અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

અમદાવાદના બહુચર્ચિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા અને કરોડો રૂપિયાના જુગારધામના પર્દાફાશ બાદ પોલીસ બેડામાં મોટો ભૂકંપ આવ્યો છે. આ હાઇપ્રોફાઇલ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલના અહેવાલ બાદ રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક પોલીસની બેદરકારી અને આંતરિક સંડોવણી સામે આવતાં દરિયાપુર પોલીસ સ્ટેશનના PI જી.વી. ગોહિલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

SMCના રિપોર્ટના આધારે DGP દ્વારા લેવાયેલા આ નિર્ણયથી અમદાવાદ પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે. ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુનાહિત પ્રવૃત્તિઓમાં બેદરકારી દાખવનાર કોઈ પણ અધિકારીને બક્ષવામાં આવશે નહીં.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, 2 ઓગસ્ટે મનપસંદ જીમખાના ક્લબમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ થયો હતો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલે પાડેલા દરોડોમાં 187 જુગારીઓ મોટા મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. 4 ઓગસ્ટે તમામ આરોપીઓને પોલીસની 4 અને AMTSની 1 બસ ભરીને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા હતા. સરકારી વકીલ તૃપ્તિ વ્યાસની દલીલ બાદ કોર્ટે 9 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારબાદ તેઓ જેલહવાલે છે, જ્યારે 178 આરોપીઓના જામીન મંજૂર કરાયા હતા.

dariyapur-police-station3
sandesh.com

દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાના ક્લબમાં અવારનવાર ગોવિંદ ઉર્ફે ગામા પટેલ દ્વારા જુગારધામ ચલાવવામાં આવતું હોવાની જાણકારી હોવા છતા સ્થાનિક દરિયાપુર પોલીસ અને શહેર પોલીસની એજન્સીઓ આંખ આડા કાન કરી રહી હતી. ભૂતકાળમાં પણ આ સ્થળેથી જુગાર ઝડપાઈ ચૂક્યો હોવા છતાં સ્થાનિક સ્તરે કોઈ કડક ચેકિંગ કે કાર્યવાહી થતી નહોતી.

મનપસંદ જીમખાના ક્લબમાં 'D કંપની' સ્ટાઇલથી ગોવાના કેસિનો જેવો માહોલ ઊભો કરીને હાઇપ્રોફાઇલ જુગારધામ ચલાવવામાં આવતું હતું. જેમાં ક્લબની મેમ્બરશીપથી લઈને હાર-જીતના નાણાંની લેવડદેવડ માટે આંગડિયા પેઢીનો ઉપયોગ કરવામાં આવતો હતો અને સમગ્ર ખેલ ગુપ્ત રાખવા માટે ખાસ કોડવર્ડનો ઉપયોગ થતો હતો. સંચાલકો ગોવિંદ ઉર્ફે ગામા પટેલ અને કિરીટસિંહ ચાવડા નાણાંની લેવડદેવડ માટે આંગડિયા પેઢીઓનો ઉપયોગ કરતા હતા. કુલ 22 ટેબલ ભાડે આપ્યા હતા.

manpasand-gym
divyabhaskar.co.in

2021માં પણ મનપસંદ જિમખાનામાં SMCની રેડ દરમિયાન 183 જુગારીઓ ઝડપાયા હતા અને રૂ. 85 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો, જેમાં બેદરકારી બદલ તત્કાલીન દરિયાપુર PI, PSI સહિત 12 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

મનપસંદ જીમખાના સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ કાર્યવાહી કરી હતી. અગાઉ બિનઅધિકૃત બાંધકામ સામે કાર્યવાહી કર્યા બાદ હવે ગ્રાઉન્ડ ફ્લોર સિવાય બાકીના અન્ય બાંધકામમાં રહેણાંકના બદલે કોમર્શિયલ તરીકે વપરાશમાં લેવામાં આવતું હોવાનું સામે આવતા મનપસંદ જીમખાનાને સિલ કરાયું હતું. કોઈએ પ્રવેશ કરવો નહીં અને કોઈને પ્રવેશ કરવા દેવો નહીં તે પ્રકારના લખાણ સાથે નોટિસ પણ લગાવાઈ હતી.

સિટી સર્વે નંબર 3256, 3258, 3271થી 3295 તથા શીટ નં. 30માં આવેલા મનપસંદ જીમખાના સહિતની જગ્યા અગાઉ રજાચિઠ્ઠીથી મંજુર કરાવવામાં આવી હતી. જેમાં બાંધકામના રેકોર્ડમાં ગ્રાઉન્ડ ફ્લોર કોમર્શિયલ, ફર્સ્ટ ફ્લોર રહેણાક, સેકન્ડ ફ્લોર રહેણાક તથા પાર્ટ થર્ડ ફ્લોરનું બાંધકામ દર્શાવવામાં આવ્યું હતું. જો કે મંજૂર નકશા વિરુદ્ધ જીમખાના તરીકે બિનઅધિકૃત પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

manpasand-gym1
divyabhaskar.co.in

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, મનપસંદ જીમખાનામાં અત્યંત સુનિયોજિત રીતે મોટા પાયે જુગાર રમાડવામાં આવતો હતો. સંચાલકોએ પોલીસની પકડથી બચવા અને રોકડ વ્યવહારોને છુપાવવા માટે એક ખાસ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. આ મોડસ ઓપરેન્ડી મુજબ, જુગાર રમવા આવનાર વ્યક્તિએ સૌથી પહેલા જીમખાનાના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી મુખ્ય ઓફિસમાં જઈને રોકડ રકમ જમા કરાવવાની રહેતી હતી. રોકડ જમા કરાવ્યા બાદ તેમને એક રસીદ આપવામાં આવતી હતી, જેના આધારે જ તેમને બીજા અને ત્રીજા માળે ચાલતા જુગારના ટેબલ પર દાવ લગાવવાની મંજૂરી મળતી હતી.

આ અંગે માહિતી એવી પણ મળી છે કે, દરોડા દરમિયાન સ્થળ પરથી જરૂરી તમામ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે અને વિગતવાર પંચનામું કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ ગેરકાયદેસર નેટવર્કના મુખ્ય સંચાલક ગોવિંદ ઉર્ફે ગામા પટેલ સહિત અન્ય સંડોવાયેલા શખ્સોની ભૂમિકા અંગે પણ બારીકાઈથી તપાસ ચાલી રહી છે. દરિયાપુરનું આ મનપસંદ જીમખાના અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યું છે. વર્ષ 2021માં પણ અહીં પોલીસે દરોડો પાડીને જુગારધામ ઝડપી પાડ્યું હતું, તે સમયે પણ ગોવિંદ ઉર્ફે ગામા અને તેના ભાગીદારો સામે ગુનો નોંધાયો હતો. વારંવાર દરોડા પડવા છતાં ફરીથી આ પ્રવૃત્તિ શરૂ થઈ જતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

અગાઉ પાર્ટ થર્ડ ફ્લોરમાં કરવામાં આવેલા વધારાના બિનઅધિકૃત બાંધકામને દૂર કરવામાં આવ્યું હતું. તે સમયે પણ મિલકતના મંજૂર પ્લાન અને વાસ્તવિક બાંધકામ વચ્ચેના તફાવતને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ સ્થળ પર મંજૂર ઉપયોગ કરતાં અલગ રીતે મનપસંદ જીમખાના તરીકે વપરાશ ચાલુ હોવાનું સામે આવતા AMCની ટીમે ફરી કાર્યવાહી કરી હતી.

About The Author

Related Posts

Top News

શું ટીમ ઈન્ડિયાએ હર્ષિત રાણા માટે બનાવ્યા છે અલગ નિયમ? BCCI સામે ઉઠ્યા ગંભીર સવાલ

ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન હર્ષિત રાણા ઈજાગ્રસ્ત થયો હતો; ત્યારબાદ તેણે ફિટનેસ મેળવી લીધી છે અને તે અફઘાનિસ્તાન સામેની T20...
Sports 
શું ટીમ ઈન્ડિયાએ હર્ષિત રાણા માટે બનાવ્યા છે અલગ નિયમ? BCCI સામે ઉઠ્યા ગંભીર સવાલ

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

શું ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી દૂર થઈ શકશે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ...
National 
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.