બિપરજોયનું સંકટ ટળ્યું ત્યાં અંબાલાલ પટેલે બીજી આગાહી કરીને ટેન્શનમાં લાવી દીધા

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આકાશી આફતની આગાહી કરી છે જે ખેડુતો માટે ચિંતા ઉભી કરનારી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, ગુજરાતાં 21 જૂનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે.

હજુ તો ગુજરાત પર ‘બિપરજોય’ વાવાઝોડોનું સંકટ માંડ ટળ્યું છે ત્યાં ફરી એક વખત હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ગુજરાતના આકાશમાંથી વધુ એક આફત આવવાની આગાહી કરતા ખેડુતોમાં ચિંતા ફેલાઇ ગઇ છે. સાથે સાથે અંબાલાલ પટેલે ગુજરાતમાં ક્યારથી સત્તાવાર ચોમાસાની શરૂઆત થશે તેના વિશે પણ વાત કરી છે

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતાં 21 જૂનથી વિધીવત રીતે ચોમાસાની શરૂઆત થશે. સાથે તેમણે એક ચોંકાવનારી આગાહી એ કરી છે કે રાજ્યમાં ભારે વરસાદને કારણે જાનમાલને નુકશાન થવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, મૃગશેષ નક્ષત્રમાં વરસાદ થવાને કારણે વાવેતર કરેલા પાકમાં કાતરા પડવાની સંભાવના છે, જેની સાયરલ 27 દિવસ ચાલશે.

કાતરા એટલે  અંગ્રેજીમાં Caterpillar તરીકે ઓળખાતી ઇયળ. આ ઇયળ કૃષિમાં જંતુ તરીકે માનવામાં આવે છે. આ ઇયળ ફળો અને ખેત પેદાશોને ભારે નુકશાન પહોંચાડે છે કાતરા જીવજંતને એકદમ ખાઉધરા માનવામાં આવે છે અને આખે આખા ઉભા પાકને કોરી ખાય છે. સાથે અંબાલાલ પટેલે કહ્યું કે રાજસ્થાનના રણમાં તીડની ઉત્પત્તિ થવાની પણ સંભાવના છે,જેની પણ ગુજરાત પર અસર થઇ સકે છે. તેમણે કહ્યુ કે, અષાઢ સુદ બીજ રથયાત્રાના દિવસે વાદળો રહેવાની સંભાવના છે.

અંબાલાલ પટેલે કહ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાનં કારણે આ વર્ષે ચોમાસાની પેટર્નમાં બદલાવ જોવો મળ્યો છે. અરબ સાગરમાંથી ઉભા થયેલા ચક્રવાતને કારણે કેરળમાં ચોમાસાની શરૂઆતમાં વિલંબ થયો હતો. વરસાદ વચ્ચે વાવાઝોડું વિઘ્ન આવી જતા આખા દેશમાં ચોમાસા પર અસર પડી છે.

જો કે તેમણે એક સારી વાત એ કરી છે કે આગામી જુલાઇ મહિના સુધી વરસાદ ચોમાસાની પેટર્ન મુજબ જ પડશે. આ વર્ષે પુરતો વરસાદ પડવાની પણ સંભાવના તેમણે વ્યકત કરી છે. તેમણે કહ્યુ કે, ગુજરાત પરથી વાવાઝોડાની ઘાત  ટળી ગઇ છે, પરંતુ  હજુ પણ તેની અસરના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવે ચોમાસાનો માર્ગ મોકળો બનશે.

અંબાલાલ પટેલે કહ્યુ કે, ગુજરાતમાં વિધિવત ચોમાસું 21 જૂનથી બેસશે, પરંતુ 26 જૂન પછી ચોમાસું સક્રીય બનશે.

About The Author

Top News

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના ભૂતપૂર્વ DyCM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન...
National 
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં
Copyright (c) Khabarchhe All Rights Reserved.