- Governance
- મોદી સરકારે દેશમાં લાગુ કર્યુ CAA, આ 3 દેશના ગેર મુસ્લિમોને મળશે ભારતની નાગરિકતા
મોદી સરકારે દેશમાં લાગુ કર્યુ CAA, આ 3 દેશના ગેર મુસ્લિમોને મળશે ભારતની નાગરિકતા

મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAAને લાગુ કરી દીધું છે. નોટિફિકેશન બહાર પાડીને CAA લાગૂ કરી દીધું છે. આ કાયદા અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના મુસ્લિમ ધર્મ સિવાયના લોકોને ભારતની નાગરિકતા મળી શકશે, જેના માટે પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
CAA હેઠળ કોને નાગરિકતા મળશે? એના વિશે તમને જણાવીએ કે સરકારે કહ્યું છે કે, જે લોકો 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં શરણાર્થી તરીકે આશરો મેળવી રહ્યા છે તેવા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, ખ્રિસ્તી ધર્મના લોકોને નાગરિકતા મળશે. આમા મુસ્લિમ ધર્મના લોકોનો સમાવેશ નથી.
2019માં લોકસભામાં CAAનું બિલ મંજૂર કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રપતિએ મંજૂરીના મહોર મારી દીધી હતી. પરંતુ તે વખતે ભારે વિરોધ થયો હતો અને દિલ્હીના શાહિન બાગ પર લગભગ 1 વર્ષ સુધી આંદોલન ચાલ્યું હતું જેના ઇન્ટરનેશનલ લેવલે પડઘા પડ્યા હતા. એટલે તેનો અમલ થઈ શક્યો નહોતો.