જો હું બીજા સાથે સૂતી હોત તો અત્યાર સુધીમાં 30 ફિલ્મો કરી લેત: એક્ટ્રેસ પાયલ

એક્ટ્રેસ પાયલ ઘોષનું હિન્દી અને તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. તે અલગ અલગ મુદ્દાઓ પર પોતાના વિચાર નીડરતાથી રાખે છે. હાલમાં જ તેણે પોતાની 11મી ફિલ્મની જાહેરાત કરી છે. આ ખાસ અવસર પર પાયલ ઘોષે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરતા ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચને લઈને ખૂલીને વાત કરી છે. તેણે આ પોસ્ટમાં ખુલાસો કર્યો કે, વધારે ફિલ્મો મેળવવા માટે તમારે સૂવું પડશે.’ ત્યારબાદ જ પાયલ ઘોષ ચર્ચામાં આવી ગઈ છે.

પાયલ ઘોષે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની 11મી ફિલ્મની જાહેરાત કરતા ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચને લઈને પણ ખુલાસો કયો હતો. તેણે લખ્યું કે, ‘ફાયર ઓફ લવ: રેડ, હું પોતાની 11મી ફિલ્મ કરીશ. જો હું બીજા સાથે સૂઈ હોત તો આજે હું 30મી ફિલ્મ કરી લેત.’ પાયલ ઘોષની આ પોસ્ટ બાદ જ અંદાજો લગાવી શકાય છે કે પાયલે કાસ્ટિંગ કાઉચ માટે ના પાડવાના કારણે ઘણી ફિલ્મો ગુમાવી છે. જો કે આ આખો મામલો શું છે એ સમજવા અગાઉ પાયલ ઘોષે પોતાની પોસ્ટ ડીલિટ કરી દીધી.

પાયલ ઘોષની આ પોસ્ટ બાદ ઘણા લોકો તેના પર કટાક્ષ કરી રહ્યા છે. તો ઘણા પાયલ ઘોષના સપોર્ટમાં છે અને તેઓ આ બાબતે વધારેમાં વધારે જાણવા માગે છે. પાયલ ઘોષ આ અગાઉ ડિરેક્ટર અનુરાગ કશ્યપ પર પણ ગંભીર આરોપ લગાવી ચૂકી છે. પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર યૌન ઉત્પીડન સાથે જળજબરી કરવા જેવા ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ પણ પાયલ ઘોષ ખૂબ ચર્ચામાં આવી ગઈ હતી. પાયલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ સાથે પોતાના અપડેટ્સ શેર કરતી રહે છે.

પાયલ ઘોષે વર્ષ 2013માં અનુરાગ કશ્યપ વિરુદ્ધ FIR પણ નોંધાવી હતી. આ આરોપો બાદ પાયલ ઘોષ લાઇમલાઇટમાં આવી ગઈ હતી. પાયલ ઘોષણા વર્કફ્રન્ટની વાત કરીએ તો તે જલદી જ ફિલ્મ ‘ફાયર ઓફ લવ: રેડ’માં લીડ એક્ટ્રેસ તરીકે નજરે પડવાની છે. તેની સાથે કૃષ્ણ અભિષેક મુખ્ય ભૂમિકામાં નજરે પડશે.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.