- Sports
- ‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની
રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19 વર્ષીય કાર્તિક શર્માને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ IPL મિની-ઓક્શનમાં 14.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જેવા જ આ સમાચાર સામે આવ્યા, આખા શહેરમાં ખુશીથી છવાઈ ગઇ. કાર્તિક હવે મહેન્દ્ર સિંહ ધોનીની ટીમનો હિસ્સો બનશે.
જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DCA)ના સચિવ શત્રુઘ્ન તિવારી જણાવે છે કે કાર્તિક બાળપણથી જ T20 ફોર્મેટનો ખેલાડી છે. તેની રમત આક્રમક રહી છે, અને પ્રેક્ટિસ દરમિયાન પણ તે દરેક બોલને બાઉન્ડ્રીની પાર મોકલવાના વિચાર રાખે છે. બોલિંગ મશીન પર કલાકો સુધી પ્રેક્ટિસ કરવી તેની દિનચર્યાનો એક ભાગ છે.
કાર્તિક શર્માની આ સફળતા પાછળ તેના પિતા મનોજ શર્માનો મોટો સંઘર્ષ છુપાયેલો છે. દીકરાનું સપનું જીવિત રાખવા માટે તેણે પોતાની દુકાન વેચી દીધી અને લોન પણ લીધી. તેણે ક્રિકેટની તૈયારીમાં મદદ કરવા માટે બોલિંગ મશીન પણ ખરીદી આપ્યું. પરિવાર ચલાવવા માટે ક્યારેક કોલ્ડ ડ્રિંક અને પાણીની બોટલો સપ્લાઈ કરી તો ક્યારેક નાની-મોટી મજૂરી પણ કરી. આજે આ ત્યાગ અને સંઘર્ષના સુખદ પરિણામ આવ્યા છે.
મનોજ શર્મા ખાનગી ટ્યૂશન શીખવે છે. કાર્તિક પોતાની ક્રિકેટ કીટ અને અભ્યાસનો ખર્ચ ઉઠાવવા માટે બાળકોને ટ્યુશન ભાનઆવતો હતો. પરિવારની નબળી આર્થિક પરિસ્થિતિ હોવા છતા તે ક્યારેય ક્રિકેટથી દૂર રહ્યો નહીં.
કાર્તિક દારાપુર વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસે રહે છે. તેની માતા રાધા શર્મા ગૃહિણી છે. પિતાને દીકરાની પ્રતિભા પર સંપૂર્ણ વિશ્વાસ હતો અને દરેક મુશ્કેલીમાં તેનો સાથ આપ્યો. બે નાના ભાઈઓ પણ અભ્યાસ અને રમતમાં આગળ વધી રહ્યા છે. પ્રિન્સ કોટામાં અભ્યાસ કરે છે, જ્યારે અનમોલ ક્રિકેટ રમે છે અને બંને હાથે બોલિંગ કરે છે.
DCA સચિવના જણાવ્યા મુજબ, કાર્તિકના પિતાએ તેના માટે 500થી વધુ બોલ ખરીદ્યા હતા. દરરોજ છગ્ગા મારવાની પ્રેક્ટિસ કરતો હતો, 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ નાખીને તેને સિક્સ લગાવવાની પ્રેક્ટિસ કરતો હતો. તેના પિતાને વિશ્વાસ હતો કે તેનો પુત્ર એક દિવસ એક મોટો ખેલાડી બનશે.
કાર્તિક 2014માં DCA સાથે જોડાયો હતો. શાનદાર પ્રદર્શનને જોતા એસોસિએશને તેને સતત સાથ આપ્યો છે. કાર્તિક અંડર-14 અને અંડર-16 સ્તરે રમી ચૂક્યો છે. તેણે રાજસ્થાન અંડર-19 ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું અને તે ઇન્ડિયા-C ટીમનું પ્રતિનિધિત્વ પણ કરી ચૂક્યો છે. કાર્તિકે તેનું 12મું ધોરણ પૂર્ણ કર્યું છે. સખત મહેનત, સંઘર્ષ અને પરિવારના સમર્થનથી તે IPL સુધી પહોંચ્યો છે. આજે, ભરતપુરનો આ દીકરો લાખો યુવાનો માટે પ્રેરણા બની ગયો છે.

