ચામડી પર આવતી ખંજવાળને દૂર કરવા અજમાવો આ ઘરગથ્થુ ઉપાયો

ઘણી વખત સ્કીન ડ્રાય થઈ જવાને લીધે અથવા તો કોઈ એલર્જી અથવા ઈન્ફેક્શનને લીધે પણ આપણને ખંજવાળ આવતી હોય છે. તમે ઘરે હોવ અને ખંજવાળ આવે તો ઠીક છે પરંતુ કોઈ વખત જાહેરમાં ખજવાળાનું સારું નથી લાગતું હોતું. પરંતુ તેવા સમયે આપણને એટલી ખંજવાળ આવતી હોય છે કે તેને કંટ્રોલ પણ કરી શકતા નથી. તો ચાલો ઘરમાંથી સ્કીન પર આવતી ખંજવાળને દૂર કરવાના ઘરગથ્થુ ઉપાય અંગે જાણી લઈએ.

કોકોનટ ઓઈલ

કોઈ જંતુ કડ્યું હોય થવા સ્કીન ડ્રાય થઈ ગઈ હોય પહેલાના સમયમાં લોકો નારિયેળના તેલનો ઉપયોગ કરતા હતા અને એ પરફેક્ટ પણ છે. જો તમને ખંજવાળ આવતી હોય તો જે-તે જગ્યાએ નારિયેળના તેલને હાથમાં લઈ લગાડી દેવું જોઈએ. થોડા સમયમાં તમારી ખંજવાળ ઓછી થઈ જશે અને તમને રાહત મળશે. આ સિવાય શિયાળામાં મોઈશ્ચરાઈઝર તરીકે તેને વાપરી શકો છો.

તુલસી

ભારતીય બેસીલના પાંદડા એટલે કે તુલસનીમાં કપૂર, યુજેનોલ અને થાઈમોલ ભરપૂર માત્રામાં આવેલા છે, જેના લીધે તે એન્ટી ઈચીંગ એજન્ટ તરીકેનું કામ કરે છે. થોડા તુલસનીના પાંદડાને પાણીથ ધોઈ લો અને પછી તેને ખંજવાળ આવતી જગ્યાએ ઘસો. આ સિવાય તુલસીને જે પાણીથી ધોઈ હતી તે પાણીથી પણ તમે જે-તે જગ્યાએ લગાવી શકો છો.

લીમડાના પાન

ખંજવાળ આવતી હોય તો તેને દૂર કરવામાં કડવા લીમડાના પાન ઘણા મહત્ત્વની ભૂમિકા ભદજવે છે અને આપણે ત્યાં વર્ષો થી કડવા લીમડાના પાનને વિવિધ કામો માટે વાપરવામાં આવે છે. ભલે લીમડાના પાન કડવા લાગે પણ તે શરીર માટે ઘમા ગુણકારી છે. લીમડાનું તેલ એન્ટી-ફંગલ, એન્ટીસેપ્ટીર, એન્ટી-બેક્ટેરીયલ અને એન્ટી વાઈરલ એજન્ટ તરીકે પણ જાણીતું છે. તમે ખંજવાળા આવતી જગ્યાએ તેલને લગાવીને થોડા સમય માટે રાખી શકો છો. તેનાથી તમને ખંજવાળ આવતી ઓછી થઈ શકે છે.

તલનું તેલ

આ પણ એક સન બર્ન અને ડ્રાય સ્કીનની સમસ્યાને દૂર કરવા માટે અગત્યનો ભાગ ભજવે છે. આપણે ત્યાં નવજાત શીશુઓની પણ સવારના તલના તેલથી માલિશ કરવામાં આવે છે. આ સિવાય શિયાળામાં તેને શરીર પર લગાડી નાહવામાં આવે તો તમારી સ્કીન એકદમ સોફ્ટ થઈ જશે.

મધ

સ્કીન કેરની પ્રોડકટ્સ બનાવતી કંપનીઓ માટે પણ મધ પસંદગીની સામગ્રી છે. એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ઈનફ્લેમેટરી જેવા ગુણો મધને સ્કીન સ્મુધ કરવામાં અને ખંજવાળમાં રાહત આપે છે. જો તમને કોઈ જીવજંતુ કરડી ગયું હોય તો તે જગ્યા પર મધ લગાડી દેતા તમારા દર્દમાં તરત રાહત મળી જશે. આ સિવાય મધ સાથે ઓલિવ ઓઈલ મિક્સ કરીને પણ ખંજવાળમાં લગાડતા રાહત મળી શકે છે.

 

About The Author

Related Posts

Top News

કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું

સોમવારે સુપ્રીમ કોર્ટે ટ્વિશા શર્માના મૃત્યુના કેસની સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે મીડિયાને પણ આ મામલે સંયમ રાખવાની અપીલ કરી હતી. ...
National 
કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું

ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...

મુરાદાબાદમાં બનેલી એક ભયાનક ઘટનાએ સંબંધો, વિશ્વાસ અને પરિવારની વ્યાખ્યાઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. 6 વર્ષ અગાઉ જે...
National 
ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...

ગુજરાતના સાંસદોની ગ્રાન્ટ વાપરવામાં પણ કંજુસાઈ, 384 કરોડમાંથી માત્ર 82 કરોડ જ ખર્ચ્યા, સૌથી વધુ મનસુખ વસાવાએ ખર્ચ્યા

ગુજરાતમાંથી રાજ્યસભાની જેમ લોકસભાના સાંસદો પણ તેમને મળેલી ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં કંજુસાઈ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. 18...
Gujarat 
ગુજરાતના સાંસદોની ગ્રાન્ટ વાપરવામાં પણ કંજુસાઈ, 384 કરોડમાંથી માત્ર 82 કરોડ જ ખર્ચ્યા, સૌથી વધુ મનસુખ વસાવાએ ખર્ચ્યા

90 વર્ષના સાસુને પીઠ પર ઉઠાવી 1500 રૂપિયા લેવા માટે 9 કિલોમીટર ચાલીને બેંક પહોંચી વહુ

90 વર્ષની સાસુના વજનથી વાંકી વળી ગયેલી એક મહિલા, ધોમધખતા તડકામાં જંગલના રસ્તાઓ, ઉબડ ખાબડ રસ્તાઓ અને નદી...
National 
90 વર્ષના સાસુને પીઠ પર ઉઠાવી 1500 રૂપિયા લેવા માટે 9 કિલોમીટર ચાલીને બેંક પહોંચી વહુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.