બોલો! 18000માં સંતાન પ્રાપ્તિ માટે દવા આપતો પાખંડી પ્રદીપ, આશ્રમમાંથી મળ્યું રહસ્યમય ભોયરું

હાલના સમયમાં ગુજરાતના બહુકારચિત નકલી નોટ કૌભાંડ મામલે હાલ નવા-નવા વળાંક સામે આવી રહ્યા છે. આ કૌભાંડમાં ગુજરાતના નામચીન સત્યમ યોગ ફાઉન્ડેશનનો યોગગુરુ પ્રદીપ જોટાંગિયાની સંડોવણી સામે આવ્યા બાદ આ મામલો હાઇપ્રોફાઇલ બન્યો છે. આ સમયે આરોપી પ્રદીપ જોટાંગિયા જ્યાં સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે આશ્રમ ચલાવતો હતો તે ગામના સ્થાનિકોએ આશ્રમને તોડી પાડવાની માંગ ઉઠાવતા તેમને પ્રદીપ જોટાંગિયાના પિતાએ ધમકી આપી હોવાની વાત સામે આવી છે, ત્યારે આ મામલે ફરી એકવાર ખડભડાટ મચ્યો છે.

કામરેજના ધોરણ પારડી ખાતે આશ્રમ ધરાવતા ગુરૂ પ્રદીપના પાપનું પોટલું દિનપ્રતિદિન ખુલી રહ્યું છે. પ્રદીપનાં વધુ કારનામાઓ સામે આવી રહ્યો છે. 12 પાસ હોવા છતા યુટ્યુબના સહારે ડૉક્ટરની ડિગ્રી વિના કેન્સર અને હાર્ટ અટેકની જોખમી સારવાર કરવા સુદ્ધાના પ્રદીપ ઉપર આરોપો લગાવવામાં આવ્યા છે. આ સાથે જ એક સગીરને અર્ધનગ્ન કરીને સુષુમ્ણા નાડીનું રહસ્ય ઓનલાઇન વીડિયો મૂકીને જણાવતો પણ સામે આવી રહ્યો છે. જ્યારે જાહેરમાં પોતાના સંબોધનમાં પ્રાઇવેટ પાર્ટ અને તેના લગતા વસ્તુઓનો સમાવેશ કરતો હતો.

secret basement
bhaskarenglish.in

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, પ્રદીપ ગુરુ બજારમાં મળતી જાણીતી આયુર્વેદીક કંપનીની દવાઓ ખરીદીને ડબ્બામાંથી તેમની દવા કાઢી લેતો હતો. તેના બદલે તે પોતાની હલકી ગુણવત્તાવાળી દવા તેમાં ભરીને વેચતો હતો. એટલું જ નહીં જે ઓરિજિનલ દવા તે કાઢી લેતો હતો  અને તેના 4-5 ભાગ કરી નાખતો, ત્યારબાદ તેને તે પોતાના જ સાધકોને અને આશ્રમમાં આવતા લોકોને પોતાની દવા છે તેમ કહી 3-4 ગણી કિંમતે વેચતો હતો. માત્ર પૈસા કમાવવાની લાલચમાં આશ્રમ શરૂ કરનાર પ્રદીપ ગુરુ આશ્રમમાં જે શિબિરનું આયોજન કરતો હતો ત્યાં મુંબઇ અને અને અન્ય મોટા શહેરોમાંથી લોકો આવતા હતા.

પ્રદીપ દ્વારા ગર્ભ સંસ્કાર માટે અલગ શિબિર કરવામાં આવતી હતી. સંતાન પ્રાપ્તિ માટેની દવાઓ પણ 15000 થી 18000 લઇને આપવામાં આવતી હતી. આટલું જ નહીં આયુર્વેદીક દવાઓના ડબ્બામાં નકલી દવા પણ વેચતો હતો. નજીકના લોકો માટે સંતાન પ્રાપ્તિની શિબિર પણ કરાવવામાં આવતી હતી. આ સાથે જ તે ગર્ભ સંસ્કારની શિબિર પણ કરતો હતો. જેના વીડિયો પણ તેણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુક્યા છે.

satyam yog
divyabhaskar.co.in

એક મહિલાએ જણાવ્યું હતું કે, અમારા મેરેજ થયાને 5 વર્ષ થઇ ગયા છે. અમે ડૉક્ટર પાસેથી ટ્રીટમેન્ટ લેતા હતા પણ ડૉક્ટરનું એવું કહેવું હતું કે તમારે સંતાન પ્રાપ્તિમાં પ્રોબ્લેમ થાય એમ છે. મારે 5 વર્ષથી કોઇ પણ સંતાન હતું નહીં. 5 વર્ષથી હું ડૉક્ટરની ટ્રીટમેન્ટ લેતી હતી પણ કોઇ રિઝલ્ટ નહોતું. ડૉક્ટરે ના પાડી દીધી હતી કે તમારે કોઇ સંતાન નહીં થાય. પછી અમને શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનનું એડ્રેસ આપેલું. તો અમે ત્યાં જઇને પ્રદીપ ગુરુજીને મળ્યા. અત્યારે ત્યાંથી અમારી ટ્રીટમેન્ટ ચાલુ હતી કુદરતી ઉપચાર અને યોગ અનુસાર.

ગર્ભધારણ શિબિરમાં ભાગ લેનાર એક મહિલાએ જણાવ્યું હતું કે, હું હાલ હીરાબાગ વિસ્તારમાં રહું છું. 2017માં પૂજ્ય ગુરુદેવ દ્વારા યોજાયેલી ગર્ભધારણ શિબિર મેં જોઇન કરી હતી. ત્યાં મને ગર્ભધારણ વિશે જે પણ સંસ્કારો મળ્યા એનું મેં પાલન કર્યું હતું. ક્યારે ગર્ભધારણ કરવું, ગર્ભધારણ સમયે કઇ બાબતોનું ધ્યાન રાખવું એ બધી વસ્તુનું મેં પાલન કર્યું હતું.

satyam yog
divyabhaskar.co.in

ગુરુ ઘંટ પ્રદીપ જોટંગીયાની કારમાંથી 2 કરોડથી વધુની 500 રૂપિયાના દરની બનાવટી ચલણી નોટો મળી આવતા રાજ્ય વ્યાપી પ્રત્યાઘાત બાદ ધોરણ પારડી સ્થિત આશ્રમમાં આવેલી ઓફિસને છેલ્લા 2 દિવસથી સાધકો દ્વારા તાળા મારી દેવામાં આવ્યા છે. તેમજ આશ્રમ પરિસરમાંથી ઇનોવા, થાર જેવી લક્ઝરી ગાડીઓ પણ ગાયબ થઇ ગઇ છે. આશ્રમની સાધ્વીઓ પ્રદીપને ફસાવાયો હોવાનું રટણ કરી રહી છે.

સાધ્વીઓનો દાવો છે  કે, અગાઉ ગામના કેટલાક લોકોએ આશ્રમમાં આવતી યુવતીઓ સાથે છેડતી કરી હોવાથી આશ્રમમાં ગ્રામજનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે પ્રદીપની ધરપકડ કરવામાં આવતા ગ્રામજનો જ્યારે આશ્રમની અંદર પહોંચ્યા ત્યારે ઓપરેશન થિયેટર અને લેબની નીચેથી બીજું એક રહસ્યમય ભોંયરું મળી આવ્યું હતું.

secret basement
divyabhaskar.co.in

ધોરણ પારડી સ્થિત આ યોગ આશ્રમમાં આશ્રમની ચારેય તરફથી 15 ફૂટ ઊંચી કિલ્લા જેવી દીવાલો બનાવી રકહી છે. આશ્રમમાંથી બીજું શંકાસ્પદ ભોંયરું પણ મળી આવ્યું છે. આ સાથે જ અન્ય ચોકાવનારા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે. 15-20 ફૂટ ઊંડું અને આટલી જ ફૂટ લંબાઇ ધરાવતા આ ભોંયરાને પહેલા ઢાંકણથી કવર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની ઉપર ટાઇલ્સ પણ લગાવી દેવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા ટાઇલ્સ ઉખેડીને ઢાંકણ ખોલવામાં આવતા રહસ્યમય ભોંયરું મળી આવ્યું હતું. જોકે ગ્રામજનો એ કોઇપણ એ આ ભોંયરાની અંદર પ્રવેશ કરવાનું સાહસ કર્યું નહોતું. આ દરમિયાન સાધકો આવી જતા તમામ ગ્રામજનો બહાર આવી ગયા હતા અને ત્યારબાદ આશ્રમને તાળા મારી દેવામાં આવ્યા છે.

About The Author

Related Posts

Top News

ગુજરાતમાં ફરી માવઠાની આફત: અંબાલાલ પટેલની ગાજવીજ સાથે વરસાદની મોટી આગાહી

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે ખેડૂતો અને નાગરિકો માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી...
Gujarat 
ગુજરાતમાં ફરી માવઠાની આફત: અંબાલાલ પટેલની ગાજવીજ સાથે વરસાદની મોટી આગાહી

બોલો! 18000માં સંતાન પ્રાપ્તિ માટે દવા આપતો પાખંડી પ્રદીપ, આશ્રમમાંથી મળ્યું રહસ્યમય ભોયરું

હાલના સમયમાં ગુજરાતના બહુકારચિત નકલી નોટ કૌભાંડ મામલે હાલ નવા-નવા વળાંક સામે આવી રહ્યા છે. આ કૌભાંડમાં ગુજરાતના નામચીન ‘...
Gujarat 
બોલો! 18000માં સંતાન પ્રાપ્તિ માટે દવા આપતો પાખંડી પ્રદીપ, આશ્રમમાંથી મળ્યું રહસ્યમય ભોયરું

આ રાજ્યમાં પ્રતિ લીટર રૂ. 5 સુધી મોંઘુ થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે 'અનાથ અને વિધવા સેસ'

હિમાચલ પ્રદેશના લોકોને મોંઘવારીનો એક મોટો ઝટકો લાગ્યો છે. નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી કોંગ્રેસ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં...
National 
આ રાજ્યમાં પ્રતિ લીટર રૂ. 5 સુધી મોંઘુ થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે 'અનાથ અને વિધવા સેસ'

ગુજરાતમાં ઈંધણ સંકટની અફવા: અમદાવાદ-સુરતમાં પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લાગી, સરકાર જણાવી હકીકત

ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે વધી રહેલા વૈશ્વિક તણાવની અસર હવે ગુજરાતના સ્થાનિક બજારોમાં જોવા મળી રહી છે. યુદ્ધને કારણે ક્રૂડ...
Gujarat 
ગુજરાતમાં ઈંધણ સંકટની અફવા: અમદાવાદ-સુરતમાં પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લાગી, સરકાર જણાવી હકીકત

Opinion

જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
(ઉત્કર્ષ પટેલ) સુરતનું એક એવું વ્યક્તિત્વ જે સુરતમાં વેપાર કરનાર એવા સૌના માટે જાણીતું છે જયેશભાઈ દેસાઈ. રાજહંસ ગ્રુપ (Rajhans...
આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને તડકી છાંયડીમાં સાથ આપે એવા અધ્યક્ષ મળ્યા છે
ગુજરાતના યુવાનો મોઘી ગાડીઓ, વૈભવી મકાનો માટે પોતાની જમીન ખેતર ના વેચશો
કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક
Copyright (c) Khabarchhe All Rights Reserved.