- Business
- ‘શાનદાર નેતા છે PM મોદી, જો દુનિયા શિવને ફોલો કરે તો..’ એલન મસ્કના પિતાએ સનાતન ધર્મની કરી પ્રશંસા
‘શાનદાર નેતા છે PM મોદી, જો દુનિયા શિવને ફોલો કરે તો..’ એલન મસ્કના પિતાએ સનાતન ધર્મની કરી પ્રશંસા

અમેરિકન અબજપતિ અને ટેસ્લાના CEO એલન મસ્કના પિતા એરોલ મસ્ક ભારત આવ્યા છે. સોમવારે તેમણે સનાતન ધર્મની પ્રશંસા કરતા તેને વિશ્વ શાંતિ, કલ્યાણનો માર્ગ અને શિવને પરમ રક્ષક બતાવ્યા. તેમણે કહ્યું કે, મને લાગે છે કે જો આખી દુનિયા શિવને ફોલો કરે તો બધું સારું થઈ જશે. હું કોઈ એક્સપર્ટ નથી, પરંતુ હું તેનાથી મોહિત છું. આ એટલો જૂનો છે, ધર્મ એટલો પ્રાચીન છે કે તે મને હેરાન કરી દે છે. તે આપણને બતાવે છે કે આપણે વાસ્તવમાં કેટલું ઓછું જાણીએ છીએ. 79 વર્ષીય ઉદ્યોગપતિએ પ્રાચીન ભારતીય વારસા અને આધ્યાત્મિક વારસાને લઈને પોતાના આકર્ષણ બાબતે ખૂલીને વાત કરી, જે એક રીતે આગામી દિવસોમાં આશીર્વાદ લેવા માટે અયોધ્યામાં રામ મંદિર જવાની તેમની યોજનાઓનો એક હિસ્સો લાગે છે.

શિવને બધી સાંસારિક બીમારીઓનું સમાધાન બતાવીને મસ્ક સીનિયરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમાવેશિતા અને સદ્વભાવના સંદેશને પણ સમર્થન આપ્યું, જે વસુધૈવ કુટુમ્બકમ (દુનિયા એક પરિવાર છે) જેવી અવધારણાઓમાં સમાયેલ છે. આ ઉપરાંત, એરોલ મસ્કે વડાપ્રધાન મોદીને 'શાનદાર' નેતા ગણાવ્યા. મસ્કે મોદી સરકારના શાસનકાળ હેઠળ ભારતની વધતી લોકપ્રિયતાની પ્રશંસા કરી અને કહ્યું કે, દુનિયાએ ભારત પાસેથી ઘણું બધુ શીખવાનું છે. ભારત પહેલા જ એક વિશ્વ શક્તિ બની ચૂક્યું છે અને તેની વધતી GDP તેના વધતા કદનો સંકેત છે. ભારત એક વિશ્વ શક્તિ છે. જ્યારે તમારી પાસે દુનિયામાં ચોથી સૌથી મોટી GDP હોય છે, તો તમે એક વિશ્વ શક્તિ હોવ છો, પછી ભલે તમે તને પસંદ કરો કે નહીં. ભારત આ વસ્તુઓ પ્રત્યે ખૂબ જ વિનમ્ર અભિગમ રાખે છે, જે અન્ય દેશોની તુલનામાં ખૂબ જ સારો છે જે પોતાને આગળ વધારે છે. હું કહીશ કે ભારત પાસે દુનિયામાં યોગદાન આપવા માટે ઘણું બધું છે.

વડાપ્રધાન મોદી બાબતે તેમનો અભિપ્રાય પૂછવામાં આવતા એરોલ મસ્કે કહ્યું કે, તેઓ એક શાનદાર નેતા છે. તેઓ આ સમયે દુનિયાના સૌથી સારા નેતાઓમાંથી એક છે. તેમને ટીવી પર જોવા હંમેશાં ખુશીની વાત હોય છે. IMFએ પોતાના તાજેતરના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં કહ્યું છે કે, ભારત વર્ષ 2025માં 4.19 ટ્રિલિયન ડોલરની GDP સાથે જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. એલન મસ્કના પિતા એરોલ મસ્ક હાલમાં ભારતના પ્રવાસે છે, જ્યાં તેમનું ધ્યાન દેશમાં ગ્રીન ટેક્નોલોજી અને EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં તેજી લાવવા પર છે. મસ્ક પરિવારના 78 વર્ષીય મુખિયાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ પર કહ્યું કે જો પાકિસ્તાન મુશ્કેલી ઉભી કરી રહ્યું છે, તો તેની બાબતે કંઈક કરવું જોઈએ. તેમણે આતંકવાદના ડરમાં જીવી રહેલા કાશ્મીરીઓની પરેશાની ખતમ કરવાની વાત પણ કહી.