- Entertainment
- તમે SIR થી પ્રભાવિત નથી, દેશની ટીકા કરવાનો તમને હક નથી, માફી માંગો, હાઈ કોર્ટે અભિનેતા લગાવી ફટકાર
તમે SIR થી પ્રભાવિત નથી, દેશની ટીકા કરવાનો તમને હક નથી, માફી માંગો, હાઈ કોર્ટે અભિનેતા લગાવી ફટકાર
ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડધારક તરીકે દેશની ટીકા કરવાનો કોઈ હક નથી તેમ કહી બોમ્બે હાઈકોર્ટે ફટકાર લગાવ્યા બાદ અભિનેતા ઈમરાન ખાને મુંબઈ SIR પ્રોટેસ્ટ (વિરોધ પ્રદર્શન) માં જોડાવા બદલ બિનશરતી માફી માંગી લીધી છે. સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી કે, ઈમરાન ખાન ‘સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન’ (SIR) થી દૂ૨-દૂર સુધી પ્રભાવિત નથી અને તેમને ભારતીય નાગરિકોની સમકક્ષ ગણી શકાય નહીં. કોર્ટે તેમને SIR અંગેના વિરોધ પ્રદર્શનોમાં તેમની ભાગીદારી બદલ સોગંદનામા પર બિનશરતી માફી અથવા અફસોસ વ્યક્ત કરવા અથવા ભવિષ્યમાં આનું પુનરાવર્તન નહીં થાય તેવું બાંહેધરી પત્ર (અંડરટેકિંગ) આપવા જણાવ્યું હતું.
હાઈકોર્ટની ફટકાર બાદ ઈમરાન ખાને કોર્ટમાં બાંહેધરી પત્ર રજૂ કર્યું હતું. કોર્ટે પ્રદર્શનમાં ભાગ લેવા બદલ તેમની સામે જારી કરાયેલી ‘લીવ ઈન્ડિયા નોટિસ’ (LIN) પર 7 ડિસેમ્બર સુધી રોક લગાવી દીધી છે.

હાઈકોર્ટ ફોરેનર્સ રીજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO) દ્વારા ઈમરાન ખાનને 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવા માટે જારી કરાયેલી LIN વિરુદ્ધની અરજી પર સુનાવણી કરી રહી હતી. હાઈકોર્ટે અગાઉ આ નોટિસ પર 2 નવેમ્બર સુધી રોક લગાવી હતી, જે હવે લંબાવીને 7 ડિસેમ્બર સુધી કરવામાં આવી છે. બીજી તરફ, ચાર દાયકાથી વધુ સમયથી ભારતમાં રહેતા અને કોઈ ગુનાહિત ઈતિહાસ ન ધરાવતા વ્યક્તિને LIN જારી કરતા પહેલા ઓછામાં ઓછી એક તક આપવી જરૂરી હતી તેવું મૌખિક અવલોકન કરીને કોર્ટે FRRO ની કામગીરી સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.

અમેરિકી નાગરિક અને OCI કાર્ડધારક ઈમરાન ખાનને 14 ઓક્ટોબરે નોટિસ જારી કરવામાં આવી હતી. આ નોટિસ 10 ઓક્ટોબરે મુંબઈ ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધના વિરોધ પ્રદર્શન દરમિયાન તેમની અટકાયત કરાયાના અને ભાજપના નેતા કિરીટ સોમૈયાની ફરિયાદના થોડા દિવસો બાદ આપવામાં આવી હતી. કિરીટ સોમૈયાએ આક્ષેપ કર્યો હતો કે અભિનેતાએ OCI નિયમો અને વિઝા શરતોનું ઉલ્લંઘન કર્યું છે.
ત્યારબાદ મુંબઈ પોલીસે એક અણસાબિત FIR FRRO ને મોકલી આપી હતી, જેના આધારે વિરોધ પ્રદર્શનમાં જોડાવા બદલ ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ (IFA), 2025 ના કથિત ઉલ્લંઘન માટે ‘લીવ ઈન્ડિયા નોટિસ’ જારી કરવામાં આવી હતી.

ત્યારબાદ 17 ઓક્ટોબરે, FRRO એ અભિનેતાને કારણ દર્શક નોટિસ જારી કરીને સંકેત આપ્યો હતો કે તેમનું OCI કાર્ડધારક રજીસ્ટ્રેશન રદ થઈ શકે છે. આ નિર્ણયને ગેરબંધારણીય, મનસ્વી અને અયોગ્ય ગણાવીને ઈમરાન ખાને હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. કોર્ટ સમક્ષ LIN ને રદ કરવાની માંગ સાથે, ઈમરાન ખાને ડિપોર્ટેશન જેવા કોઈ પણ સખત પગલાં સામે વચગાળાનું રક્ષણ આપવાની પણ વિનંતી કરી હતી.

