‘વૉર 2’ એક ભારે નિરાશા, સ્પાય યુનિવર્સની સૌથી નબળી ફિલ્મ’, આ શું બોલી ગયા ‘પઠાણ’ના આસિસ્ટન્ટ ડિરેક્ટર

વર્ષ 2025ની સૌથી મોટી ફિલ્મ 'વૉર 2' 14 ઑગસ્ટના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી, જેને વિવેચકો અને ફેન્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક લોકોને આ ફિલ્મ પસંદ આવી, જ્યારે કેટલાક લોકોને બિલકુલ પસંદ નથી આવી. હવે સ્પાય યુનિવર્સ ફિલ્મ ‘પઠાણ’ના આસિસ્ટન્ટ ડિરેક્ટરની ‘વૉર 2’ અંગે પ્રતિક્રિયા સામે આવી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે.

યશ રાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સ આ દિવસોમાં ટ્રોલિંગનો સામનો કરી રહી છે. ઘણા લોકોએ તેમની ફિલ્મોમાં ઓરિજિનલ એક્શનનો અભાવ બતાવ્યો છે. સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે સ્પાય યુનિવર્સની ફિલ્મ તેમને 2019ની ‘વૉર’ જેટલી મજા આપી રહી નથી, જ્યારે 'સ્પાય યુનિવર્સ' સત્તાવાર રીતે શરૂ થયું નહોતું. તાજેતરમાં ઇન્ટરનેટ પર આવેલી રિતિક રોશન અને જુનિયર NTR અભિનીત 'વૉર 2'ને લઈને પણ આજ કહેવું છે. ઘણા લોકો આ ફિલ્મથી નિરાશ થયા છે.

War 2
news18.com

હવે આ જ યુનિવર્સની ફિલ્મ 'પઠાણ' ના આસિસ્ટન્ટ ડિરેક્ટર રહી ચૂકેલા રાજવીર આશેરે ‘વૉર 2’ને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે પોતાના ખાનગી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'વૉર 2'ને એક મોટી નિરાશા ગણાવી છે. તેમણે એમ પણ કહ્યું છે કે, આ ફિલ્મ 'સ્પાય યુનિવર્સ'ની સૌથી નબળી ફિલ્મોમાંથી એક છે. રાજવીરે લખ્યું કે, ‘આ મારા માટે એકદમ દિલ તોડનારો અનુભવ હતો. મને આ ફિલ્મ માટે ઘણી આશાઓ હતી, પરંતુ તેણે મને પૂરી રીતે નિરાશ જ કર્યો.'

રાજવીરે આગળ લખ્યું કે, ‘ફિલ્મનો પહેલો ભાગ અમુક અંશે ઠીક હતો, પરંતુ બીજો ભાગ એકદમ વાહિયાત અને લાંબો ખેંચાયેલો લાગ્યો. ન તો તેમાં કોઈ દમદાર ઉતાર-ચઢાવ હતા, ન તો તે મારી લાગણીઓને સ્પર્શી શક્યો. જે દિવસની હું સૌથી વધુ રાહ જોઈ રહ્યો હતો, તે જ દિવસ ભયાનક વિશ્વાસઘાત સાબિત થયો. આ સ્પાય યુનિવર્સની સૌથી નબળી ફિલ્મ છે.’

War 2
telanganatoday.com

‘વૉર 2’ ભલે ઘણા લોકોના નિશાના પર છે, પરંતુ તેનું બોક્સ ઓફિસ કલેક્શન કંઈક અલગ જ કહાની બતાવી રહ્યું છે. ફિલ્મે રીલિઝના માત્ર 3 દિવસમાં 150 કરોડનો આંકડો પાર કરી દીધો છે. તેલુગુ અને બોલિવૂડ સુપરસ્ટાર્સથી સજેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. પરંતુ ફિલ્મની ટીકાઓ આગામી બે દિવસમાં તેની ગતિ ધીમી પાડી શકે છે.

ફિલ્મનું બજેટ લગભગ 400 કરોડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જે તેને સ્પાય યુનિવર્સની મેગા બજેટ ફિલ્મોમાંથી એક બનાવે છે. જો ફિલ્મને બોક્સ ઓફિસ પર હિટનો ટેગ મેળવવો હોય, તો તેણે 500 કરોડથી વધુ કમાણી કરવી પડશે. હવે જોવાનું એ છે કે 'વૉર 2' ટ્રોલિંગ છતા મોટી ફિલ્મ બની શકશે કે નહીં. તમને જણાવી દઈએ કે આ ફિલ્મને અયાન મુખર્જીએ ડિરેક્ટ કરી છે.

About The Author

Related Posts

Top News

શું થયું હતું અંકિતા ભંડારી સાથે, BJP નેતાનું નામ કંઈ રીતે આવ્યું, રાહુલ ગાંધીએ શું કર્યું, અંકિતાના પિતાનું શું માંગ છે?

ગુરુવારે વહેલી સવારે ઈન્ડિયા ગેટ પર પોતાની પુત્રી માટે ન્યાયની માંગણી માટે વિરોધ પ્રદર્શન કરી રહેલા અંકિતા ભંડારીના માતા-પિતાને પોલીસે...
National 
શું થયું હતું અંકિતા ભંડારી સાથે, BJP નેતાનું નામ કંઈ રીતે આવ્યું, રાહુલ ગાંધીએ શું કર્યું, અંકિતાના પિતાનું શું માંગ છે?

આ પાખંડી બાબા ચિઠ્ઠી લખીને લોકોની સારવાર કરતો, પોતાના પગ પાસે સાપ જોઈને બેભાન થઈ ગયો, હોસ્પિટલમાં દાખલ

મધ્યપ્રદેશના છતરપુરમાં અજયપાર ધામના બાબા કરણ કુશવાહાની એક ઘટનાએ ત્યાં હાજર લોકોમાં હોબાળો મચાવ્યો. રાત્રે અચાનક એક સાપ બાબાના પગ...
National 
આ પાખંડી બાબા ચિઠ્ઠી લખીને લોકોની સારવાર કરતો, પોતાના પગ પાસે સાપ જોઈને બેભાન થઈ ગયો, હોસ્પિટલમાં દાખલ

મોબાઇલ ફોન પર 'Unknown'નો ખેલ 1 નવેમ્બરથી ખતમ, Truecallerની જગ્યાએ CNAP આવી ગયું

1 નવેમ્બરથી, તમારા ફોન પર આવતા દરેક કોલમાં કોલરનું સાચું નામ દેખાશે. આનો અર્થ એ થયો કે કોલ કરનાર...
Tech and Auto 
મોબાઇલ ફોન પર 'Unknown'નો ખેલ 1 નવેમ્બરથી ખતમ, Truecallerની જગ્યાએ CNAP આવી ગયું

આ તારીખે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ, લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા

ગુજરાતમાં હાલ નવરાત્રિનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. ચોમાસાની સત્તાવાર વિદાય બાદ...
Gujarat 
આ તારીખે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ, લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.