મેગીના મસાલાથી લઈને પનીર સુધી... સુરતમાં મળી જશે બધુ નકલી

હોટલોમાં કે ઘરે પનીરની સબ્જી ખાવાનો તમને શોખ હોય તો આ ગંભીર સમાચાર ખાસ જાણી લેજો. સુરતના પુણા વિસ્તારમાં સીતાનગર ચોકડી પાસે આવેલા ક્રિષ્ણા નગરમાં નકલી પનીરનું ગોડાઉન છે એવી માહિતીને આધારે પોલીસે દરોડા પાડ્યા તો પોલીસ પણ ચોંકી ગઇ. 315 કિલો પનીરનો જથ્થો જપ્ત કરી લેવામા આવ્યો. પંકજ ભૂત નામનો માણસ છેલ્લાં 4 મહિનાથી ભાડે મકાન રાખીને નકલી પનીર વેચતો હતો.

રાજકોટથી દરરોજ 100 કિલો પનીર  કિલોએ 205 રૂપિયાને ભાવે લાવતો અને 240માં વેચી દેતો હતો. અસલી પનીરનો ભાવ કિલોએ 360 રૂપિયા છે. મતલબ કે માર્કેટ ભાવથી 120 રૂપિયા ઓછા ભાવ નકલી પનીર વેચતો હતો.

અસલી પનીરને ઓળખવાની રીત એ છે કે પનીરને ગરમ પાણીમાં ઉકાળો અને તેમાં સોયાબીન પાવડર અથવા લોટ નાંખો. નકલી પનીર હશે તો તરત કલર બદલાઇ જશે.

About The Author

Related Posts

Top News

આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ

લાતવિયા (Latvia), 2024-2025ના આંકડા પ્રમાણે આ દેશમાં આશરે 15-16% વધુ સ્ત્રીઓ છે ( દર 100 પુરુષો પર 115 સ્ત્રીઓ )...
Lifestyle 
આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.