- Entertainment
- 90ના દશકમાં તેમનું રાજ હતું બોલીવુડ પર, જાણો હવે ક્યાં કામ કરે છે
90ના દશકમાં તેમનું રાજ હતું બોલીવુડ પર, જાણો હવે ક્યાં કામ કરે છે

OTT પ્લેટફોર્મ કેટલાક કલાકારોની ડૂબતી કારકિર્દી માટે સંજીવની બનીને ઉભરી આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી કોરોના કાળ દરમિયાન જ્યારે સિનેમાઘરો બંધ થઈ ગયા હતા, ત્યારે બધા જ દર્શકો OTT પર શિફ્ટ થઈ ગયા હતા. કેટલાક કલાકારો તો એવા પણ છે જે વર્ષોથી મોટા પડદા પરથી ગાયબ હતા, પરંતુ OTTએ ફરી એકવાર તેમને સફળતા અપાવી છે.
માધુરી દીક્ષિતે વેબ સીરીઝ 'ધ ફેમ ગેમ' સાથે OTT ડેબ્યુ કર્યુ હતું. આ વેબ સીરીઝમાં માધુરીની સાથે સંજય કપૂર, માનવ કૌલ અને રાજશ્રી દેશપાંડે મહત્વની ભૂમિકાઓમાં હતા. જેને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી.
સુષ્મિતા સેને એક સમયે બોલીવુડને અનેક હિટ ફિલ્મો આપી હતી, અને પછી અચાનક લાઇમલાઈટથી દુર થઈ ગઈ હતી. સુષ્મિતા સેને 10 વર્ષ બાદ OTT પ્લેટફોર્મ પર આર્યા વેબ સીરીઝથી ડેબ્યુ કર્યું હતું. આ સીરીઝના બીજા સીઝનમાં પણ સુષ્મિતા સેને તેના લાજવાબ અભિનયથી અને ધાકડ અંદાઝથી દરેકને હેરાન કઈ નાખ્યા હતા.
અરણ્યક સાથે રવિના ટંડન OTT ડેબ્યૂ કર્યુ હતું. આ વેબ સીરીઝમાં તે પોલીસ સ્ટેશનની મુખ્ય અધિકારી કસ્તુરી ડોગરાનું પાત્ર ભજવતી જોવા મળી હતી. આ વેબ સીરીઝની મિસ્ટ્રી થ્રીલરમાં રવિનાના અભિનયને ખુબજ પસંદ કરવામાં આવ્યો હતો. આ રોમાંચક સીરીઝ ગયા વર્ષે નેટફ્લિક્સ પર 10 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. રવિનાએ તેની કારકિર્દીમાં સૌથી વધારે કામ ગોવિંદા સાથે કર્યું હતું, અને બંનેએ સાથે સુપરહિટ ફિલ્મો આપી છે.
90ના દશકની ખૂબસૂરત અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ વેબ સીરીઝ 'ધ બ્રોકન ન્યૂઝ'થી OTT ડેબ્યુ કર્યુ છે. આ વેબ સીરીઝમાં સોનાલી બેન્દ્રેએ એક પત્રકારની ભૂમિકા ભજવી હતી. વેબ સીરીઝ સિવાય સોનાલી બેન્દ્રે રિયાલિટી શોમાં નિર્ણાયક તરીકેની કામગીરી બજાવતા પણ નજરે પડી છે.
કાજોલે ત્રિભાષી ફિલ્મ 'ત્રિભંગા' સાથે 2021માં તેને ડિજિટલ ડેબ્યુ કર્યુ હતું. કાજલના પતિ અભિનેતા અજય દેવગને પણ OTT પર એન્ટ્રી મારી દીધી છે.
કાજોલે 1992માં ફિલ્મ 'બેખુદી'થી બોલિવુડમાં એન્ટ્રી મારી હતી, પરંતુ કાજોલને સફળતા 1993ની તેની સુપરહિટ ફિલ્મ 'બાઝીગર'થી મળી હતી.
આ સિવાય બીજા પણ એવા કેટલાક અભિનેતા અને અભિનેત્રીઓ છે કે જેઓ હવે OTT પ્લેટફોર્મ દ્વારા પોતાની કારકિર્દીને આગળ વધારી રહ્યા છે.
Related Posts
Top News
શું ભારત-રશિયા-ચીન પોતાના 'ડૉલર' બનાવશે? US અને પશ્ચિમી દેશો ગભરાઈ રહ્યા છે?
સુરતમાં 10 વર્ષથી ચાલતી નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ- મુખ્ય સુત્રધાર પ્રતીક શાહ પકડાયો
હરભજન સિંહનો લલિત મોદી પર આક્રમક પ્રહાર: “જૂનો વીડિયો જાહેર કરવો અયોગ્ય”
Opinion
