ગીર ગઢડામાં ધાબા પર માતા-પિતા વચ્ચે સૂતેલા 3 વર્ષના બાળકને ઉઠાવી ગયો દીપડો, વાડી કે સીમમાં બાળકોને એકલા ન છોડવા તંત્રની અપીલ

ગીર ગઢડા તાલુકાના સણોસરી ગામના ખંભાળા વિસ્તારમાં એક વાડીમાં રાત્રિના સમયે દીપડો માતા-પિતાની વચ્ચે સૂતેલા 3 વર્ષના બાળકને ઉઠાવી ગયો હતો.  વન વિભાગ અને સ્થાનિકોની શોધખોળ બાદ નજીકના જુવારના ખેતરમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યાં ઘટનાસ્થળે હજુ પણ લોહીના નિશાન જોવા મળી રહ્યા છે. વન વિભાગે બાદમાં દીપડાને પાંજરે પૂર્યો હતો.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સણોસરીના ખંભાળા વિસ્તારમાં આવેલી બાલુભાઈ ભગુભાઈ કાતરીયાની વાડીમાં મૂળ ગિરીશભાઈ બામણીયાનો પરિવાર છેલ્લા દોઢ-બે મહિનાથી ખેતમજૂરી અર્થે રોકાયો હતો. ગત રાત્રિના આશરે સાડા 9-10 વાગ્યાના અરસામાં ભોજન પતાવીને પરિવાર ધાબા પર સૂવા માટે જતો રહ્યો હતો. 3 વર્ષનો દીકરો ચેતન માતા-પિતા વચ્ચે સૂતો હતો. એ જ સમયે અચાનક ધાબા પર દીપડા આવી ચડ્યો અને માતા-પિતાની વચ્ચેથી જ બાળકને મોઢામાં દબોચી લીધો હતો. પિતાએ પુત્રને બચાવવા માટે ભારે પ્રતિકાર કર્યો હતો, પરંતુ દીપડો બાળકને લઈને સીડીઓ વાટે નીચે ઉતરી શાકભાજી અને જુવારના તરફ ભાગી છૂટ્યો હતો.

Gir-Gadhada1
divyabhaskar.co.in

બનાવની જાણ થતા જ વાડી માલિક કાંતિભાઈ લાડુમોર, ગ્રામજનો અને જસાધાર રેન્જના RFO કે.સી. ચોહાણ સહિત વન વિભાગની રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. સમગ્ર વિસ્તારમાં રાત્રિના સમયે જ મોટા પાયે સઘન સ્કેનિંગ અને શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

શોધખોળ દરમિયાન નજીકના જુવારના ખેતરમાંથી માસૂમ ચેતનનો ગળા અને પેટના ભાગે ગંભીર ઈજાઓ સાથેનો મૃતદેહ મળી આવ્યો હતો. માસૂમ બાળકનો ક્ષત-વિક્ષત દેહ જોઈને માતા-પિતા અને ગ્રામજનો ઘેરા શોકમાં સરી પડ્યા હતા. શ્રમિક પરિવાર ગોધરાનો હતો. પુત્રનો મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને સોંપતા તેઓ વતન ગોધરા જવા રવાના થયા છે.

Gir-Gadhada3
divyabhaskar.co.in

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વન વિભાગે તાત્કાલિક સ્થાનિક લોકોના સહયોગથી દીપડાને પકડવા માટે આસપાસના વિસ્તારમાં પાંજરા ગોઠવી દીધા હતા. ઘટનાના આશરે એકાદ કલાકમાં જ મોડી રાત્રે હુમલો કરનાર દીપડો પાંજરે પુરાઈ જતાં વન વિભાગ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ, હાલ લણણીની મોસમ ચાલી રહી હોવાથી વન વિભાગે ખેડૂતો અને ખેતમજૂરોને ખાસ અપીલ કરી છે કે, વાડી કે સીમ વિસ્તારમાં નાના બાળકોને એકલા ન છોડવા તથા વન્યપ્રાણીઓની અવરજવર જણાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવી.

About The Author

Top News

કેન્દ્ર સરકાર સાથે લદ્દાખની વાતચીત નિષ્ફળ ગયા પછી વાંગચુકે પૂછ્યું કે, 'આપણે કેવા પ્રકારના રામ રાજ્યની વાત કરી રહ્યા છીએ?'

કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને લદ્દાખી નેતાઓ વચ્ચેની વાતચીત કોઈ પણ પરિણામ વગર સમાપ્ત થયાના એક દિવસ પછી, પર્યાવરણ કાર્યકર્તા...
National 
કેન્દ્ર સરકાર સાથે લદ્દાખની વાતચીત નિષ્ફળ ગયા પછી વાંગચુકે પૂછ્યું કે, 'આપણે કેવા પ્રકારના રામ રાજ્યની વાત કરી રહ્યા છીએ?'

ગોવામાં 50થી વધુ મતદારો એક વિધાનસભા મતવિસ્તારમાંથી બીજી વિધાનસભામાં ટ્રાન્સફર થયાની ફરિયાદ; ચૂંટણી પંચે કહ્યું તપાસ કરીશું

ગોવા ફોરવર્ડ પાર્ટીના વડા અને ધારાસભ્ય વિજય સરદેસાઈએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે...
National 
ગોવામાં 50થી વધુ મતદારો એક વિધાનસભા મતવિસ્તારમાંથી બીજી વિધાનસભામાં ટ્રાન્સફર થયાની ફરિયાદ; ચૂંટણી પંચે કહ્યું તપાસ કરીશું

આખી નદીને એકલા હાથે સાફ કરનાર બિટ્ટુ તબાહીએ 2 કચરાના ડબ્બા મુક્યા, એમાંથી એક ચોરાઈ ગયો

મધ્યપ્રદેશની અજ્ઞાર નદીની બીજી વખત સફાઈ કર્યા પછી, 20 વર્ષીય પર્યાવરણવાદી સુરેન્દ્ર સિંહ ચૌધરી (જે 'બિટ્ટુ તબાહી' ...
National 
આખી નદીને એકલા હાથે સાફ કરનાર બિટ્ટુ તબાહીએ 2 કચરાના ડબ્બા મુક્યા, એમાંથી એક ચોરાઈ ગયો

રશિયા ઓઈલ ભારત ખરીદી શકશે, ટ્રમ્પે 100% ટેરિફ લાગૂ કરવાનો નિર્ણય પાછો લીધો

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ ખરીદતા 5 દેશો પર 100 ટકા સુધીના વધારાના ટેરિફ લાદવાના પ્રસ્તાવને અમલમાં મૂકવાના એક...
Business 
રશિયા ઓઈલ ભારત ખરીદી શકશે, ટ્રમ્પે 100% ટેરિફ લાગૂ કરવાનો નિર્ણય પાછો લીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.