- Entertainment
- શમશેરા માટે રણબીર કપૂરે કેવી રીતે બનાવેલી એથલેટિક બોડી, ટ્રેનરે રીવિલ કર્યુ વર્ક
શમશેરા માટે રણબીર કપૂરે કેવી રીતે બનાવેલી એથલેટિક બોડી, ટ્રેનરે રીવિલ કર્યુ વર્ક

બ્લોકબસ્ટર ફિલ્મ સંજુના ચાર વર્ષ બાદ રણબીર કપૂર શમશેરા બનીને આવ્યો હતો. તે ફિલ્મમાં સંજય દત્તને ટક્કર આપતો જોવા મળ્યો હતો. સંજય દત્ત અને રણબીર કપૂરની એ ફિલ્મ સૌથી મોટી ફ્લોપ ફિલ્મ સાબિત થઈ હતી. રણબીર તેના આ પાત્રને ન્યાય આપવા માટે અને સંજય દત્તને ટક્કર આપવા માટે સિક્સ પેક બનાવ્યા હતા.
નિર્દેશક કરણ મલ્હોત્રાએ ખુલાસો કર્યો, 'રણબીરે શમશેરા અને બલ્લીના પાત્રને નિભાવવા માટે ખૂબ જ મહેનત કરી છે. ફિલ્મ માટે સ્પેશિયલ બોડી બનાવવા પાછળ તેના એ વિચારો હતા કે દર્શકો તેની આંતરિક શક્તિને મહેસુસ કરે અને દરેક વખતે તેને સ્ક્રીન પર જોઈને રોમાંચિત થઈ જાય. એટલા માટે મેં રણબીરને એક એવી બોડી બનાવવા માટે પ્રેરિત કર્યો કે જેનાથી ફિલ્મમાં તે તેના પાત્રને તે વધુ મજબૂત બનાવે.'
કરણ મલ્હોત્રા કહે છે કે 'મારો ઈરાદો ક્યારે પણ તેના શરીરને બેડોળ બનાવવાનો ન હતો. પરંતુ ફિલ્મના પાત્ર માટે તેને વધુ બેજોડ બનાવવાનો હતો, અને હું આ વધુ વિશ્વાસ સાથે કહી શકું છું કે રણબીરે બંને પાત્રોમાં તેની માનસિક અને શારીરિક શક્તિને મહેસુસ કરાવવા માટે ઘણી મહેનત કરી છે. આજ કારણ છે કે તે શમશેરાની દરેક ફ્રેમમાં શાનદાર દેખાય છે.'
રણબીરના ટ્રેનર કુણાલ ગીરે શમશેરામાં અભિનેતાની ફેબ બોડી પાછળનું રહસ્ય જાહેર કર્યું. તે કહે છે, 'મારું લક્ષ્ય આર કેને એથ્લેટિક દેખાડવાનું હતું ન કે ખૂબ જ ભારી, કારણકે તેમનું પાત્ર રોબીન હુડ જેવું હતું. અમે આ પાત્ર માટે એક ગ્રામીણની અપીલ કરી હતી, જે એથ્લેટિક અને મજબૂત દેખાવ વાળો હોય. રણબીરે આ દરમિયાન એક દિવસમાં પાંચ વાર ખાવાનું કર્યું, તે હાઈ પ્રોટીન અને લો કાર્બ ડાયટ પર હતો, અને અઠવાડિયામાં પાંચ દિવસની હાર્ડ ટ્રેનિંગ કરતો હતો, તે અઠવાડિયામાં માત્ર એકવાર પોતાની પસંદનું ખાવાનું ખાતો હતો.'
ટ્રેનર કુણાલ જણાવે છે કે, 'અમે અઠવાડિયામાં પાંચ દિવસ ટ્રેનિંગ લીધી હતી, દરેક સેશન એક કલાકનો હતો અને ત્યારબાદ પાંચ મિનિટનું હાઈ ઇન્ટેસિટી કાર્ડિયો સેશન હતું. જેને અમે ટ્રક કહીએ છીએ. જેમાં અમે ટ્રેડમીલ બંધ કરી દેતા હતા અને આર કે એ મશીનનું હેન્ડલ પકડીને પગથી બેલ્ટ ચલાવવો પડતો હતો. મોટાભાગનું શૂટિંગ બહાર નું હતું અને આર કે એ પણ વધારે ગરમી અને ધૂળનો સામનો કરવો પડ્યો હતો. એટલા માટે અમે કેટલીક શ્વાસની એક્સરસાઇઝ પર પણ કામ કર્યું હતું, જેનાથી તેને શાંત રહેવા અને શૂટિંગની લાંબી અને કપરી પરિસ્થિતિઓનો સામનો કરવામાં મદદ મળી હતી.
શમશેરાની વાર્તા કાજાના કાલ્પનિક શહેરમાં સ્થાપિત છે, જ્યાં એક યોદ્ધા જનજાતિને ક્રુર સત્તાવાદી જનરલ શુદ્ધ સિંહ દ્વારા કેદમાં રાખીને તેને ત્રાસ આપવામાં આવે છે. આ એક એવા વ્યક્તિની વાર્તા છે જે પહેલા ગુલામ બને છે, ત્યારબાદ ગુલામોના નેતા અને છેલ્લે પોતાના કુળ માટે દંતકથા બને છે. તે પોતાની જાતિની આઝાદી અને સન્માન માટે અથાક સંઘર્ષ કરે છે. તેનું નામ શમશેરા છે.
આ ફિલ્મ 1800 ના દશક ના ભારતમાં સેટ છે ફિલ્મમાં શમશેરાનું પાત્ર નિભાવવાવાળા રણવીર કપૂર આ પહેલા ક્યારેય પણ ન ભજવેલા પાત્રમાં છે. સંજય દત્ત રણબીરના કટર દુશ્મનની ભૂમિકા ભજવી રહ્યો છે, અને રણબીરની સાથે તેનો સામનો જોવા લાયક હશે કારણ કે તે બંને એકબીજાની સામે નિર્દયતા દાખવશે.
Related Posts
Top News
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ
માત્ર 3 મિનિટમાં 29 લાખ કાર વેચાઈ, લોકોએ આ EV ખરીદવા માટે બધા રેકોર્ડ તોડી નાખ્યા
‘વિરાટ માફ કરજે..’, એબી ડીવિલિયરસે પસંદ કર્યા ટોપ-5 ક્રિકેટર્સ
Opinion
