Kalki પર વધારે પૈસા ખર્ચ કરવાથી ટેન્શનમાં હતો પ્રભાસ, સીક્વલને લઇને આપી હિંટ

નાગ અશ્વિનન ડિરેક્શનમાં બનેલી સુપરહિટ ફિલ્મ Kalki 2898 ADનો જલવો યથાવત છે અને ગદર 2 જેવી બીજી ફિલ્મોને ધૂળ ચટાવનાર Kalki 2898 ADએ થોડા જ દિવસોની અંદર 1000 કરોડને પર કમાણી કરી લીધી છે. વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મ બનેલી Kalki 2898 ADની સફળતા પર પ્રભાસે રીએક્શન આપ્યું છે. Kalki 2898 ADમાં પ્રભાસે ભૈરવ અને કર્ણના રોલને નીભાવ્યો છે. ફિલ્મમાં તેનો અને બુજ્જી (રોબોટિક કાર)ની જુગલબંદી ખૂબ પસંદ કરવામાં આવી. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું કે, મહાભારત સાથે કનેક્શન પણ દર્શકોને ભાવી ગયું છે.

આ જ કારણ છે કે, રીલિઝ બાદ જ ફિલ્મ બોક્સ ઓફિસ પર બધા રેકોર્ડ તોડી રહી છે અને ખૂબ કમાણી કરી રહી છે. હવે Kalki 2898 ADની સફળતા પર પ્રભાસે ખુશી વ્યક્ત કરી છે. વીજયંતી ફિલ્મ્સે X હેન્ડલ પર પ્રભાસનો એક વીડિયો શેર કર્યો છે. ક્લિપમાં કહેવામાં આવ્યું છે કે, ‘હાઇ, કેમ છો તમે લોકો? મારા ફેન્સ, મને એટલી મોટી હિટ ફિલ્મ આપવા માટે તમારો આભાર. તમને ખૂબ ધન્યવાદ. તમારા વિના હું ઝીરો છું. નાગ અશ્વિનનો પણ આભાર, જેમણે 5 વર્ષ સખત મહેનત બાદ આટલી મોટી ફિલ્મ બનાવી.’

પ્રભાસે આગળ કહ્યું કે, ‘મને લાગે છે કે આપણે પ્રોડ્યુસર્સનો પણ આભાર માનવો જોઇએ. જે પ્રકારે તેમણે ખર્ચ કર્યો, તેનાથી અમે પણ ટેન્શનમાં હતા. હું તેમને કહેતો હતો કે તમે કંઇક વધારે જ ખર્ચ કરી રહ્યા છો. ત્યારે તેઓ કહેતા કે નહીં આપણે મોટી હિટ આપવા જઇ રહ્યા છીએ, પરેશાન ન થાવ. આપણે હાઇએસ્ટ ક્વાલિટી ફિલ્મ આપવી જોઇએ. એટલે હું એ પ્રોડ્યુસર્સનો પણ આભાર માનુ છું. નાગ અશ્વિને અમને ભારતીય સિનેમાના મહાન દિગ્ગજો સાથે કામ કરવાનો અવસર આપ્યો.

તેણે આગળ કહ્યું કે, અમિતાભ સર અને કમલ સર, અમે બધા તમને જોઇને ખૂબ ખુશ થયા અને તમારી પાસે ઘણું શીખ્યું છે. દીપિકાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, સૌથી સુંદર મહિલા અને અમારી પાસે તેનાથી પણ મોટો પાર્ટ 2 છે, એ વાત તમે જાણો છો. ફેન્સનો ફરી આભાર.

About The Author

Related Posts

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.