- Gujarat
- ગુજરાતમાં વીજ કાપના સમાચારો બાબતે MGVCL અને DGVCLના MDએ જાણો શું કહ્યું
ગુજરાતમાં વીજ કાપના સમાચારો બાબતે MGVCL અને DGVCLના MDએ જાણો શું કહ્યું
કોલસાની તંગીના કારણે ગુજરાત પણ વીજ કાપના સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. ત્યારે વીજ કાપની સૌથી વધારે મુશ્કેલી ખેડૂતોને થઇ રહી છે. તેથી ખેડૂતો વીજ કાપને લઇને વિરોધ કરી રહ્યા છે. તો બીજી તરફ વીજ કાપને લઇને અફવાઓ પણ ઉડી રહી છે. ત્યારે DGVCL અને MGVCL દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી હતી.
DGVCLના MDએ જણાવ્યું હતું કે, ચોમાસાના સમયમાં 1 ઓક્ટોબરે કુલ ફીડરમાં ખેડૂતોની ડિમાન્ડ લગભગ 12 મેગાવોટ જેટલી હતી અને આજની તારીખમાં 165 જેટલા છે. આ ડિમાન્ડની સામે લાંબા સમય સુધી તેમને નુકસાન ન થાય એટલા માટે અમે એક-એક જગ્યા પર નહીં અમે અલગ-અલગ લોડ શેડિંગ આપી રહ્યા છે. એક જ જગ્યા પર લોડ શેડિંગ આપી રહ્યા નથી. અમે 8 કલાકનો સમય તો પૂરતા પ્રમાણમાં વીજળી આપી રહ્યા છે. એક ગામમાં સવારે એકાદ કલાક પાવર ઓછો મળ્યો હતો તો સાંજના સમયે એક બે કલાક ત્યાં પાવર આપી રહ્યા છીએ. એવું નથી કે 8 કલાક પૂરતા પ્રમાણમાં વીજળી નથી આપતા. જો અડધા કલાક માટે વીજ પૂરવઠો બંધ થયો હોય તો તે પછીથી આપણે આપી રહ્યા છીએ.

એક કલાક વીજળી આવે છે અને એક કલાક વીજળી બંધ થઇ જાય છે તેવા ખેડૂતોના આક્ષેપ બાબતે તેમને જણાવ્યું હતું કે, આવો કોઈ પ્રશ્ન આવ્યો નથી. આપણા ફીડર કઈ જગ્યા પર કેટલા છે તે બધું ઓટોમેટીક છે. એટલે એક-એક જગ્યા પર ફીડર અડધા કલાક પર બંધ થઇ ગયું હોય તો તે પાવર પછી આપી રહ્યા છીએ. DGVCLનું કામ એટલું છે જ છે કે જે વીજળી મળે તેને ડીસ્ટ્રીબ્યુટ કરવી. દક્ષિણ ગુજરાત 3,750 મેગાવોટની ડિમાન્ડ છે તેની સામે પૂરતા પ્રમાણમાં આપણને વીજળી મળી રહી છે.
વીજદરમાં વધારા બાબતે અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, મહિના પહેલા જ્યારે ખરેખર પ્રોબ્લેમ હતો તે સમયે આપણે ગ્રાહકોને 15થી 16 રૂપિયા યુનિટન ભાવે વીજળી ખરીદીને ગ્રાહકોને આપી છે. પણ ગ્રાહકો પાસેથી વધારે પૈસા લેવામાં આવ્યા નથી. ખરેખર પાવર સપ્લાયમાં કોઈ શોર્ટેજ નથી. લોડ શેડિંગની શક્યતા છે તેમાં જો કોઈ પણ જગ્યા પર અડધા કલાક માટે વીજળી જાય તો પછી તેમને અડધા કલાક માટે વીજળી આપવામાં આવશે. 8 કલાક ખેડૂતોને વીજળી મળશે. પાવરમાં ગેપ પડવાનો કારણ ચોમાસું છે. જ્યારે ચોમાસું હતું ત્યારે વીજળીની ડિમાન્ડ 12 મેગાવોટ હતી અને હવે 165 મેગાવોટ છે.
ખેતીવાડીની ફીડરમાં કેટલા લોડ શેડિંગ થાય છે તે બધુ ડિજીટલ છે. આપણે કોમ્યુટરની મદદથી બધુ જોઈ શકીએ છીએ.

MGVCLના MD તુષાર ભટ્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, રાજ્યમાં વીજ કાપની અફવાઓ ફેલાઈ રહી છે. રાજ્યની અંદર વીજ કાપ થાય તેવી કોઈ સ્થિતિ નથી. હાલમાં સમયમાં પીક લોડમાં 30 મિનીટ સુધી કૃષિ માટે કાપ આપવામાં આવ્યો છે. સવારે 6થી સાંજે 8 વાગ્યા સુધી વીજળી આપવામાં આવી રહી છે. હાલ ખેડૂતોને માત્ર 30 મિનીટ માટે અસર થઇ રહી છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત અલગ-અલગ જગ્યા પર કોલસાની ખરીદી કરે છે. હાલમાં કોલસાની કોઈ ઘટ નથી. મધ્ય ગુજરાતમાં 1600 મેગાવોટ વીજળી રોજ જરૂર છે. વીજળી ખાનગી સપ્લાયર પાસેથી પણ ખરીદવામાં આવી રહી છે. તેથી વીજ કાપની આજે કે ભવિષ્યમાં શક્યતા નથી.

