ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે જણાવ્યું હારનું સૌથી મોટું કારણ

ગુજરાત ટાઇટન્સ (GT) IPL 2025માં સૌથી પહેલા પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. હવે આ ટીમ તેમાંથી બહાર થનારી પણ પહેલી ટીમ બની ગઈ. મુલ્લાંપુરમાં રમાયેલી એલિમિનેટર મેચમાં GTને 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે 20 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. MIએ પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યા હતા. તેના જવાબમાં GT સીમિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને માત્ર 208 રન જ બનાવી શકી હતી. GTના કેપ્ટન શુભમન ગિલના જણાવ્યા મુજબ, તેમની ટીમની હારનું સૌથી મહત્ત્વનું કારણ તેમની ખરાબ ફિલ્ડિંગ હતી. ચાલો જાણીએ તેણે શું કહ્યું.

Gill
BCCI

MI વિરુદ્ધ આ મહત્ત્વપૂર્ણ મેચમાં GTના કેપ્ટન શુભમન ગિલની બેટ શાંત રહી. તે માત્ર એક જ રન બનાવી શક્યો. ટ્રેન્ટ બોલ્ટના બૉલ પર તે LBW થઈ ગયો હતો. જોકે, તેના ઓપનિંગ પાર્ટનર સાઈ સુદર્શને શાનદાર બેટિંગ કરી, પરંતુ તે ટીમને જીત ન અપાવી શક્યો. મેચને લઈને, ગિલે કહ્યું હતું કે, અમે ગેમમાં હતા. અમે પાવરપ્લેમાં 3 કેચ છોડ્યા, જે અમારા પક્ષમાં ન ગયા. જ્યારે વોશિંગ્ટન સુંદર અને સાઈ સુદર્શન બેટિંગ કરી રહ્યા હતા, તો તેમને એજ સંદેશ મોકલવામાં આવ્યો હતો કે જેમ તેઓ રમી રહ્યા છે એવી રીતે રમતા રહે. ઝાકળ પડવાથી વિકેટ બેટિંગ માટે સરળ થઈ ગઈ ગઈ. અમે છેલ્લી 3 મેચ હાર્યા, પરંતુ આ સીઝન અમારા માટે ખૂબ પોઝિટિવ વસ્તુઓ ગઈ. સાઈ તેમાંથી એક છે. આ વિકેટ પર 210 રનનો સ્કોર ચેઝ કરી શકતો હતો. બોલિંગ દરમિયાન, અમે છેલ્લી ઓવરમાં વિચારી રહ્યા હતા કે આપણે સિક્સ ન જવા દઈએ.

Gill3
BCCI

મેચ દરમિયાન રોહિત શર્માને 2 અને સૂર્યકુમાર યાદવને એક જીવનદાન મળ્યું. તેમાંથી 2 કેચ કીપર કુસલ મેન્ડિસે છોડ્યા. મેચ દરમિયાન છેલ્લી ઓવરમાં MI કેપ્ટન હાર્દિક પંડ્યાએ 22 રન બનાવ્યા હતા. જે આ મેચમાં સૌથી નિર્ણાયક સાબિત થયા. હવે ટ્રોફીની જંગ માત્ર 3 ટીમો વચ્ચે છે. RCB પહેલા જ ફાઇનલમાં પહોંચી ચૂકી છે. અને પોતાના ઓપોનેન્ટની રાહ જોઈ રહી છે. જેની બાબતે 1 જૂને ખબર પડી જશે. જ્યારે પંજાબ કિંગ્સ (PBKS) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે અમદાવાદમાં બીજી ક્વોલિફાયર મેચ રમાશે.

About The Author

Related Posts

Top News

ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આખરે 23 દિવસ પછી 16 જુલાઇએ શપથ લીધા હતા. સાથે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ...
Gujarat 
ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈ, 2025થી શરૂ થવા જઈ રહ્યું છે. વિરોધ પક્ષોનું ગઠબંધન INDIA બ્લોક, ચોમાસુ...
National 
મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ  રમાઇ હતી. આ દિલ ધડક મેચમાં ભારતીય ટીમને 22...
Sports 
લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા

મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતના રાજકારણમાં ચર્ચામાં છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીમાં ચૂંટણી લડવા માટે...
Gujarat 
કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.