પોતાના રસોઈયાનો પગાર જાણીને સલમાન ખાનના જીજા આયુષ શર્માએ તેને નોકરીમાંથી જ કાઢી મૂકેલો

બોલિવુડ એક્ટર અને સલમાન ખાનની નાની બહેન અર્પિતા ખાનનો પતિ આયુષ શર્મા ફરી એક વખત પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં આવી ગયો છે. વાસ્તવમાં, તાજેતરમાં જ ફરાહ ખાન પોતાના કૂકિંગ વ્લોગ માટે અર્પિતા અને આયુષના ઘરે પહોંચી હતી. જેનો ફૂલ વીડિયો યુટ્યુબ પર આવી ગયો છે. આ વીડિયોમાં, આયુષે ખુલાસો કર્યો કે તેના ઘર પર ખાવાનું બનતું નથી કેમ કે તેણે પોતાના રસોઈયાને નોકરીમાંથી કાઢી મૂક્યો છે. જ્યારે ફરાહ ખાને પોતાના વ્લોગમાં આયુષ અને અર્પિતાને પૂછ્યું કે, તમારા ઘરમાં ખાવાનું કોણ બનાવે છે, તો આયુષ ખુલાસો કરતા કહે છે કે, મેં મારા રસોઈયાને પૂછ્યું કે તમારો પગાર કેટલો છે? જ્યારે તેણે મને મને જણાવ્યો તો મને ખરેખર હાર્ટ એટેક આવી ગયો. પછી મેં વિચાર્યું કે, હું જેટલી સેલેરી તેને આપી રહ્યો છુ તેનાથી ઓછા ખર્ચમાં તો હું દરરોજ બહારથી ખાવાનું મગાવી શકું છું. સાથે જ મજાક કરતા આયુષે પોતાના ઘરને મુંબઈને દુબઇ પણ કહ્યું.

aayush-sharma1
news18.com

 

આયુષના આ ખુલાસા બાદ અર્પિતા કહે છે કે હાલમાં, સલમાન ખાનના ઘરથી ખાવાનું આવી રહ્યું છે. કારણ કે તેને તેની માતા સલમા ખાનના હાથનું ખાવાનું ખૂબ પસંદ છે. અર્પિતાએ એમ પણ કહ્યું હતું કે, સોહેલ ખાન અને અરબાઝ ખાનના ઘરે પણ સલમાનના ઘરેથી જ ખાવાનું જાય છે. અર્પિતાએ વાતો-વાતોમાં ફરાહ ખાનને જણાવ્યું કે, અમને બહારનું ખાવાનું વધારે પસંદ આવતું નથી. જ્યારે અમે ફિનલેન્ડ ગયા હતા ત્યારે અમે પોતાની સાથે શેફ લઈને ગયા હતા. ફરાહે અર્પિતાને પૂછ્યું કે, ‘શેફનું ખાવાનું ક્યાં બની રહ્યું હતું ઇગ્લૂમાં? આ સવાલ પર અર્પિતાએ કહ્યું કે, અમે પોતાના માટે એક વિલા બુક કરી લીધું હતું. ફરાહ આ સાંભળીને દંગ રહી ગઈ અને તેણે આગ્રહ કર્યો કે તેઓ આ વાત દીલિપને ન બતાવે.

 

તમને જણાવી દઈએ કે અર્પિતા ખાને વર્ષ 2014માં આયુષ શર્મા સાથે લગ્ન કર્યા હતા. આજે, આ યુગલો 2 બાળકો એક પુત્રી અને પુત્રના પેરેન્ટ્સ છે. જેમના પર સલમાન ખાન પણ પોતાનો પ્રેમ લૂંટાવે છે. અર્પિતા સલમાનની નાની બહેન છે. તેના ભાઈ સાથે પણ ખૂબ સારું બોન્ડિંગ છે. અર્પિતા પોતાના ભાઈઓની લાડકી છે.

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.