આસારામે કોર્ટના નિર્ણયને પડકાર્યો, કહ્યું- સજા પર રોક લગાવો, મારી તબિયત સારી નથી

રેપના કેસમાં સજા ભોગવી રહેલા આસારામે ગાંધીનગર સેશન્સ કોર્ટના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર આપ્યો છે. તેણે કહ્યું કે, તેની સજા પર રોક લગાવવામાં આવે કેમ કે, તેની તબિયત સારી નથી. આ કેસમાં આગામી દિવસોમાં સુનાવણી થશે. આસારામને ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. આસારામ પર પોતાની સાધ્વીઓ સાથે બળાત્કારના આરોપમાં સજા સંભળાવવામાં આવી હતી. ફેબ્રુઆરીમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે નિર્ણય સંભળાવતા કહ્યું હતું કે, ગુનાની પ્રકૃતિને જોતા આસારામ સહાનુભૂતિ પાત્ર નથી.

કોર્ટે કહ્યું હતું કે, તેની ઉંમર અને ખરાબ સ્વાસ્થ્યના આધાર પર બચાવને કાયદેસર માની શકાય નહીં. જજે પોતાના આદેશમાં કહ્યું કે, સમાજના ધાર્મિક લોકોના શોષણ રોકવા માટે આ પ્રકારના જઘન્ય ગુનાઓના દોષીઓને છોડી નહીં શકાય અને તેમને કાયદા દ્વારા નિર્ધારિત પૂરી સીમા સુધી દંડિત કરવા જોઈએ. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, આસારામે પોતાની દીકરી કરતા પણ નાની ઉંમરની પીડિતાનું યૌન શોષણ કર્યું અને એવો ગુનો કર્યો જેને હલકામાં નહીં લઈ શકાય.

કોર્ટે કહ્યું કે, એ ન માત્ર સમાજની, પરંતુ કોર્ટની પણ નૈતિક જવાબદારી બની જાય છે કે તે એક ઉદાહરણ રજૂ કરે અને આ પ્રકારના વ્યવહારને રોકે. મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની આપણાં બધાની જવાબદારી છે. આપણાં સમાજમાં એક ધાર્મિક નેતાને એક એવા વ્યક્તિ માનવામાં આવે છે, જે ઈશ્વર પ્રત્યે પ્રેમ ઉત્પન કરે છે અને આપણને ભક્તિ, ધર્મ અને સત્સંગ (પ્રવચન)ના માધ્યમથી ઈશ્વર સુધી લઈ જાય છે. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે, જ્યાં મહિલાઓને સન્માન આપવામાં આવે છે, ત્યાં દેવતા વસે છે. જો આપણે મહિલાઓને સન્માન આપીએ છીએ તો આપણે નિશ્ચિત રૂપે પુરુષો પ્રત્યે તેમના દૃષ્ટિકોણ બદલી શકીએ છીએ.

સેશન્સ કોર્ટે સુરત યૌન શોષણ કેસમાં આસારામને આજીવન કેદની સજા આપી હતી. આ કેસમાં કોર્ટ તમામ મુદાઓનું અવલોકન કર્યું હતું. ગાંધીનગર સેશન્સ કોર્ટે આ કેસમાં ચૂકાદો આપતા પીડિતાને 50 હજારનું આર્થિક વળતર આપવાનું સૂચન કર્યું હતું. વર્ષ 2013માં સપ્ટેમ્બર મહિનામાં આસારામ વિરુદ્ધ સુરતમાં યૌન શોષણનો કેસ થયો હતો. સુરત પોલીસે ઘટના જે વિસ્તારમાં બની હતી તે પોલિસ સ્ટેશનમાં કેસ ટ્રાન્સફર કર્યો હતો. અમદાવાદના ચાંદખેડા પોલીસમાં કેસ ટ્રાન્સફર થયો હતો.

શું હતો આ કેસનો સમગ્ર મામલો ?

વર્ષ 2001માં સુરતની બે યુવતીઓએ આસારામ સહિત તેના પુત્ર નારાયણ સાંઈ પર પણ દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. 6 ઓક્ટોબર 2013ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટના વર્ષ 2001માં બની હતી. સરકાર વતી 55 સાક્ષીઓ ચકાસવામાં આવ્યા હતા. તમામ સાક્ષીઓના નિવેદનમાં જોવા મળ્યું હતો. આ ઘટનામાં કુલ 8 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમાંથી એકને સાક્ષી બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત 7 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

About The Author

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.