આદિજાતિ લોકોના વિકાસ માટે 1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના-2 જાહેર કરી છેઃ CM

CM વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ‘વનબંધુ કલ્યાણ યોજના પાર્ટ-2’ને સર્વસ્પર્શી બનાવવા અને તેના ઝડપી અમલીકરણ માટે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આદિજાતિ મંત્રી ગણપત વસાવા અને આદિજાતિ રાજ્ય મંત્રી રમણ પાટકર પણ ઉપસ્થિત રહીને જરૂરી સૂચનો કર્યા હતા.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષના બજેટમાં આદિજાતિ લોકોના સર્વાંગી વિકાસ માટે રૂ. 1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના પાર્ટ-2 આગામી પાંચ વર્ષ માટે જાહેર કરી છે. આ યોજના હેઠળ મહત્તમ લોકોને લાભ મળે તે માટે આદિજાતિ વિસ્તારનો ટકાઉ વિકાસ થાય તે પ્રકારના કામો કરવા પડશે. આ વિસ્તારમાં તમામ લોકોને આવરી લેતી યોજનાઓ ઉપર વધુ ભાર મૂકવો પડશે જેથી આ વિસ્તારના લોકોમાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે વધુ બદલાવ લાવી શકાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આદિજાતિના 14 જિલ્લાના લોકોની વર્તમાન જરૂરિયાતને સમજી- જાણીને આ યોજનામાં સામેલ કરવાનું પણ મુખ્યમંત્રીએ આ બેઠકમાં સૂચન કર્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, વિવિધ વિભાગોના અધિક મુખ્ય સચિવો, સચિવો, નિયામકો સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આદિજાતિ વિભાગના સચિવ ડૉ. મુરલીક્રિશ્નાએ આ પ્રસંગે વનબંધુ કલ્યાણ યોજના-2નું વિગતવાર પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.