‘હવે તેઓ કદાચ મારી સાથે..’, દીકરા અને દીકરી અંગે શાહરૂખે કહી મોટી વાત

શાહરુખ ખાન હાલના દિવસમાં પોતાની ફિલ્મ ‘ડંકી’ની સફળતાનું સેલિબ્રેશન કરી રહ્યો છે. આ વર્ષની ત્રીજી સુપરહિટ ફિલ્મ આપ્યા બાદ હવે શાહરુખ ખાને પોતાના બાળકોના કરિયર પર ચર્યા કરી. તેણે જણાવ્યું કે સુહાના ખાન અને આર્યન ખાને પોતે આ શૉ બિઝનેસમાં આવવાનો નિર્ણય લીધો છે. શાહરુખ ખાને પોતાના બાળકોને ફિલ્મી જગતમાં પગ રાખવા માટે શુભમકામનાઓ આપી.

એક અંગ્રેજી અખબાર સાથે વાતચીત કરવા દરમિયાન શાહરુખ ખાને પોતાના બંને બાળકોના ફિલ્મી કરિયર બાબતે ચર્ચા કરતા કહ્યું કે, ‘ન મેં અને ન તો ક્યારેય ગૌરીએ આર્યન કે સુહાનાને આ પ્રોફેશનલમાં આવવા કહ્યું છે. આ તેમનો પોતાનો નિર્ણય હતો? શાહરુખ ખાને આગળ એમ પણ કહ્યું કે, 'ઘણી વખત એમ થયું છે કે એક્ટર તરીકે મેં જ્યારે કોઈ નિર્ણય લીધો છે, મારો પરિવાર હંમેશાં સાથે ઊભી રહી છે. ભલે મારા પરિવારજનોને મારી પરિસ્થતિ સમજ ન આવી હોય, પરંતુ મને તેમનો સપોર્ટ મળ્યો છે.’

શહરૂખ ખાન કહે છે કે, ‘મને એ વાતની ખુશી છે કે હવે મારા બાળકો આ શૉ બિઝનેસનો હિસ્સો થવા જઈ રહ્યા છે. હવે તેઓ મારી ભાવનાઓને સારી રીતે સમજશે અને મારી સાથે હવે વધુ કોમળતાથી રજૂ થશે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ સુહાના ખાને ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચિસ’થી એક્ટિંગની દુનિયામાં પગ રાખ્યો. ફિલ્મને દર્શકો તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યા. સુહાના ખાનની એક્ટિંગના ખૂબ વખાણ થયા. તો શાહરૂખનો મોટો પુત્ર આર્યન ખાન પર બોલિવુડમાં પોતાનું નસીબ અજમાવવા તૈયાર છે.

જો હાલમાં સિનેમાઘરોમાં રીલિઝ થયેલી શાહરૂખની ફિલ્મ ‘ડંકી’ની વાત કરીએ તો તેનું ડિરેક્શન રાજકુમાર હીરાનીએ કર્યું છે. જો કે, આ ફિલ્મ ગત ફિલ્મોની તુલનામાં પાછળ રહી ગઈ છે, પરંતુ તેણે ખૂબ જ સરળતાથી 100 કરોડ ક્લબમાં એન્ટ્રી મારી લીધી છે. ડંકીના માર્ગમાં રોડો બનીને આવી છે સાઉથ સિનેમાના સ્ટાર પ્રભાસની ફિલ્મ ‘સાલાર’, જે હાલના દિવસોમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. શાહરૂખની ફિલ્મ ડંકી’ની કમાણી છઠ્ઠા દિવસે અડધાથી પણ ઓછી થઈ ગઈ. Sacnilkના રિપોર્ટ મુજબ ડંકીએ સોમવારે 24.32 કરોડ રૂપિયાની કમાણી કરી. તો મંગળવારે ફિલ્મે માત્ર 10.25 કરોડ રૂપિયાની કમાણી કરી. આ ફિલ્મે કુલ મળીને ભારતીય બોક્સ ઓફિસ પર 140.20 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

 

About The Author

Related Posts

Top News

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.