- Entertainment
- ચાલુ વર્લ્ડ કપમાં સારા તેંદુલકર સાથે જોવા મળ્યો શુભમન ગિલ, જુઓ Video
ચાલુ વર્લ્ડ કપમાં સારા તેંદુલકર સાથે જોવા મળ્યો શુભમન ગિલ, જુઓ Video

શું શુભમન ગિલ અને સારા તેંદુલકર એકબીજાને ડેટ કરી રહ્યા છે કે બંને સારા મિત્રો છે? આ સવાલનો જવાબ સૌ કોઈ જાણવા માગે છે. ભારત અને શ્રીલંકા વચ્ચે મુંબઈમાં ગુરુવારે મેચ થવાની છે. તે પહેલા શુભમન ગિલ મુંબઈમાં જિયો વર્લ્ડ પ્લાઝાના લોન્ચ દરમિયાન એકસાથે જોવા મળ્યા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયોમાં સારા તેંદુલકર અને શુભમન ગિલ જિયો વર્લ્ડ પ્લાઝાના ઈવેન્ટથી બહાર આવતા દેખાઈ રહ્યા છે. પણ જેવી તેમની નજર બહાર કેમેરામેન પર પડે છે તો તેઓ થંભી જાય છે અને બંને અલગ અલગ બહાર નીકળે છે. વીડિયોમાં જોઇ શકાય છે કે સારાએ લાલ રંગનો ગાઉન પહેર્યો છે. ગિલ બ્લેક લુકમાં જોવા મળ્યો.
ડિનર પાર્ટી ખતમ થયા પછી બંને એકસાથે બહાર આવ્યા. પણ ગિલ એકલો જ પોતાની કારમાં બેસીને ગયો. થોડી વાર પછી સારા પણ ત્યાંથી જતી રહી. આ બધાની વચ્ચે બંને કેમેરાથી બચતા જોવા મળ્યા. બંનેએ મીડિયા સાથે વાત કરી નહીં. આ પહેલા પણ ગિલ અને સારા એકબીજા સાથે સ્પોટ થયા છે. જોકે હજુ સુધી સારા કે શુભમન બંનેમાંથી એકપણે પોતાના સંબંધને લઇ પુષ્ટિ કરી નથી કે તેનું ખંડન કર્યું છે.
આ પહેલા વર્લ્ડ કપની એક મેચમાં પણ સારા તેંદુલકર સ્ટેડિયમમાં જોવા મળી હતી. મેચ દરમિયાન તે ગિલનો જુસ્સો વધારતી જોવા મળી. પાછલા એક વર્ષથી બંનેના ડેટિંગની ખબરો ચાલી રહી છે.
જણાવીએ કે, શુભમન ગિલ આ વર્લ્ડ કપની શરૂઆતી મેચો ડેંગ્યૂના કારણે રમી શક્યો નહોતો. જોકે, ત્યાર પછી ગિલ ભારતની દરેક 4 મેચોમાં રમ્યો છે. પણ હજુ સુધી તે તોફાની ઈનિંગ રમી શક્યો નથી. ગિલે બાંગ્લાદેશ સામે 53 રનની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત પાકિસ્તાન સામે 16, ન્યૂઝીલેન્ડ સામે 26 અને ઈંગ્લેન્ડ સામે 9 રન જ બનાવી શક્યો હતો.
ભારતની સાતમી મેચ 2 નવેમ્બરના રોજ મુંબઈમાં શ્રીલંકા સામે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આશા એવી જ છે કે આ મેચમાં ગિલના એ તેવર જોવા મળે જે ટૂર્નામેન્ટમાં હજુ સુધી જોવા મળ્યા નથી.