5 રૂપિયાના પાન મસાલામાં 4 લાખ રૂપિયે કિલો વેચાતું કેસર છે કંઈ રીતે? કોર્ટમાં ગયો કેસ

પાછલા ઘણા સમયથી શાહરૂખ ખાન અને અજય દેવગણ સહિત ઘણા કલાકારો ભ્રામક જાહેરાતો માટે નિશાન બન્યા છે. હવે, આ યાદીમાં સલમાન ખાનનું નામ પણ ઉમેરવામાં આવ્યું છે. કોટા ગ્રાહક અદાલતમાં તેમની વિરુદ્ધ એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, રાજશ્રી પાન મસાલા માટેની તેમની એક જાહેરાત યુવાનોને ગેરમાર્ગે દોરે છે. કોર્ટે આ મામલે સલમાન અને રાજશ્રી કંપનીને કાનૂની નોટિસ ફટકારી છે.

Salman-Khan-Rajshree-Case-2

સલમાન ખાન વિરુદ્ધ આ ફરિયાદ BJPના વરિષ્ઠ નેતા અને રાજસ્થાન હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ ઈન્દર મોહન સિંહ હની દ્વારા દાખલ કરવામાં આવી હતી. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ઈન્દર મોહન સિંહે જણાવ્યું હતું કે, કંપની દાવો કરે છે કે તેના પાન મસાલા પાઉચમાં કેસર હોય છે. આ પાઉચ રૂ. 5થી શરૂ થાય છે, જ્યારે કેસરની કિંમત પ્રતિ કિલો રૂ. 4 લાખ છે. તેથી, તેમાં કેસર મેળવ્યું હોય તેનો દાવો સંપૂર્ણપણે ખોટો છે. આમ છતાં, કલાકારો આ પાન મસાલાનો પ્રચાર કરવાનું ચાલુ રાખે છે.

ફરિયાદીએ જણાવ્યું હતું કે, રાજશ્રી કંપની અને સલમાન ખાન બંને લોકોને ગેરમાર્ગે દોરવા માટે સાંઠગાંઠ કરી રહ્યા છે. ખાસ કરીને તેમની જાહેરાતો જોઈને યુવાનો પાન મસાલા અને તમાકુના સેવન કરવા માટે આકર્ષિત થઇ રહ્યા છે, જેનાથી કેન્સર જેવા રોગોનું જોખમ વધી રહ્યું છે. ઇન્દરે આવી જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાની જ નહીં પરંતુ સલમાન ખાનને આપવામાં આવેલા પુરસ્કારો પાછા ખેંચવાની પણ અપીલ કરી હતી. કોટા ગ્રાહક અદાલતે આ મામલાની ગંભીરતાથી સુનાવણી કરી અને સલમાન અને રાજશ્રીને નોટિસ ફટકારી. બંને પ્રતિવાદીઓએ 27 નવેમ્બર સુધીમાં આ મામલે જવાબ આપવાનો રહેશે. આ લખાય છે ત્યાં સુધી, આ બાબતે તેમની તરફથી કોઈ જવાબ કે નિવેદન મળ્યું નથી.

Salman-Khan-Rajshree-Case-4

સલમાન ખાન રાજશ્રી પાન મસાલાના બ્રાન્ડ એમ્બેસેડર છે. આ કંપની અનેક પ્રકારના પાન મસાલાનું ઉત્પાદન કરે છે. આમાંથી એક પ્રોડક્ટમાં કેસર ભેળવવામાં આવેલી એલચીનો દાવો કરવામાં આવે છે. સલમાન તેનો પ્રચાર કરે છે, અને આનાથી તેમના માટે સમસ્યાઓ ઊભી થઈ છે. અગાઉ શાહરૂખ ખાન, ટાઇગર શ્રોફ અને અજય દેવગણને વિમલ પાન મસાલાનો પ્રચાર કરવા માટે આવી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પોતાની જાહેરાતમાં, તેમણે એવો પણ દાવો કર્યો હતો કે પાન મસાલામાં કેસર હાજર છે, જેના પર કોર્ટમાં તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ

ક્રિકેટમાં અત્યાર સુધી ઘણી વખત મેચ રદ થવાનું કારણ વરસાદ રહ્યો છે, જ્યારે કેટલીક મેચ શરૂઆત પહેલા ખરાબ પીચ...
Sports 
ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.