પાલનપુર પાસે પશુઓથી ભરેલી અધધ..10 ટ્રક ઝડપાઇ, 150 ઢોરને કતલખાને લઇ જવાતા હતા

રાજસ્થાનથી 150 પશુઓને કતલખાને લઇ જવા માટે 10 ટ્રક આવી રહી હતી ત્યારે બાતમીને આધારે ગૌરક્ષકોએ પાલનપુરના ચિત્રાસણી પાસે આ ટ્રકોને અટકાવી હતી તો ટ્રકના ડ્રાઇવરોએ ગૌરક્ષકો પર હુમલો કરી દીધો હતો, જો કે જીવના જોખમે બધી ટ્રકો અટકાવી દેવામાં આવી હતી અને પશુઓને કતલખાને જતા રોકી દેવામાં આવ્યા હતા. ગૌરક્ષકોએ 10 ટ્રકો પોલીસના હવાલે કરી હતી. પોલીસે ટ્રક જપ્ત કરીને, ટ્રક ડ્રાઇવરો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. પશુઓને સલામત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે.

જાણવા મળેલી વિગત મુજબ, ગૌરક્ષકોની માહિતી મળી હતી કે, ઘાસચારા કે પાણીની કોઇ પણ સગવડ કર્યા વગર 10 ટ્રક 150 પશુઓને લઇને રાજસ્થાનથી નિકળી છે. ગૌરક્ષકોએ પહેરો ભરીને ટ્રક અટકાવી હતી તો ડ્રાઇવરોએ તેમની પર હુમલો કરી દીધો હતો. ટ્રકમાં ભેંસ, ગાય જેવા પશુઓ ખીચોખીસ ભરેલા હતા. ગૌરક્ષકોએ હિંમત કરીને ટ્રકો પોલીસને સોંપી દીધી હતી.

પોલીસે 10 ટ્રક સહિત કુલ 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ટ્રકનો કબ્જો લઇને ડ્રાઇવરો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી અને પશુઓને ડીસાના કાંટ પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા હતા. પાંજરાપોળમાં પશુઓને ઘાસચારો આપવામાં આવ્યો હતો.

જો કે આવું પહેલીવાર બન્યું નથી, હજુ થોડા દિવસ પહેલાંની જ વાત છે, જીવદયા પ્રેમીઓઅ કતલખાને લઇ જવાતા 56 ઘેટા અને 213 બકરાંને છોડાવ્યા હતા. પાલનપુર પશ્ચિમ પોલીસે ડ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. બકરાં અને ઘેટાઓને રાજકોટની પાંજરાપાળોમાં મોકલી દેવામાં આવ્યા હતા.

6 મહિના પહેલાં પણ કતલખાને લઇ જવાતા 1 હજાર પશુઓને કતલખાને જતા પહેલાં બચાવી લેવામાં આવ્યા હતા. પાલનપુર હાઈવે ઉપરથી આરટી ઓ સર્કલ પાસે પાંચ ટ્રકના ચાલકો ઘેટાં-બકરા ભરી જઈ રહ્યા હતા. ત્યારે જીવદયા પ્રેમી અને પોલીસે શંકાના આધારે ટ્રકો રોકી તપાસ કરતા ટ્રકોની અંદર 1 હજાર 378 જેટલા ઘેટાં-બકરા ખીચોખીચ ભરેલા હતા. જેમાંથી 21 જેટલા ઘેટાં-બકરાના મોત થયા હતા. પોલીસે પુછપરછ કરી તો ડ્રાઇવર પાસે પશુઓને હેરાફેરી કરવાની કોઇ પરમીટ નહોતી.

ઘણા લોકો એવા હોય છે, જે પશુઓ પાસેથી બધુ નિચવી લે, પછી પશુઓ કામના ન રહે ત્યારે કતલખાને મોકલી આપતા હોય છે. તેમને પછી ઘાસચારો પણ આપવામાં આવતો નથી.

About The Author

Related Posts

Top News

સોનમ વાંગચુક પર સુનાવણી દરમિયાન શું-શું દલીલો થઇ, કોર્ટે કેવી રીતે મેદાંતા શિફ્ટ કરવા માટે આપી સંમત્તિ?

દિલ્હી હાઈકોર્ટે મંગળવારે સોનમ વાંગચુક અંગે એક મોટો ચૂકાદો આપ્યો હતો. કોર્ટે તેમને સફદરજંગ હોસ્પિટલથી મેદાંતા શિફ્ટ કરવાનો આદેશ આપ્યો...
National 
સોનમ વાંગચુક પર સુનાવણી દરમિયાન શું-શું દલીલો થઇ, કોર્ટે કેવી રીતે મેદાંતા શિફ્ટ કરવા માટે આપી સંમત્તિ?

ગુજરાતના 28 IAS અધિકારીની બદલી, સુરતને મળ્યા નવા ડેપ્યુટી કમિશનર

ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફાર કરતા 28 ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીઓની બદલી અને નવી નિમણૂકોના...
Gujarat 
ગુજરાતના 28 IAS અધિકારીની બદલી, સુરતને મળ્યા નવા ડેપ્યુટી કમિશનર

ભારતીય ક્રિકેટમાં BCCI લાગૂ કરશે નવા નિયમો, આ છે સંપૂર્ણ યાદી

BCCI મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા સ્થાનિક ક્રિકેટમાં પ્રસ્તાવિત નવા ક્રિકેટ નિયમો લાગૂ કરવા માટે તૈયાર છે. આ નિયમો...
Sports 
ભારતીય ક્રિકેટમાં BCCI લાગૂ કરશે નવા નિયમો, આ છે સંપૂર્ણ યાદી

અમદાવાદમાં McDonald'sની રેસ્ટોરાં રાતોરાત કેમ સીલ મારી દેવાઈ? જાણો શું છે આખો મામલો?

અમદાવાદમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા ગ્રાહકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. નરોડા વિસ્તારમાં હંસપુરા પાસે આવેલી McDonald's રેસ્ટોરન્ટ...
Gujarat 
અમદાવાદમાં McDonald'sની રેસ્ટોરાં રાતોરાત કેમ સીલ મારી દેવાઈ? જાણો શું છે આખો મામલો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.