બગદાણા કેસમાં મુખ્યમંત્રીને રજૂઆત કરાયાની ગણતરીની મિનિટોમાં જ SITની રચના કરાઇ

તાજેતરમાં ગુજરાતનો એક મામલો ખૂબ ચર્ચામાં છે. અને તે છે નવનીત બાલધિયા સાથે મારામારીનો. 29 ડિસેમ્બર 2025ની રાત્રિએ બગદાણાના નવનીત બાલધિયા પર 8 લોકોએ હુમલો કર્યો હતો અને ઢોર માર મારવામાં આવ્યો હતો, જેના ગુજરાતભરમાં ઘેરા પડઘા પડ્યા છે. નવનીત બાલધિયાએ પોતાના પર થયેલા હુમલા પાછળ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરનો પુત્ર જયરાજ આહીરનું ષડયંત્ર હોવાનો આરોપ લગાવ્યો છે. નવનીત બાલધિયા પર હુમલાની ઘટનાને લઈને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા હતા. હુમલાની ઘટનાને લઈને કોળી સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

1 જાન્યુઆરી, 2026ના રોજ રાજુલાના ધારાસભ્ય હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવનીત બાલધિયાના ખબર અંતર પૂછવા ગયા હતા. તો આ મામલે સોમાવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીને મળી રજૂઆત કરવાનો નિર્ણય લીધો હતો. આજે સવારે કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ ગાંધીનગર પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી અને આ કેસની ન્યાયિક તપાસ કરવાની માંગ કરી હતી.

02

જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી સહિત 15 ધારાસભ્યોએ મળીને આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું હતું કે, અમારી લડાઈ કોઈ સમાજ સામે નથી. કોળી સમાજના યુવક પર જે રીતે હુમલો થયો છે તેની ન્યાયિક તપાસ થાય તેવી અમારી માંગ છે. અમે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી છે. આ મામલે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી તપાસ કરાવવાની માંગ કરી છે. મુખ્યમંત્રી દ્વારા અમને યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવી છે.

બગદાણા ધામના સેવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસની ન્યાયિક તપાસ માટે મુખ્યમંત્રીને રજૂઆત કરાયાની ગણતરીની મિનિટોમાં જ ભાવનગર રેન્જ IG દ્વારા આ કેસની તપાસ માટે સ્પેશઇયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી દેવામાં આવી છે. ધારીના મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા જયવીર ગઢવીની અધ્યક્ષતામાં રચાયેલી SITમાં પોલીસ ઈન્સપેક્ટર એમ.જી જાડેજા, પી.જે.વાળા, હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણદેવસિંહ ચુડાસમા અને ભગવાનભાઈ ખાંભલાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

04

શું છે આખો મામલો?

મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટીનું યોગેશભાઈ સાગરનું નામ લીધું હતું. જોકે બાદમાં નવનીત બાલધિયાએ માયાભાઇને ફોન કરીને જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ પણ મેનેજિંગ ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવી નથી. ભૂલ સમજાતા માયાભાઈ આહીરે માફી માંગતો વીડિયો બનાવ્યો હતો. જેની દાઝ રાખી માયાભાઈના પુત્ર જયરાજે હુમલો કરાવ્યો હોય તેવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે.  જોકે PI અને DySPએ પ્રાથમિક તપાસમાં જ જયરાજને ક્લીનચિટ આપતા કોઈ સંડોવણી નથી તેમ કહી દીધું હતું.

નવનીત બાલધિયા ઉપર થયેલા હુમલાના મામલે પોલીસે તાત્કાલિક આઠ લોકોની ધરપકડ કરી છે. બગદાણા પોલીસે 8 લોકોની ધરપકડ કરી ઘટનાસ્થળે લઈ જઈ પંચનામુ કર્યું હતું અને રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય સૂત્રધાર નાજુ કામળીયા, રાજુ ભમ્મર, આતું ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીષ વનાળીયા, ભાવેશ શેલાણા, પંકજ મેર, વીરુ સેરડા તમામ આરોપીઓનું પોલીસે રિકન્ટ્રક્શન કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે સમગ્ર મામલે પોલીસ પર ગંભીર આરોપો થતા હોવાથી જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક અસરથી બગદાણાના PI ડી.વી. ડાંગરની બદલી કરીને લીવ રિઝર્વમાં મૂકી દીધા હતા.

01

બગદાણામાં 8 લોકોએ કરેલા હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા નવનીત બાલધિયાએ 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે, મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો. એટલે મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી. જેથી માયાભાઈએ કહ્યું હતું કે, હું માફી માંગતો વીડિયો મોકલી આપું છું. તેમણે વીડિયો મોકલતા મેં મારા 4-5 મિત્રોને મોકલ્યો હતો.

માયાભાઈએ માફી માંગતા તેના પુત્ર જયરાજને માઠું લાગી આવ્યું હતું, જેથી તેણે મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માંગવા માટે કહ્યું નહોતું, તેમણે જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું છે. પોલીસ મારો કેસ ડાયવર્ટ કરી રહી છે. મારી માંગ છે કે, આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વીડિયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા? પોલીસ તેની તપાસ કરે. ખેર હવે જોવાનું એ રહેશે કે SITની રચના બાદ શું સામે આવે છે? શું આ મામલો આખો ડાયવર્ટ કરી દેવામાં આવ્યો હતો? શું આ ઘટનામાં જયરાજ આહીરની સંડોવણી છે કે નહીં? આ આખી ઘટના માયાભાઇ આહીના વાયરલ વીડિયોને લઇને થઇ કે અંગત અદાવતમાં? એ તો હવે SITની તપાસમાં જ વધુ વિગતો સામે આવશે.

About The Author

Related Posts

Top News

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

દેશમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની કેન્દ્ર સરકારની જાહેર ખાતરીના થોડા સમય બાદ, ભારતના મુખ્ય ઓટોમોબાઈલ સંગઠને બળતણમાં મિશ્રણ...
Tech and Auto 
ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.