'હું ઈકબાલ'ના મેકર્સ લઈને આવી રહ્યાં છે સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ 'ભ્રમ', સ્ટારકાસ્ટ બની સુરતની મહેમાન

સુરત : મર્ડર મિસ્ટ્રી દર્શાવતી સાઈકોલોજિકલ અને સસ્પેન્સ થ્રિલર ફિલ્મ "ભ્રમ" 23મી મે, 2025થી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. "હું ઈકબાલ" ફિલ્મના મેકર્સ દ્વારા "ભ્રમ" ફિલ્મ રજૂ કરવામાં આવી છે, જે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટર પલ્લવ પરીખ દ્વારા નિર્દેશિત તથા લેખિત છે.  ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં આ ફિલ્મ એક ગેમચેન્જર સાબિત થશે તે તો નક્કી જ છે.  આ સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મની સ્ટારકાસ્ટ મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ, અભિનય બેંકર અને નિશ્મા સોની સુરતની મુલાકાતે આવ્યા હતા અને  ફિલ્મ અંગે મજાની વાતો શેર કરી હતી. 

ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ ફિલ્મે ઉમંગભર્યો પ્રતિસાદ મેળવી લીધો છે અને દર્શકોમાં વધુ કુતૂહુલ સર્જાયું છે. ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીએ તો માયા ( સોનાલી લેલે દેસાઈ), 42 વર્ષની એક મહિલા, ડિમેન્શિયા નામની બીમારીથી પીડાય છે, જેના કારણે તેને ભૂતકાળની ઘટનાઓ યાદ રહેતી નથી. પણ જયારે તે પોતાની જ દીકરી શ્રદ્ધા (નિશ્મા સોની) ની હત્યાની સાક્ષી બને છે, ત્યારે તેનું જીવન ઉથલપાથલ થઈ જાય છે. સમય માયા સામે કડકાઈથી ઊભો છે. માયાને તેની તૂટી ગયેલી યાદગીરીઓ ફરી સંકલિત કરી સત્ય શોધવુંજ પડશે. એ પહેલાં કે હત્યારો ગુમ થઈ જાય. ફિલ્મમાં મિત્ર ગઢવી માયાના કેરટેકર મેહુલની ભૂમિકામાં છે અને અભિનય બેંકર પોલીસમેનની ભૂમિકામાં જોવા મળશે કે જેઓ આ મર્ડર મિસ્ટ્રી ઈન્વેસ્ટિગેશન કરી રહ્યાં છે. આખરે માયાની દિકરી શ્રદ્ધાનું મર્ડર થયું છે કે નહિ અને થયું છે તો કોણે કર્યું છે એ તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.

ગુજરાતી સિનેમામાં આ પ્રકારની થ્રિલર ફિલ્મ હજી સુધી આવી નથી. પરંતુ આ ફિલ્મ એક બેન્ચમાર્ક  સેટ કરશે. "હું ઇકબાલ" ફિલ્મના નિર્માતા સિટીશોર. ટીવી દ્વારા જ આ ફિલ્મ પ્રોડ્યુસ કરાઈ છે. ફિલ્મનું તાજેતરમાં જ લોન્ચ કરાયેલ ટાઇટલ સોન્ગ "તારી હકીકત" દર્શકોને ખૂબ જ પસંદ પડી રહ્યું છે.

ફિલ્મના ડિરેક્ટર અને રાઇટર પલ્લવ પરીખ જણાવે છે  કે,"મોટા ભાગના લોકો સસ્પેન્સ થ્રિલર અને મર્ડર મિસ્ટ્રી દર્શાવતી સિરીઝ જોવે છે તો ફિલ્મ કેમ નહિ? અને એમાં પણ આપણી ગુજરાતી ભાષામાં આ પ્રકારની ફિલ્મ જોવા મળે તો અચૂકપણે નિહાળવી જ જોઈએ. દર્શકોને છેક સુધી આ ફિલ્મ જકડી રાખશે તે વાતનો મને સંપૂર્ણપણે વિશ્વાસ છે.

surat
Khabarchhe.com

તાજેતરમાં જ સલમાન ખાન સાથે "સિકંદર" ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવેલ અનુભવી અભિનેતા મિત્ર ગઢવી જણાવે છે કે , "'ભ્રમ' જેવી સાઇકલોજિકલ થ્રિલર ફિલ્મ કરવી મારા માટે એક નવી ચેલેન્જ હતી. મેં અત્યાર સુધી ઘણા વિવિધ પાત્રો ભજવ્યા  છે, પણ આ ફિલ્મમાં મેહુલનું પાત્ર નિભાવવું એ કંઈક અલગ જ અનુભવ હતો. આ ફિલ્મ દર્શકોને દરેક પળે સવાલ કરાવશે – શું સત્ય છે અને શું ભ્રમ?"

વર્સેટાઈલ અભિનેત્રી સોનાલી લેલે દેસાઈ જણાવે છે કે, "આ ફિલ્મમાં માયાનું પાત્ર નિભાવવું ખૂબ જ વિશેષ અનુભવ રહ્યો. એક એવી સ્ત્રી જે ડિમેન્શિયા જેવી બીમારીથી જૂઝે છે અને છતાં પોતાનું સત્ય શોધવા લડે છે – એવું પાત્ર ભજવવું એ લાગણીસભર અને ચેલેન્જિંગ હતું. આ ફિલ્મ દર્શકોને એક અલગ જ રીતે સ્પર્શશે."

અભિનય બેંકર જણાવે છે કે, "દર્શકોને આ ફિલ્મ થકી સસ્પેન્સ થ્રિલરનો યાદગાર અનુભવ મળશે. આ મર્ડર મિસ્ટ્રીમાં કામ કરવું એ મારા માટે ગર્વની વાત છે અને આ ફિલ્મમાં કામ કરવાનો એક અનોખો અનુભવ રહ્યો. આ ફિલ્મ એક પળ પણ આંખ પરથી ઊતારવા ન દે તેવી છે."

નિશ્મા સોની જણાવે છે કે,  "ફિલ્મમાં મારું પાત્ર શ્રદ્ધાનું છે અને આખી સ્ટોરી શ્રદ્ધાના મર્ડરની આસપાસ ફરે છે. ફિલ્મની ટીમ ખૂબ અનુભવી છે અને આ ફિલ્મમાં કામ કરવું એ મારા માટે ચેલેન્જિંગ હતું અને સાથે મજા પણ ખૂબ આવી."

ફિલ્મની સ્ટોરી તો યુનિક છે પરંતુ નિર્માતાઓની ફિલ્મનો પ્રચાર કરવાની રીત પણ અલગ છે. ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ ફિલ્મ માટે ઇન્સ્ટાગ્રામ ગેમ લોન્ચ કરાઈ હતી, જેણે દર્શકોમાં સારો એવો બઝ ક્રિએટ કર્યો.

'ભ્રમ' એ માત્ર ફિલ્મ નહીં પણ એક અનુભવ છે. એક એવી ફિલ્મ જે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે નવો માઇલસ્ટોન સાબિત થઈ શકે છે.

About The Author

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.