્કીએ દાવો...
National 
બાપે જ દીકરાને ઉશ્કેર્યો હતો, કહેલું- આજે સૂર્યાની કહાની ખતમ કરી દે, પોલીસે અસદને ઠાર કર્યો, બાપને પકડ્યો

50 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આણંદ અડાસ રેલવે ઓવરબ્રિજ કડડભૂસ

ગુજરાતનો વધુ એક બ્રિજ ધરાશાયી થયો છે. આણંદ જિલ્લાના અડાસ ગામમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક મોટો ભાગ 30મી મેની...
Gujarat 
50 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આણંદ અડાસ રેલવે ઓવરબ્રિજ કડડભૂસ

વિજય સરકારના મંત્રી માસ્ક પહેરીને મંદિરે પહોંચ્યા, દર્શન કરાવવા માટે પુજારીએ પૈસા માંગ્યા અને પછી થઈ જોવા જેવી

તમિલનાડુના પ્રખ્યાત તિરુચેન્દુર સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં ભક્તો પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. TVK નેતા અને તમિલનાડુ...
National 
વિજય સરકારના મંત્રી માસ્ક પહેરીને મંદિરે પહોંચ્યા, દર્શન કરાવવા માટે પુજારીએ પૈસા માંગ્યા અને પછી થઈ જોવા જેવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.